મધ્ય પ્રદેશ: ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત 'બગડેલા ઘોડા' જેવી, કમાન સંભાળશે કોણ?

કોંગ્રેસની મધ્ય પ્રદેશ શાખા પર સીધી રીતે કોઈનું નિયંત્રણ નથી. હાલત બરાબર બગડેલા ઘોડા જેવી જોવા મળી રહી છે. 

મધ્ય પ્રદેશ: ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત 'બગડેલા ઘોડા' જેવી, કમાન સંભાળશે કોણ?

ભોપાલ: કોંગ્રેસની મધ્ય પ્રદેશ શાખા પર સીધી રીતે કોઈનું નિયંત્રણ નથી. હાલત બરાબર બગડેલા ઘોડા જેવી જોવા મળી રહી છે. હાલત એ છે કે કોઈ પ્રદેશ પ્રભારી મહાસચિવ સાથે અભદ્રતા કરી નાખે છે તો કોઈ બેઠક છોડીને જતા રહે છે, કોઈ વરિષ્ઠ નેતાઓ પર પ્રહારો કરવાનું ચૂકતા નથી. જ્યારે પ્રદેશ સંગઠન આ હાલત માટે જવાબદાર લોકો પર કાર્યવાહી કરવાની હિંમત પણ કરી શકતું નથી. રાજ્યમાં ભાજપ સરકાર વિરુદ્ધ બનેલા માહોલને કોંગ્રેસ કેશ કરવાની કોશિશમાં સફળ થાય તે પહેલા જ પાર્ટીની અંદર મચેલું ઘમાસાણ બહાર આવી રહ્યું છે. પાર્ટીના મોટા નેતાઓ આપસી સમન્વય અને એકજૂથ થવાના ભલે દાવા કરે પરંતુ કોંગ્રેસની જે નિયતિ છે તે જ થઈ રહ્યું છે. જૂથબાજી ચરમસીમાએ છે, નેતાઓ પોતે સામે ન આવીને પોતાના પ્યાદા દ્વારા બધી ચાલ ચલી રહ્યાં છે. 

બાવરિયાની અભદ્રતાના મામલાએ જોર પકડ્યુ
હાલમાં જ રીવામાં થયેલી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાવરિયાની સાથે કોંગ્રેસના જ નેતાઓએ અભદ્રતા કરી નાખી. તેમને રૂમમાં બંધ કરી દીધા અને એમ પણ કહેવાઈ રહ્યું છે કે કેટલાક લોકોએ તેમના પર હાથ પણ ઉપાડ્યો. બાવરિયા સાથે અભદ્રતા કરનારા લોકોમાં એક પ્રભાવશાળી નેતાની નજીકનો માણસ ગણાય છે. એ વાત અલગ છે કે તેમાંથી છ લોકોને પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યાં છે. 

કોંગ્રેસના છ કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરવા પર ભાજપના વરિષ્ઠ નેતા ગોવિંદ માલુએ કટાક્ષ કરતા કહ્યું કે બાવરિયાએ આ મામલે ભાજપના ચરિત્રહનનની કોશિશ કરી હતી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ કૃત્ય કોંગ્રેસીઓનું જ હતું, આથી હવે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ. આ સાથે જ સજા પૂંછડીને નહીં પરંતુ હાથીને મળવી જોઈએ. જેના ઈશારા પર આ બધુ થયું. 

જ્યોતિરાદિત્ય પર તેમના જ માણસોએ પ્રહારો કર્યા
બાવરિયા સાથે થયેલી અભદ્રતાનો મામલો શાંત પડતા ઉજ્જૈન સાથે સંબંધ ધરાવતા મહિલા નેત્રી નૂરી ખાની સીધી રીતે પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયા પર સોશિયલ મીડિયા દ્વારા હુમલો કર્યો. તેમના પર અપરોક્ષ રીતે સામંતી સોચનો આરોપ સુદ્ધા કરી નાખ્યો. બાદમાં તેમણે પોતાના નિવેદનને હટાવીને યુટર્ન  લીધો અને ટ્વિટ કરીને કહ્યું કે આખો મામલો પાર્ટીના ધ્યાનમાં છે. ખાનને દિગ્વિજય સિંહ અને પ્રેમચંદ્ર ગુડ્ડુના જૂથના ગણવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે પાર્ટી શું વલણ અપનાવે છે. 

