16 વર્ષ બાદ સંમતીથી બધાયેલ સંબંધ પર કઠોર કાર્યવાહી નહી: હાઇકોર્ટ
Trending Photos
ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટનું કહેવું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી અને કિશોરી અથવા કિશોરીથી ઓછી ઉંમરની આયુષ્યવર્ગનાં યુવકોની વચ્ચે સંબંધોનું અપ્રાકૃતિક અથવા પ્રતિકુળ કરી શકાય નહી. કોર્ટે સલાહ આપી કે 16 વર્ષની ઉંમર બાદ આંતરિક સંમતીથી બંધાયેલ શારીરિક સંબંધને બાળ યૌન શોષણ સંરક્ષણ (પોક્સો) કાયદાના વર્તુળની બહાર કરવામાં આવવા જોઇએ. ન્યાયમૂર્તિ વીપતિબને સબરી નામનાં વ્યક્તિની તે અરજી પર સુનવણી કરતા શુક્રવારે આ ભલામણ કરી કે જેમાં તેણે પોક્સો કાયદા હેઠળ નમક્કલની એક મહિલા કોર્ટ દ્વારા તેને ફટકારવામાં આવેલી 10 વર્ષની સજાને પડકારી હતી. અરજીકર્તા પર 17 વર્ષની યુવતીનાં અપહરણ અને શારીરિક શોષણનો આરોપ છે.
કાયદામાં સંશોધનની સલાહ આપતા ન્યાયાધીશે કહ્યું કે, 16 વર્ષની ઉંમર બાદ આંતરિક સંમતીથી બનાવાયેલા શારીરિક સંબંધો તથા તેની સાથે જોડાયેલા કૃત્યોને પોક્સો કાયદાનાં કઠોર પ્રાવધાનથી બહાર કાઢવામાં આવી શકે છે અને આ પ્રકારનાં શારીરિક હુમલાને જો આ પ્રકારે પરિભાષીત છે તો તેની સુનવણી વધારે ઉદાર પ્રાવધાનો હેઠળ શક્ય છે, જેનો કાયદામાં સમાવેશ કરવામાં આવી શકે છે.
લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત, દેશના 9 રાજ્યોની 71 સીટો પર થશે મદતાન
ન્યાયાધીશે રાજ્યબાલ અધિકાર સંરક્ષણ પંચ, સામાજીક સંરક્ષણ આયુક્ત સહિત અન્યને આ મુદ્દે સક્ષણ અધિકારીઓની સામે રાખવા તથા તે વાતની સંભાવનાઓ શોધવા માટે જણાવ્યું કે, ભલામણ તમામ પક્ષોને સ્વિકાર્ય છે કે નહી. આ અગાઉ ન્યાયાધીશે આરોપીને તમામ આરોપોમાં મુક્ત કરાયેલ નિચલી કોર્ટની દોષસિદ્ધિ નિરસ્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે