Shocking! 8 વર્ષના માસૂમ બાળકને ડરાવી ધમકાવીને Quarantine Center નું ટોયલેટ સાફ કરાવ્યું, Video વાયરલ
મહારાષ્ટ્રના બુલઢાણાથી માણસાઈને શરમસાર કરતી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને હચમચી જવાય.
Trending Photos
બુલઢાણા: મહારાષ્ટ્રના બુલઢાણાથી માણસાઈને શરમસાર કરતી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને હચમચી જવાય. એક આઠ વર્ષના માસૂમ બાળક પાસેથી જબરદસ્તીથી કોવિડ ક્વોરન્ટિન સેન્ટરનું ટોયલેટ સાફ કરાવવામાં આવ્યું. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આરોપી કર્મચારીને સસ્પેન્ડ કરાયો
નવભારત ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ વિસ્તારમાં ડીએમ મુલાકાતે આવવાના હતા. અહીં મારોન ગામમાં એક પ્રાથમિક વિદ્યાલયને ક્વોરન્ટિન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જેનું ડીએમ નિરિક્ષણ કરવાના હતા. જો કે આ મામલો સામે આવ્યા બાદ પંચાયત સમિતિના આરોપી કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયો છે.
ટોઈલેટ સાફ કરવા માટે માસૂમને ધમકાવ્યો
અત્રે જણાવવાનું કે વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પંચાયત સમિતિનો એક કર્મચારી બાળકને ટોયલેટ સાફ કરવાનો નિર્દેશ આપી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ બાળકને લાકડીથી મારવાનો ડર દેખાડવામાં આવ્યો હતો. તેને ટોયલેટની સફાઈ બાદ 50 રૂપિયા આપ્યા.
પંચાયત કર્મચારીનું જૂઠ્ઠાણું
આ બધા વચ્ચે સવાલ એ પણ છે કે જો ક્વોરન્ટિન સેન્ટરનું ટોઈલેટ સાફ કરવાના કારણે બાળક કોરોના સંક્રમિત થાય તો તેના માટે જવાબદાર કોણ? આઘાતજનક કહેવાય કે એક બાળક પાસે પંચાયત સમિતિના કર્મચારીએ ટોઈલેટ સાફ કરાવ્યું અને પછી કહે કે તેની જાણકારી અધિકારીને છે.
અત્રે જણાવવાનું કે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. બુલઢાણાના ડીએમએ આ મામલે તપાસ માટે કમિટી બનાવી છે જેણે 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે