લો બોલો જબરા દારૂડિયા ઉંદર! પોલીસ સ્ટેશનમાં દારૂ ગટકાવવાના આરોપમાં ઉંદરની 'ધરપકડ'
મધ્ય પ્રદેશના છિંદવાડાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ઉંદરને પોલીસે પકડ્યો છે. આ ઉંદર પર આરોપ છે કે તે પોલીસ મથકમાં રાખવામાં આવેલો દારૂ પી ગયા. આ ઉંદરને પૂરાવા તરીકે કોર્ટમાં પણ રજૂ કરાશે. હજુ એ સ્પષ્ટ નથી કે દારૂ પીને બોટલો ખતમ કરવામાં એક ઉંદર હતો કે વધુ ઉંદર હતા.
Trending Photos
મધ્ય પ્રદેશના છિંદવાડાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ઉંદરને પોલીસે પકડ્યો છે. આ ઉંદર પર આરોપ છે કે તે પોલીસ મથકમાં રાખવામાં આવેલો દારૂ પી ગયા. આ ઉંદરને પૂરાવા તરીકે કોર્ટમાં પણ રજૂ કરાશે. હજુ એ સ્પષ્ટ નથી કે દારૂ પીને બોટલો ખતમ કરવામાં એક ઉંદર હતો કે વધુ ઉંદર હતા. હાલ એક ઉંદર પકડાયો છે. અને તેને 'દારૂ ચોરી' ના આરોપમાં કોર્ટમાં રજૂ કરાશે.
આ મામલો છિંદવાડાના એક પોલીસ મથકનો છે. અહીં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂને પ્લાસ્ટિકની બોટલોમાં રાખવામાં આવ્યો હતો. આ બોટલો સ્ટોર રૂમમાં રાખવામાં આવી હતી. જ્યારે આ બોટલોને કોર્ટમાં રજૂ કરવાનો વારો આવ્યો તો પોલીસે જોયું કે લગભગ 60 બોટલો ખાલી થઈ ગઈ હતી. પોલીસે તપાસ આદરી તો જાણવા મળ્યું કે દારૂ તો ઉંદરો પી ગયા.
કોર્ટમાં ઉંદરની પેશી
એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ મથકની ઈમારત જૂની છે અને અહીં ઉંદરો ફરતા જોવા મળે છે. અનેકવાર એવું પણ થાય છે કે ઊંદરો સરકારી દસ્તાવેજો પણ કાતરી નાખે છે. હવે પોલીસનો દાવો છે કે તેમણે એક ઉંદરને પકડ્યો છે. દારૂ ખતમ કરવાના પૂરાવા તરીકે હવે આ ઉંદરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના એક પોલીસ મથકમાં પણ આવો જ મામલો સામે આવ્યો હતો જ્યાં ઉંદરો પર દારૂ ખતમ કરવાનો આરોપ લાગ્યો હતો.
જે મામલે દારૂ જપ્ત કરાયો હતો તે હજુ સુધી કોર્ટમાં પેન્ડિંગ છે. પોલીસ હવે કોર્ટને એ સમજાવવામાં લાગી છે કે કઈ રીતે આ દારૂ ખતમ થઈ ગયો. હકીકતમાં પુરાવા તરીકે આ દારૂ કોર્ટમાં રજૂ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે