Mumbai Cruise Rave Party: નવાબ મલિકનો NCB પર મોટો આરોપ, કહ્યું- ક્રૂઝ પર રેડની કાર્યવાહી નકલી, આવી કોઈ રેડ થઈ નથી

નવાબ મલિકે કહ્યુ કે કેટલાક ફોટો એનસીબી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડ્રગ્સ દેખાડવામાં આવ્યું છે. પરંતુ આ ફોટો દિલ્હી એનસીબી તરફથી દેખાડવામાં આવ્યા હતા. આ ફોટો જોનલ ડાયરેક્ટર ઓફિસના છે.
 

Mumbai Cruise Rave Party: નવાબ મલિકનો NCB પર મોટો આરોપ, કહ્યું- ક્રૂઝ પર રેડની કાર્યવાહી નકલી, આવી કોઈ રેડ થઈ નથી

મુંબઈઃ એનસીપી પ્રવક્તા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિકે મુંબઈ નાટકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. મલિકે કહ્યુ કે, બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન મામલામાં કોઈપણ પ્રકારનું ડ્રગ્સ મળ્યું નથી. તેમણે કહ્યું કે, ભાજપ બોલીવુડ અને રાજ્ય સરકારને બદનામ કરવાના દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. 

તેમણે કહ્યું કે, આર્યન ખાનની સાથે વાયરલ ફોટોમાં જોવા મળનાર વ્યક્તિ મનીષ ભાનુશાળી છે. જે ભારતનું કાર્ય કરે છે. મનીષ ભાનુશાળીની તસવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સાથે પણ છે. તેવામાં એનસીબીએ તે જણાવવું જોઈએ કે આખરે તેનો અને ભાનુશાળીનો શું સંબંધ છે? નવાબ મલિકે ભાજપ નેતા મનીષ ભાનુશાળી અને કેપી ગોસાવી પર આરોપ લગાવ્યા છે. 

શું બોલ્યા નવાબ મલિક
નવાબ મલિકે કહ્યુ કે થોડા દિવસ પહેલા એનસીબીએ એક ક્રૂઝ પર રેડ કરી હતી. જેમાં એક વ્યક્તિ આર્યન ખાનને લઈને જતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સેલ્ફી લેવામાં આવી અને આ સેલ્ફી વાયરલ થઈ ગઈ. પરંતુ તે એનસીબીના અધિકારી નહતા. હવે એનસીબીએ તે જણાવવું જોઈએ કે તે વ્યક્તિ કોણ હતા. 

— ANI (@ANI) October 6, 2021

એનસીબીને મલિકે પૂછ્યા સવાલ
નવાબ મલિકે કહ્યુ કે કેટલાક ફોટો એનસીબી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડ્રગ્સ દેખાડવામાં આવ્યું છે. પરંતુ આ ફોટો દિલ્હી એનસીબી તરફથી દેખાડવામાં આવ્યા હતા. આ ફોટો જોનલ ડાયરેક્ટર ઓફિસના છે. આખરે કેપી ગોસાવીનો જોનલ ડાયરેક્ટર સાથે શું સંબંધ છે? એનસીબીએ આ વાતનો ઉત્તર આપવો જોઈએ. આખરે બે ખાનગી વ્યક્તિઓએ આ કાર્યવાહી કેમ કરી? તેને કોણે આ અધિકાર આપ્યો?

ભાજપ કરી રહ્યું છે બદનામ
નવાબ મલિકે આરોપ લગાવ્યો કે ભાજપ, બોલીવુડ અને રાજ્ય સરકારને બદનામ કરી રહી છે. 21 સપ્ટેમ્બરે મનીષ ભાનુશાળી દિલ્હીમાં કેટલાક મંત્રીઓના ઘર પર હતો અને ત્યારબાદ 22 તારીખે ગાંધીનગરમાં. 21 અને 22 તારીખે ગુજરાતના પોર્ટ પર મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત થયું હતું. તેવામાં તે 28 તારીખ સુધી ગુજરાતમાં શું કરી રહ્યો હતો અને ક્યા-ક્યા મંત્રીઓને મળ્યો. તેનો જવાબ એનસીબીએ આપવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news