Maharashtra: ગડકરીએ પહેલા જ સંકેત આપી દીધા હતાં કે ગમે તે કરો, સરકાર તો BJPની જ બનશે?

મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણમાં ઉલટફેર કરીને ભાજપ(BJP) સત્તામાં આવ્યાં બાદ પાર્ટીના નેતાઓના સતત નિવેદનો ચાલુ જ છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી(Nitin Gadkari) એ શનિવારે કહ્યું કે તેમણે તો પહેલા જ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે.

Maharashtra: ગડકરીએ પહેલા જ સંકેત આપી દીધા હતાં કે ગમે તે કરો, સરકાર તો BJPની જ બનશે?

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણમાં ઉલટફેર કરીને ભાજપ(BJP) સત્તામાં આવ્યાં બાદ પાર્ટીના નેતાઓના સતત નિવેદનો ચાલુ જ છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી(Nitin Gadkari) એ શનિવારે કહ્યું કે તેમણે તો પહેલા જ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે અને હવે લોકો તેનો અર્થ સમજી ગયા હશે. આ બાજુ ભાજપે આ સમગ્ર મામલે આક્રમક વલણ અપનાવેલુ છે અને આ ઘટનાક્રમ માટે શિવસેના(Shivsena) ને જવાબદાર ઠેરવી છે. 

ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે મેં તો પહેલા જ કહ્યું હતું કે ક્રિકેટ(Cricket) અને રાજકારણ(Politics) માં કઈ પણ શક્ય છે. હવે તમે સમજી શકો છો કે મારા કહેવાનો અર્થ શું હતો. આ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે પણ શપથ લીધા બાદ શિવસેના પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું કે રાજ્યમાં ખિચડી સરકારની કોઈ જરૂર નહતી. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું. આથી અમારે આ પગલું  ભરવું પડ્યું. 

— ANI (@ANI) November 23, 2019

બહુમત સાબિત કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય
કહેવાય છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપ-એનસીપી સરકારને  બહુમત સાબિત કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ બાજુ અજિત પવારે શપથ લીધા બાદ કહ્યું કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અમારી પ્રાથમિકતા છે. અજિત પવારે કહ્યું કે ચૂંટણીના પરિણામના દિવસથી જ કોઈ પણ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં નહતી. મહારાષ્ટ્ર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જેમાં ખેડૂતોનો મુદ્દો પણ સામેલ છે. આથી અમે એક સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો. 

નવી સરકારને એનસીપીનું સમર્થન નથી-પવાર
આ બધા વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે રાજ્યમાં નવી બનેલી સરકારને એનસીપીનું સમર્થન નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભાજપ સરકારની સાથે ફક્ત અજિત પવાર ગયા છે. એનસીપી નહી. તેમણે કહ્યું કે તેમની પાસે હજુ પણ વિધાયકોની પૂરતી સંખ્યા છે અને અમારા (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ) ગઠબંધનની સરકાર બનશે. તેમણે કહ્યું કે એનસીપી વિધાયક દળના નેતા તરીકે અજિત પવારની પાસે તમામ પાર્ટી વિધાયકોના હસ્તાક્ષર હતાં. એટલું તો નક્કી છે કે વિધાનસભાના પટલ પર દેવેન્દ્ર ફડણવીસ સરકાર પોતાનું બહુમત સાબિત કરી શકશે નહીં. તેમણે કહ્યું કે શિવસેના અને એનસીપીએ તે વિધાયકોને પણ ચેતવણી આપી કે જેઓ ભાજપ સાથે જવાનું મન બનાવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

અહેમદ પટેલે એનસીપી પર સાધ્યું નિશાન
શિવસેના અને એનસીપીની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસે પણ મીડિયા સાથે વાત કરી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે જેવા શરદ પવાર  દિલ્હી આવ્યાં તેમના ઘરે બે બેઠક થઈ ત્યારે બધુ નક્કી થઈ ગયું હતું. કેટલીક ચીજો શિવસેના સાથે નક્કી થવાની  બાકી હતી બસ. એક બે મુદ્દાઓ પર વધુ ચર્ચાની જરૂર હતી અને આથી અમે 12 વાગે મળવાના હતાં. તે પહેલા જ આજે જે કાંડ થયો તેની ટીકા કરવા માટે મારી પાસે શબ્દો નથી. એનસીપીના કેટલાક લોકો બહાર નીકળ્યા અને તેમણે એક યાદી આપી દીધી. જેનાથી આ ઘટના ઘટી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news