પહેલા ભ્રષ્ટાચાર પર ભાષણો કરતા PM હવે ચુપ થઇ ગયા છે: રાહુલનો વ્યંગ

મધ્યપ્રદેશના સાગરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી જનસભા સંબોધિત કરતા કહ્યું કે, અમારી સરકાર બન્યાનાં 10 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરીશું અને ખેડૂતોને રોજગાર પણ આપીશું

પહેલા ભ્રષ્ટાચાર પર ભાષણો કરતા PM હવે ચુપ થઇ ગયા છે: રાહુલનો વ્યંગ

સાગર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદે્શના સાગરનાં દેવરી વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા છે. અહીં તેઓ કોંગ્રેસ ઉમેદવાર અને હાલનાં ધારાસભ્ય હર્ષ યાદવનાં પક્ષમાં ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે, દેશ અને પ્રદેશની સામે ઘણી સમસ્યાઓ છે. તેમણે ખેડૂતોથી સત્તામાં આવ્યા બાદ 10 દિવસની અંદર દેવુ માફ કરવા અને યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. 

નોટબંધી મુદ્દે રાહુલે નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. આ વાત આગામી સમયમાં સાબિત થઇ જશે. રાહુલે કહ્યું કે, મોદીએ નોટબંધી કરી અને ખેડૂતો, મજુરોની માતાઓ અને બહેનોને લાઇનમાં ઉભા કર્યા હતા. જો કે હિન્દુસ્તાનનાં ચોરોને મેહુલ ચોક્સી, નીરવ મોદી અને કોઇ અબજોપતિને લાઇનમાં ઉભેલા જોયા. 

મેહુલ ચોક્સી દેશની બહાર ગયા બાદ અરૂણ જેટલીની પુત્રીનાં ખાતામાં પૈસા જમા કરાવ્યા અને વિજય માલ્યા ભાગતા પહેલા અરૂણ જેટલીને મળે છે. તેમને લાઇનમાં ઉભેલા જોયા. રાહુલે કહ્યું કે, શિવરાજ સિંહે પ્રદેશની સ્વાસ્થય અને શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. શિક્ષણ વ્યવસ્થાની પરિસ્થિતી આ પ્રકારે કરી દીધી છે કે મધ્યપ્રદેશમાં જે ચિટિંગ કરી શકે છે તે પાસ થઇ જ શકે નહી. તેમણે કહ્યું કે પ્રદેશમાં સ્વાસ્થય સેવાની પરિસ્થિતી ખુબ જ ખરાબ છે. 

રાહુલે કહ્યું કે, દેશ અને પ્રદેશમાં રોજગારની ઘણી મોટી સમસ્યા છે. બાજપ શાસિત રાજ્ય જાવ અને યુવાનોને પુછો શું કરો છો તો તેમનો જવાબ હોય છે કંઇ જ નહી. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ 75 લાખ યુવા બેરોજગાર છે. બે વર્ષમાં તેનો ગ્રાફ ખુબ જ ઝડપથી વધ્યો છે. બે વર્ષમાં તેનો ગ્રાફ ખુબ જ ઝડપથી વધ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યુવા માટે કંઇ જ નથી કરી રહ્યા. તેઓ બસ માત્ર  જાહેરાત કરી શકે છે. 700 પટાવાળાઓ માટે ત્રણ લાખ યુવાનોને નોકરી માટે ફોર્મ ભર્યું છે. 

રાહુલે કહ્યું કે, 24 કલાકમાં 50 હજાર યુવાનોને નોકરી મળે છે. જ્યારે અમારા દેશમાં સાડા ત્રણસો લોકોને. શિવરાજે એક પણ વ્યક્તિને નોકરી નથી આપી. અમારી સરકાર આવે છે તો અમે પ્રદેશનાં ખાલી પદો પર ભરવાનું કામ કરીશું અને તેમને રોજગાર આપીશું. 

ખેડૂતોનાં મુદ્દે રાહુલ ગાંધીએ શિવરાજ અને મોદી સરકાર પર સવાલ ઉઠવ્યા હતા. તેમણે કહ્યું કે, શિવરાજ સિંહે 15 વર્ષમાં ખેડૂતોની કોઇ મદદ નથી કરી. મોદીએ સાડા ચાર વર્ષમાં ખેડૂતો માટે કોઇ મદદ નથી કરી. તેમણે પોતાનાં ચાર પાંચ ઉદ્યોગપતિઓનાં મદદ કરી છે. ખેડૂતોને પૈસાને ઉદ્યોગપતિઓને આપવાનું કામ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news