નીતીશે લાલૂનું સ્વાસ્થ્ય જાણ્યું, તેજસ્વી બોવ્યો- મહાગઠબંધનના દરવાજા 'ચાચા' માટે હંમેશા બંધ
તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે નીતીશ કુમારે જનાદેશનું અપમાન કર્યું છે અહીંની જનતા નીતિશને ક્યારેય માફ નહીં કરે.
Trending Photos
પટનાઃ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તથા પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહારના મુખ્યપ્રધાન પર મોટો હુમલો કર્યો છે. તેમમે કહ્યું કે, નીતીશ કુમાર માટે મહાગઠબંધનના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે, આ મામલાને લઈને રાજદ મહાગઠબંધન અન્ય કોઈ પાર્ટીના દબાવમાં પણ નહીં આવે. આટલું જ નહીં તેજસ્વીએ નીતીશ કુમાર દ્વારા લાલૂ યાદવના સ્વાસ્થ્યના હાલ જાણવા પર પણ કટાક્ષ કર્યો. તેણે કહ્યું, નીતીશ સરકારને ચાર મહિના બાદ લાલૂજીના સ્વાસ્થ્યનો ખ્યાલ આવ્યો છે.
તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, નીતીશ કુમારે જનાદેશનું અપમાન કર્યું છે અને અહીંની જનતા નીતીશને ક્યારેય માફ નહીં કરે. તેણે કહ્યું, જનતાને ઠગનારા અને 36 કૌભાંડોમાં સામેલ રહેનારા નીતીશ કુમારની મહાગઠબંધનમાં કોઈ જગ્યા નથી. જો નીતિશ કુમારને મહાગઠબંધનમાં સામેલ કરવામાં આવશે તો અહીંની જનતા મહાગઠબંધનને માફ કરશે નહીં.
તેજસ્વીએ આરજેડીના સહયોગી કોંગ્રેસના નેતાઓ દ્વારા આવેલા તે સૂચનને પણ નકારી દીધું જેમાં કહેવામાં આવ્યું કે, નીતીશ કુમારની મહાગઠબંધનમાં વાપસી પર આ શરત પર વિચાર કરી શકાય કે, તે ભાજપ સાથે પોતાના સંબંધો તોડી નાખે. તેજસ્વી યાદવે કહ્યું કે, નીતીશ કુમારની મહાગઠબંધનમાં વાપસી કોઇપણ શરતે થશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે