BANK ની ખાસ સ્કીમ! આ બેંકમાંથી ચપટી વગાડતાં જ મળી જશે 10 કરોડ લોન, જાણો શું રહેશે શરતો

PNB Satkar Scheme: કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી જતી રહી તો ઘણા લોકોનો બિઝનેસ ઠપ થતાં તેની ઘણી હદે અસર પડી છે. એવિએશનથી માંડીને હોસ્પિટાલિટી સેક્ટર પર ખૂબ ખરાબ અસર પડી છે.

BANK ની ખાસ સ્કીમ! આ બેંકમાંથી ચપટી વગાડતાં જ મળી જશે 10 કરોડ લોન, જાણો શું રહેશે શરતો

નવી દિલ્હી: PNB Satkar Scheme: કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી જતી રહી તો ઘણા લોકોનો બિઝનેસ ઠપ થતાં તેની ઘણી હદે અસર પડી છે. એવિએશનથી માંડીને હોસ્પિટાલિટી સેક્ટર પર ખૂબ ખરાબ અસર પડી છે. કોરોના મહામારીથી હોસ્પિટાલિટી સેક્ટરને ઉગારવા માટે પંજાબ નેશનલ બેંક (PNB Satkar Scheme) એ શાનદાર સ્કીમ રજૂ કરી છે. PNB સત્કાર સ્કીમ હોસ્પિટાલિટી સેક્ટર સાથે જોડાયેલા લોકોએ પોતાના બિઝનેસને અપગ્રેડ, રિનોવેટ અને એક્સપેંડ કરવા માટે સરળતાથી લોન મળી શકે છે. 

કોણ ઉઠાવી શકે છે લાભ?
પીએનબી બેંક PNB Satkar Scheme માં હોટલ, રેસ્ટોરેન્ટ, લોઝ, ગેસ્ટ હાઉસ, મોટલ, ઢાબા, પિત્ઝા સેન્ટર, મેસ, કેન્ટીન, કેટરિંગ સર્વિસ, સર્વિસ એપાર્ટમેન્ટ, બેન્કેવેટ, કોફી શોપ વગેરેને તેમના ક્રેડિટ જરૂરિયાતોને પુરી કરવા માટે, જમીન ખરીદી અથવા બિઝનેસ અપગ્રેડ અથવા એક્સપેંડ કરવા માટે લોન આપે છે. 

જાણો તેની પાત્રતા
PNB ની Satkar Scheme નો લાભ કોઇપણ વ્યક્તિ વિશેષ, પ્રોપરાઇટર્શિપ, પાર્ટનરશિપ, એલએલપી પ્રાઇવેટ-પબ્લિક લિમિટેડ વગેરે લઇ શકે છે. આ ઉપરાંત  MSME સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા કોઇ યૂનિટ જેનું શરૂઆતી રોકાણ 5 કરોડથી વધુ નથી તેને આ લાભ મળી શકે છે. 

કેટલી મળશે લોન?
PNB Satkar Scheme માં 10 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ ઉપરાંત તમે 50 લાખ રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ પણ લઇ શકે છે. PNB ની આ Satkar Scheme માં હોસ્પિટાલિટી સેક્ટરને 10 વર્ષ સુધીના ગાળા માટે લોન મળી શકે છે. જેમાં કસ્ટમર્સને 24 મહિનાની મેક્સિસમ સીમાનું મોનોટોરિયમ મળે છે.  

કેટલી લાગશે સિક્યોરિટી? 
પીએનબીની આ સ્કીમમાં કસ્ટમર્સને એડવાન્સ પર ઓછામાં ઓછા 40 ટકા Collaterals Coverage દ્વારા કવર કરવું જોઇએ. આ ઉપરાંત તમારી પ્રાઇમરી સિક્યોરિટી ભૂમિ અને બિલ્ડિંગમાં છે, તો સફળ ટર્મ લોનના 135% થી વધુ રેસિડ્યૂલ વેલ્યૂને Collateral Security ના રૂપમાં માનવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news