કમલનાથ પણ ચાલ ચલી રહ્યાં છે
આ અગાઉ કમલનાથની બેઠકથી મીનાક્ષી નટરાજનનું જવું, મહિલા સંમેલનમાં મહિલા કોંગ્રેસ અધ્યક્ષ મંડાવી ચૌહાણનું રિસાવું, ઉજ્જૈનમાં પ્રચાર અભિયાન સમિતિના અનેક નેતાઓનું ન પહોંચવું. એટલું જ નહીં પરંતુ કમલનાથને એક નેતાના દબાણમાં એક જિલ્લાઅધ્યક્ષને માત્ર 15 દિવસમાં હટાવવા, આ ઘટનાઓ પાર્ટીની હાલત રજુ કરી રહી છે.

નેતાઓની બેઠકોની અઘોષિત બાયકોટ મામલે મીડિયા વિભાગના અધ્યક્ષ શોભા ઓઝાએ કહ્યું કે એક તો આમ થયું નથી. અને જો થયું પણ હશે તો સંબંધિત નેતાએ તેનું કારણ જણાવ્યું હશે. ચૂંટણી નજીક છે, અને બધા પોત પોતાની રીતે વ્યસ્ત છે. કોઈ કાર્યક્રમ કે વ્યક્તિગત કામના મામલે બેઠકથી ગયા હશે. 

 બગડેલા ઘોડા પર ચાબુક કોણ ચલાવશે
એક રાજકીય વિશ્લેષકે કહ્યું કે 'કમલનાથને સક્રિય રાજકારણમાં ચાર દાયકાથી વધુ સમય પસાર થયો છે. પરંતુ તેમણે ક્યારેય કોઈ સંગઠનની મોટી જવાબદારીનું નિર્વાહન કર્યું નથી. મધ્ય પ્રદેશથી 9 વાર સાંસદ રહી ચૂક્યા છે પરંતુ તેમને સંગઠન સાથે બહુ નાતો પડ્યો નથી. તેઓ પોતે એક જૂથના નેતા તરીકે ઓળખાય છે, તેમને સંગઠન ચલાવવાનો અનુભવ ઓછો છે, રાજ્યમાં કોંગ્રેસ સંપૂર્ણ રીતે જૂથોમાં વહેંચાઈ છે, આથી બધાને સંતુષ્ટ કરવામાં કમલનાથની તાકાત નબળી પડી રહી છે.' 

કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો રીવામાં બાવરિયા સાથે થયેલી અભદ્રતાને લઈને રાષ્ટ્રીય નેતૃત્વ નારાજ છે. તેમણે પ્રદેશ સંગઠનને અનુશાસનહીન લોકો પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ જ કારણ છે કે રીવા મામલે 6 લોકોને નિષ્કાસિત કરાયા છે. પરંતુ સંગઠન અનુશાસનહીન  લોકો પર કાર્યવાહી  કરી શકશે તેના પર શંકાના વાદળો છવાયા છે. 

તેમણે કહ્યું કે 'બીજી બાજુ અન્ય જૂથો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તથા નેતાઓ તેમને બહુ એવો ભાવ આપતા નથી જેના તેઓ હકદાર છે. કોંગ્રેસને અનુશાસિત બનાવવા માટે હાલ એવા જ કડક ફેસલા લેવાની જરૂર છે જે રીતે બગડેલા ઘોડા પર કાબુ મેળવવા માટે ચાબુક ચલાવાય છે. '
                                                                              

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news