બોર્ડનું પરિણામ હજી આવ્યું નથી, પણ કેવી રીતે આવશે તેની વિદ્યાર્થીઓને ચિંતા

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પછી ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાશકારો તો થયો છે. પરંતુ સાથે જ તેમનુ ટેન્શન વધી ગયુ છે. તેમનુ ટેન્શનનું કારણ એ છે કે, આખરે તેમને પરિણામ કેવુ મળશે.
બોર્ડનું પરિણામ હજી આવ્યું નથી, પણ કેવી રીતે આવશે તેની વિદ્યાર્થીઓને ચિંતા

આશ્કા જાની/અમદાવાદ :ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પછી ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાશકારો તો થયો છે. પરંતુ સાથે જ તેમનુ ટેન્શન વધી ગયુ છે. તેમનુ ટેન્શનનું કારણ એ છે કે, આખરે તેમને પરિણામ કેવુ મળશે.

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્સલ થયા બાદ મૂંઝવણમાં મૂકાયા છે. સરકારે જાહેરાત તો કરી દીધી છે કે પરીક્ષા કેન્સલ થશે. પરંતુ હજુ સુધી ધોરણ 10 ના વિદ્યાર્થીઓના હાથમાં હજી સુધી માર્કશીટ આવી નથી. આ માર્કશીટમાં શુ લખાઈને આવશે તે મામલે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. વિદ્યાર્થીઓની એક જ વિનંતી છે કે, સરકાર જે પણ નિર્ણય લે તે ઝડપથી લેવામાં આવે અને તેનો અમલ પણ ઝડપથી કરવામાં આવે. કારણ કે, વાત વિદ્યાર્થીઓના ભવિષ્યની છે. 

તો બીજી તરફ, રાજ્યના લોના વિદ્યાર્થીઓનો ઓફલાઇન પરીક્ષાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કાયદાના વિદ્યાર્થીઓએ પરીક્ષા મોકૂફ રાખવા પિટીશન કરાઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે, રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાળમાં પરીક્ષા લેવી યોગ્ય નથી. રાજ્યના યુવાનોને હજુ વેક્સીનેશન પણ નથી થયું. આવામાં જો પરીક્ષા યોજાશે તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે. ગુજરાત હાઇકોર્ટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિને આ મામલે  નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી આગામી 7 જૂને હાથ ધરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news