Magical Mountain: બસ એક પહાડની મદદથી જાણી શકાશે, ગર્ભમાં પુત્ર છે કે પુત્રી!


જમાનો ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. હવે પુરૂષ અને મહિલા સમાજમાં બરાબરીથી આગળ વધે છે. તેમ છતાં કેટલાક હજુ પણ એવા છે જે માત્ર પુત્રની જ આશા રાખે છે. 

Magical Mountain: બસ એક પહાડની મદદથી જાણી શકાશે, ગર્ભમાં પુત્ર છે કે પુત્રી!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઝડપથી બદલાતા જમાનમાં પુત્ર અને પુત્રીમાં ફર્ક ખુબ ઓછો રહી ગયો છે. હવે યુવતીઓ કોઈ પણ ક્ષેત્રમાં યુવકોથી પાછળ નથી. સામાન્ય રીતે મહિલાના ગર્ભમાં જ શિશુના લિંગ વિશે હવે સોનોગ્રાફીથી જાણી શકાય છે. પરંતુ કાયદેસર રીતે તે એક ગુનો છે. પરંતુ તમે જાણીને ચોંકી ઉઠશો કે ઝારખંડમાં એક એવી જગ્યા છે જ્યાં એક પ્રાચીન પરંપરા હજુ પણ ચાલી રહી છે. આ પરંપરા વિશે જાણીને આપ પણ ચોંકી ઉઠશો. ઝારખંડના લોહરદગા સ્થિત ખુખરા ગામમાં એક એવો પહાડ છે જે ગર્ભમાં જ શિશુના લિંગ વિશે જાણકારી આપી દે છે. 

PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી

સ્થાનિક લોકો આ પહાડીને લઈ ખુબ જ પ્રભાવિત છે. લોકોનું કહેવું છે કે રૂપિયા ખર્ચ કર્યા વગર આસાનીથી જાણી લે છે કે ગર્ભમાં શું છે. આ પરંપરા અહીં 400 વર્ષથી ચાલી રહી છે. આ પરંપરા અહીં નાગવંશી રાજાઓએ શરુ કરી હતી. અને ત્યારથી જ આ પરંપરા ચાલી રહી છે. સ્થાનિક લોકોને આ પર્વતને લઈ ઘણી માન્યતાઓ છે. લોકોનું કહેવું છે કે આ જૂની પરંપરા છે. જો આટલી આસાનીથી ગર્ભ વિશે જાણકારી મળી જાય છે તો આમા ખોટુ શુ છે. લોકોનું કહેવું છે કે આ પહાડ ઉપર ચાંદ આકારની આકૃતિ બનેલી છે. આ નવજાત શિશુના લિંગની જાણકારી આપે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં લોકો પથ્થર મારીને ગર્ભ વિશે જાણકારી મેળવે છે. 

મહિલાના ગર્ભમાં રહેલા બાળકની જાણકારી માટે મહિલાને એક નિશ્ચિત દૂરી પર ઉભી રાખવામાં આવે છે. અને ત્યાર પછી પહાડ પર બનેલા ચાંદને પથ્થર મારવાનું કહેવામાં આવે છે. જો પથ્થર ચંદ્રના આકારની ઠીક વચ્ચે વાગે છે તો સમજી લો છે પુત્ર થશે અને જો ચંદ્રની બહાર વાગે તો ગર્ભમાં પુત્રી હોવાનું માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

વિચિત્ર માન્યતા, પહાડને પથ્થર મારો અને 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news