ધર્મસભા: અયોધ્યા જવા મુદ્દે ઉમા ભારતીએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ

2005માં મુખ્યમંત્રી પદથી હટાવાયા બાદ ભાજપથી નારાજ થઇને ઉમા ભારતી પગપાળા ભોપાલથી રામરોટી યાત્રા લઇને અયોધ્યા પહોંચ્યા હતા

ધર્મસભા: અયોધ્યા જવા મુદ્દે ઉમા ભારતીએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ

રાયસેના : 1992માં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ આંદોલનના નેતૃત્વ કરનારા સંત અને ભાજપના નેતા ઉમા ભારતી રવિવારે અયોધ્યામાં આયોજીત ધર્મસભામાં નહોતા પહોંચી શક્યા. વર્તમાનમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી રવિવારે રાયસેના જિલ્લાની બે વિધાનસભામાં ભાજપ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો. કેન્દ્રીયમંત્રી ઉમા ભારતીએ શિવસેના પ્રમુક ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે, હવે તો કોઇ પણ અયોધ્યા જઇ રહ્યું છે. હું તે સમયે અયોધ્યા ગઇ હતી, જ્યારે મુલાયમ સિંહે કહ્યું હતું કે ઉમા ભારતી આવે તો તેનાં પગમાં ગોળી મારી દેવામાં આવે. ત્યારે મે કહ્યું હતું કે માંનું દુધ પિધુ હોય તો મને રોકીને દેખાડો. મે કાર સેવકનું નેૃત્વ કર્યું હતું. 

ઉમા ભારતીએ આગળ કહ્યું કે, ત્યાર બાદ જે દિવસે વીપી સિંહની સરકાર પડી ભાંગી તે દિવસે મુલાયમ સિંહ પાસેથી મળી તો મે તેમને કહ્યું હતું. કહો ભાઇ સાહેબ કોણે માંનુ દુધ પીધું છે. તો તેઓ બોલે મે સ્વિકારી લીધું કે તમે માંનું દુધ પીધું છે. મે ભેંસનું દુધ પીધું છે. મે તમારૂ માન હંમેશા રાખ્યું છે તમે મારૂ માન રાખો. પત્રકારોએ જ્યારે ઉમાને સવાલ કર્યો કે અયોધ્યામાં નવો નારો પહેલા મંદિર પછી સરકાર બુલંદ થઇ રહ્યો છે. તો ઉમાએ ચુપકીદી સાધી અને ચુપચાપ આગામી કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. 

ઉમા ભારતી આજે રાયસેન જિલ્લાનાં સિલવાની વિધાનસભા ક્ષેત્રના બમ્હોરી ગામમાં ભાજપ ઉમેદવાર રામપાલ સિંહના પક્ષમાં પ્રચાર કરવા માટે હેલિકોપ્ટથી આવ્યા હતા. 2005માં મુખ્યમંત્રી પદથી હટાવાયા બાદ ભાજપથી નારાજ થઇને ઉમા ભારતી પગપાઘા ભોપાલથી રામરોટી યાત્રા લઇને અયોધ્યા પહોંચ્યા હતા. ઉમા ભારતીએ તે સમયે કહેતા હતા કે રામલલા તેમના હૃદયમાં છે. જો કે આજે સમય બદલાઇ ચુક્યો છે. અયોધ્યામાં આયોજીત ધર્મસભામાં સંત હોવાના કારણે જવાનું હતું. પરંતુ ચુટણીની વ્યસ્તતાના કારણે તેઓ મધ્યપ્રદેશની ચૂંટણી પ્રચારમાં લાગેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news