'ગાંધીને નોટમાંથી હટાવો, થેંક્સ ગોડસે' મહિલા IASના ટ્વીટ બાદ હોબાળો

મહારાષ્ટ્રની IAS અધિકારી નિધિ ચૌધરીએ એક વિવાદિત ટ્વીટ કરતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે તેમને બર્ખાસ્ત કરવાની માંગ ઉઠી રહી છે. IAS નિધિ ચૌધરીએ એક ટ્વીટ દ્વારા લખ્યું કે, બાપુના સમગ્ર વિશ્વમાં લાગેલા પુતળા હટાવવામાં આવે. રસ્તાઓને તેમના નામે સજાવવામાં આવ્યા છે તે હટાવવામાં આવે. મહાત્મા ગાંધીની નોટ પર લાગેલી તસ્વીરો પણ હટાવવામાં આવે. આભાર ગોડસે.

'ગાંધીને નોટમાંથી હટાવો, થેંક્સ ગોડસે' મહિલા IASના ટ્વીટ બાદ હોબાળો

મુંબઇ : મહારાષ્ટ્રની IAS અધિકારી નિધિ ચૌધરીએ એક વિવાદિત ટ્વીટ કરતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે તેમને બર્ખાસ્ત કરવાની માંગ ઉઠી રહી છે. IAS નિધિ ચૌધરીએ એક ટ્વીટ દ્વારા લખ્યું કે, બાપુના સમગ્ર વિશ્વમાં લાગેલા પુતળા હટાવવામાં આવે. રસ્તાઓને તેમના નામે સજાવવામાં આવ્યા છે તે હટાવવામાં આવે. મહાત્મા ગાંધીની નોટ પર લાગેલી તસ્વીરો પણ હટાવવામાં આવે. આભાર ગોડસે.

નિધિ ચૌધરી નવી મુંબઇ મહાનગરપાલિકામાં એડિશનલ કમિશ્નર છે. તેમનાં આ ટ્વીટ બાદ વિવાદ વધી ગયો છે. હવે તેમને બર્ખાસ્ત કરવાની માંગ ઉઠી રહી છે. એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર તેમના પર તત્કાલ પ્રભાવથી કાર્યવાહી કરે. આ ટ્વીટ પર જ્યારે વિવાદ વધ્યો તો નિધિ ચૌધરીએ તેને ડિલીટ કરી દીધું. ત્યાર બાદ તેમણે લખ્યું કે, 17 મેનાં પોતાનાં ટ્વીટને મે ડિલિટ કરી દીધું, કારણ કે આ લોકો તેને ખોટુ સમજે છે. જો તેઓ 2011થી મારા ટાઇમલાઇનને ફોલો કરી રહ્યા હોત તો તેઓ સમજી શખ્યા હોત કે હું ગાંધીજીનો અનાદર કરવા અંગે વિચારી પણ શકુ નહી, હું તેમની સામે સંપુર્ણ શ્રદ્ધા સાથે નમન કરુ છુ અને મારા અંતિમ શ્વાસ સુધી એવું કરતી રહીશ.

ગાંધીના હત્યારાને ભાજપ ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રવાદી ગણાવવા અંગેવિવાદ
મહાત્મા ગાંધી સંબંધિત વિવાદ મધ્યપ્રદેશની રાજનીતિમાં ઉઠ્યો હતો. સૌથી પહેલા ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને રાષ્ટ્રવાદી ગણાવ્યા હતા. ત્યાર બાદ મપ્રના મહુ ધારાસભ્ય ઉષા ટાકુરનાં નિવેદન બાદ પણ હોબાળો મચ્યો હતો. ભજાપ ધારાસભ્ય ઉષા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને કથિત રીતે રાષ્ટ્રવાદી ગણાવ્યા ત્યાર બાદ વિવાદ પેદા થઇ ગયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news