Coffee Face Pack: દિવાળી પર પાર્લર ગયા વિના તમારો ચહેરો કરશે ગ્લો, કોફી પાવડરનો આ રીતે કરો ઉપયોગ
Coffee Face Pack: એક કપ કોફી પીવાથી જે રીતે સુસ્તી દૂર થઈ જાય છે તે રીતે જ કોફીનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આજે તમને કોફી પાવડરનો ઉપયોગ કરીને ચહેરાની સુંદરતા કેવી રીતે વધારવી તેના વિશે જણાવીએ.
Trending Photos
Coffee Face Pack: કોફીનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે પરંતુ સવારના સમયે કોફી પીવા માટે બને છે. પરંતુ આ કોફી પાવડરનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા વાળ અને ત્વચાને સુંદર પણ બનાવી શકે છે. કોફી પાવડરનો ઉપયોગ કરીને સફેદ વાળને કલર કરી શકાય છે અને સાથે જ ડ્રાય સ્ક્લેપની સમસ્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે. વાળની સાથે કોફી ત્વચા માટે પણ ફાયદાકારક છે ત્વચાની સમસ્યાઓને દૂર કરી કોફી ત્વચાને ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે.
એક કપ કોફી પીવાથી જે રીતે સુસ્તી દૂર થઈ જાય છે તે રીતે જ કોફીનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આજે તમને કોફી પાવડરનો ઉપયોગ કરીને ચહેરાની સુંદરતા કેવી રીતે વધારવી તેના વિશે જણાવીએ.
કોફી માસ્ક
ચહેરા પરથી ડેડ સ્કીન દૂર થઈ જાય તો ચહેરા પર રોનક આવી જાય છે. આ ડેડ સ્કિનને દૂર કરવા માટે કોફીનું ફેસપેક બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે દહીં અથવા તો મધમાં કોફી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાડો અને પછી ચહેરાને સાફ કરો. આ ફેસપેક થી તમારી ત્વચા સુંદર અને એટ્રેક્ટિવ દેખાશે.
કોફી સ્ક્રબ
કોફી એક પ્રાકૃતિક સ્ક્રબ છે જેનો ઉપયોગ કરવાથી ત્વચાને ખૂબ જ ફાયદો થાય છે કોફીનું સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી કોફી પાવડર લઈ તેમાં થોડું નાળિયેરનું તેલ અથવા તો ઓલિવ ઓઇલ ઉમેરો તેને સારી રીતે મિક્સ કરી ચહેરા પર લગાડીને મસાજ કરો.
ડાર્ક સર્કલ માટે
ઘણા લોકોને આંખની નીચે ડાર્ક સર્કલ હોય છે તમે કોફીની મદદથી તેને દૂર કરી શકો છો. તેના માટે કોફીને ઠંડા પાણીમાં મિક્સ કરીને આંખની નીચે દસ મિનિટ માટે લગાડો અને પછી ઠંડા પાણીથી આંખ સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે