શબાના આઝમીના માતા શૌકત કૈફીનું 91 વર્ષની વયે નિધન

શૌકત કૈફીએ પ્રસિદ્ધ ઉર્દુ કવિ અને ગીતકાર કૈફી આઝમી સાથે લગ્ન કરી લીધા હતા. 2002માં કૈફીનું મુંબઈમાં નિધન થઈ ગયું છે

શબાના આઝમીના માતા શૌકત કૈફીનું 91 વર્ષની વયે નિધન

નવી દિલ્હી : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi)ના માતા શૌકત કૈફી (Shaukat Kaifi)નું શુક્રવારે સાંજે મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને કાર્ડિયક અરેસ્ટને કારણે અવસાન થઈ ગયું છે. તેઓ 91 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેઓ પોતાના બાળકો શબાના આઝમી અને બાબા આઝમી સાથે રહેતા હતા. શૌકત કૈફીએ પ્રસિદ્ધ ઉર્દુ કવિ અને ગીતકાર કૈફી આઝમી સાથે લગ્ન કર્યા હતા. કૈફીનું 2002માં મુંબઈ ખાતે નિધન થઈ ગયું હતું. 

કૈફીના જમાઇ અને લેખક-ગીતકાર જાવેદ અખ્તરે આ વાતનો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કન્ફર્મ કરી છે. શૌકત કૈફીએ બાઝાર, ઉમરાવ જાન, ગરમ હવા અને મીરા નાયરની સલામ બોમ્બેમાં કામ કર્યુ હતું. તેમની છેલ્લી ફિલ્મ શાદ અલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ સાથિયા હતી. આ ફિલ્મમાં તેઓએ એક્ટિંગ કરી હતી.

— Pankaj Pachauri (@PankajPachauri) November 22, 2019

શૌકત કૈફી અને કૈફીની પ્રેમકથા અને તેમના સંસ્મરણોનું પુસ્તક કૈફી ઔર મેં બહુ લોકપ્રિય છે. દીકરી શબાનાએ પતિ જાવેદ અખ્તર સાથે મળીને એનું થિયેટરમાં પ્રભાવી મંચન કર્યું છે. આ મંચનમાં શબાનાએ માતા શૌકત કૈફીના અને જાવેદ અખ્તરે પછી કૈફીનો રોલ ભજવ્યો છે.

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news