West Bengal: બંગાળમાં હિંસા વિરુદ્ધ ભાજપે 5 મેએ દેશવ્યાપી ધરણાની કરી જાહેરાત

ભાજપનો દાવો છે કે તેના આશરે છ કાર્યકર્તા અને સમર્થકોના મોત થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. ભાજપ તેનો આરોપ ટીએમસી પર લગાવી રહી છે. ભાજપે પત્રકારો સાથે એક વીડિયો શેર કર્યો જેમાં નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં થયેલી તોટફોડને દેખાડવામાં આવી છે.
    

West Bengal: બંગાળમાં હિંસા વિરુદ્ધ ભાજપે 5 મેએ દેશવ્યાપી ધરણાની કરી જાહેરાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election 2021) માં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ રાજ્યમાં થઈ રહેલી હિંસક ઘટનાઓને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે પાંચ મેએ દેશવ્યાપી ધરણાના કાર્યક્રમનું એલાન કર્યુ છે. મહત્વનું છે કે ભાજપનો આરોપ છે કે રાજ્યમાં ટીએમસીના કાર્યકર્તા અને તેના તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યાં છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. 

આ સિવાય સોમવારે પણ રાજ્યમાં મોટા પાયે હિંસા જોવા મળી, જેમાં કથિત રીતે ઘર્ષણ અને દુકાનો લૂંટવા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓના મોત થયા છે. બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયાના 24 કલાકમાં ભાજપના 9 કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે વિપક્ષી કાર્યકર્તાઓ પર હુમલાની ઘટનાનો તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. ભાજપે એક પાર્ટી ઓફિસમાં આગનો વીડિયો શેર કર્યો છે, જેમાં આગ લાગતી જોવા મળી રહી છે. જ્યાં પરેશાન લોકો રાડો પાડતા ભાગતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મૃત વ્યક્તિઓની તસવીર અને એક દુકાનમાંથી કપડા લૂંટી ભાગતા લોકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

ભાજપનો દાવો છે કે તેના આશરે છ કાર્યકર્તા અને સમર્થકોના મોત થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. ભાજપ તેનો આરોપ ટીએમસી પર લગાવી રહી છે. ભાજપે પત્રકારો સાથે એક વીડિયો શેર કર્યો જેમાં નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં થયેલી તોટફોડને દેખાડવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ સીટ પર સુવેંદુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા હતા. રાજ્યપાલ જગદીપ ધનખડે પ્રદેસના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા અને કોલકત્તાના પોલીસ કમિશનરને બોલાવી રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે કહ્યુ છે. 

જેપી નડ્ડા બંગાળના પ્રવાસે જશે
રાજ્યમાં હિંસાની ઘટના બાદ મૃત્યુ પામેલા ભાજપના કાર્યકર્તાના પરિવારજનોની મુલાકાત માટે ભાજપ અધ્યક્ષ 4 અને 5 મેએ બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપે ટ્વીટ કરી કહ્યું- ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટીએમસી કેડર દ્વારા કરવામાં આવેલી ભારે હિંસા દરમિયાન માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા કાર્યકર્તાઓને મળવા માટે જેપી નડ્ડા 4-5 મેએ રાજ્યનો પ્રવાસ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news