મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલનું નિવેદન- શિવસેનાની સાથે સરકાર રચી શકીએ


મુખ્યમંત્રી પદને લઈને ભાજપનું વલણ સ્પષ્ટ કરતા પાટિલે કહ્યુ, અમે છેલ્લા પાંચ વર્ષ શિવસેનાની સાથે ઘણા ઉદાર રહ્યાં. ત્યાં સુધી કે 2019 વિધાનસભા ચૂંટણી બાદ અમે પાર્ટીની સાથે વધુ અન્ય મંત્રી પદ શેર કરવા તૈયાર હતા. 
 

  મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલનું નિવેદન- શિવસેનાની સાથે સરકાર રચી શકીએ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. મંગળવારે પાટિલે ગઠબંધનથી દૂર થયેલા સહયોગી પક્ષ શિવસેના તરફ હાથ આગળ વધારતા જોવા મળ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી પદ પર તેમણે પૂર્વનું નિવેદન રિપીટ કર્યું અને કહ્યું કે, ભાજપ આ પદ કોઈ ક્ષેત્રિય પાર્ટી સાથે શેર કરશે નહીં. તો રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનુ કહેવુ છે કે તેમની પાસે ન તો કોઈ આવો પ્રસ્તાવ આવ્યો છે અને ન તેમણે શિવસેનાને આપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સરકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે. ત્યારબાદ મંગળવારે ચંદ્રકાન્ત પાટિલે કહ્યુ કે, રાષ્ટ્રીય પાર્ટી હોવાને નામે ભાજપ મુખ્યમંત્રીનું પદ કોઈ ક્ષેત્રીય પાર્ટીની સાથે શેર કરશે નહીં કારણ કે તે આમ કરે છે તો તેણે બિહાર અને હરિયાણા જેવા રાજ્યમાં પણ આ ફોર્મૂલા અપનાવવી પડશે. પાટિલે એક મરાઠી સમાચાર ચેનલને કહ્યુ, જો ભારતનું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશના હિતમાં મહારાષ્ટ્ર એકમને શિવસેનાની સાથે ગઠબંધન કરવાનું કહે છે. હું એક વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે બંન્ને પાર્ટીઓ (ભાજપ અને શિવસેના) સાથે આવે છે, તો પણ અમે ભવિષ્યમાં સાથે મળીને ચૂંટણી લડશું નહીં. 

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 15 લાખને પાર, 9 લાખથી વધુ દર્દી થયા રિકવર  

5 વર્ષ સુધી શિવસેનાની સાથે ઉદાર રહ્યાં
મુખ્યમંત્રી પદને લઈને ભાજપનું વલણ સ્પષ્ટ કરતા પાટિલે કહ્યુ, અમે છેલ્લા પાંચ વર્ષ શિવસેનાની સાથે ઘણા ઉદાર રહ્યાં. ત્યાં સુધી કે 2019 વિધાનસભા ચૂંટણી બાદ અમે પાર્ટીની સાથે વધુ અન્ય મંત્રી પદ શેર કરવા તૈયાર હતા. પરંતુ રાષ્ટ્રીય પાર્ટી હોવાને કારણે ભાજપ પ્રાદેશિક પક્ષોની સાથે મુખ્યમંત્રી પદ ન શેર કરી શકે. એક તરફ પાર્ટીની મજબૂતી સમજતા પાર્ટીલે કહ્યુ, જો અમે તેમ કરીએ તો બિહાર, હરિયાણા અને અન્ય રાજ્યોમાં પણ અમારે તે કરવું પડશે. ઉલ્લેખનીય છે કે આ રાજ્યોમાં ભાજપ પ્રાદેશિક પક્ષોની સાથે મળીને સત્તામાં છે. 

સીએમ પદને લઈને તૂટ્યો હતો ભાજપ-શિવસેનાનો સાથ
ઉલ્લેખનીય છે કે ભાજપ અને તેના જૂના સહયોગી શિવસેનાએ 2019ની વિધાનસભા ચૂંટણી સાથે લડી હતી, પરંતુ મુખ્યમંત્રી પદને લઈને બંન્ને વચ્ચે મતભેદ થયા અને શિવસેનાએ ગઠબંધનનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની સાથે મળી મહા વિકાસ અઘાડી (એમવીએ)ની રચના કરી અને તે સરકારના મુખ્યમંત્રી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બન્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news