Maharashtra માં રાહતના સમાચાર, કોરોના સંક્રમણનો ગ્રાફ 50 હજારથી નીચે આવ્યો, 567 લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે રાજ્યમાં રિકવરી રેટ 84.7 ટકા થઈ ગયો છે અને મૃત્યુદર 1.49 ટકા છે.
Trending Photos
મુંબઈઃ કોરોના સંકટણના સંકટનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં મોટો ઘટાડો થયો છે. અહીં નવા 48621 કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 567 લોકોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
મોતના નવા આંકડા બાદ રાજ્યમાં મૃતકોનો આંકડો 70851 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ 56 હજાર 870 છે. રાહતની વાત છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59,500 દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ હવે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 40 લાખ 41 હજાર 158 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે રાજ્યમાં રિકવરી રેટ 84.7 ટકા થઈ ગયો છે અને મૃત્યુદર 1.49 ટકા છે.
Bengal: રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા મમતા બેનર્જી, 5 મેએ લેશે મુખ્યમંત્રી પદના શપથ
રવિવારે આવ્યા હતા 60 હજારથી વધુ કેસ
તમને જણાવી દઈએ કે રાજ્યમાં રવિવારે 63,282 કોરોના સંક્રમિતોની પુષ્ટિ થઈ હતી. આ દરમિયાન 802 લોકોના મોત થયા હતા. રવિવારે રાજ્યમાં 61 હજારથી વધુ લોકો સાજા થયા હતા.
મુંબઈમાં પણ થયા કેસ
થોડા દિવસ પહેલા સુધી મુંબઈમાં કોરોના સંક્રમણની સુનામી આવી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અહીં કેસમાં ઘટાડો થયો છે. આજે અહીં એક દિવસમાં 2624 નવા કેસ સામે આવ્યા અને 78 દર્દીઓના મોત થયા છે. મુંબઈમાં હવે કોરોના સંક્રમણના કુલ કેસ 6 લાખ 58 હજાર 621 થઈ ગયા છે, જ્યારે મોતનો કુલ આંકડો 13,372 સુધી પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે