કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશઃ શિવરાજ બોલ્યા, રાજ્યમાં સરકારના પતનનું કારણ અમે નહીં બનીએ

કર્ણાટકમાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવી ગયા પછી હવે મધ્યપ્રદેશની સરકાર અંગે અટકળો તેજ બની છે 
 

કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશઃ શિવરાજ બોલ્યા, રાજ્યમાં સરકારના પતનનું કારણ અમે નહીં બનીએ

ભોપાલઃ કર્ણાટકમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો મંગળવારે પટાક્ષેપ થઈ ગયો હતો. વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પછી થયેલા મતદાનમાં રાજ્યની જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારનું પતન થઈ ગયું હતું. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારના પતનની સાથે જ હવે મધ્યપ્રદેશની સરકાર અંગે પણ અટકળો તેજ બની છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અહીં ભાજપ કંઈ જ કરશે નહીં. 

શિવરાજ સિંહે જણાવ્યું કે, "રાજ્યમાં સરકારના પતનનું કારણ ભાજપ નહીં બને. કોંગ્રેસના નેતાઓ જ તેમની સરકારના પતન માટે જવાબદાર હશે. કોંગ્રેસના નેતાઓમાં આંતરકલહ ચાલી રહ્યો છે અને તેને ટેકો આપનારા બીએસપી-એસપીના ધારાસભ્યો પણ નારાજ છે. જો રાજ્યમાં કંઈક અજુગતું બનશે તો તેના માટે અમે જવાબદાર બનીશું નહીં."

મધ્યપ્રદેશ સરકારના મંત્રી અને કોંગ્રેસના નેતા જીતુ પટવારીએ શિવરાજ સિંહના નિવેદન પર જણાવ્યું કે, "ભાજપે અમારા માટે સમસ્યાઓ ઉભી કરવા માટે બધું જ કરી નાખ્યું છે, તેમ છતાં આ કમલનાથ સરકાર છે, કુમારસ્વામી સરકાર નહીં. તેમણે અહીં ધારાસભ્યોને ખરીદવા માટે સાત જન્મ લેવા પડશે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news