ગજબ છે આ પોલીસ! હત્યાનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા તપાસ કરવાની જગ્યાએ કર્યું એવું કામ...જાણી છક થશો

સામાન્ય રીતે જો હત્યાની ઘટના ઘટે તો શું થાય? પોલીસ તપાસ કરે અને હત્યાના આરોપીને પકડે. આરોપીને પકડવાનું કામ પોલીસ કરતી હોય છે. પરંતુ જો આ જ પોલીસ હત્યાનું કોકડું ઉકેલવા માટે કોઈ સાધુ સંતના દરબારમાં પહોંચી જાય તો?

ગજબ છે આ પોલીસ! હત્યાનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા તપાસ કરવાની જગ્યાએ કર્યું એવું કામ...જાણી છક થશો

સામાન્ય રીતે જો હત્યાની ઘટના ઘટે તો શું થાય? પોલીસ તપાસ કરે અને હત્યાના આરોપીને પકડે. આરોપીને પકડવાનું કામ પોલીસ કરતી હોય છે. પરંતુ જો આ જ પોલીસ હત્યાનું કોકડું ઉકેલવા માટે કોઈ સાધુ સંતના દરબારમાં પહોંચી જાય તો? તમે વિચારશો કે આવું ક્યાંથી બને કે પોલીસ અંધશ્રદ્ધામાં અટવાય....પણ મધ્ય પ્રદેશમાં આવું ખરેખર બન્યું છે. છતરપુર પોલીસે આવું જ કઈંક કરતા લોકો આશ્ચર્યચકિત બન્યા છે. 

વાત જાણે એમ છે કે ગત મહિને ઓટાપુરવા ગામમાં 28મી તારીખે પોલીસને એક 17 વર્ષની તરુણીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. મૃતક તરુણીના કુટુંબીજનોએ ગામના ત્રણ છોકરા પર આ છોકરીની હત્યા કરીને મૃતદેહ કૂવામાં ફેંકી દેવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે મૃતક છોકરીના પરિજનોની ફરિયાદના આધારે ત્રણેય છોકરાને અટકમાં લઈ પૂછપરછ કરી હતી. પરંતુ આ ત્રણેય છોકરાનું  લોકેશન ઘટનાના દિવસે ઘટનાસ્થળે ન મળી આવતા પોલીસ ગૂંચવાઈ અને મામલાનો ખુલાસો કરી શકતી નહતી. ત્યારબાદ પોલીસે ભવિષ્વાણી કરતા એક સંત પંડોખર સરકારનો આશરો લીધો. પોલીસમથકના એએસઆઈ અનિલ શર્મા તેમના દરબારમાં પહોચ્યા તો પંડોખર સરકારે પોલીસને  હત્યાના ખુલાસા માટે કેટલાક ક્લૂ પણ આપ્યા. આ ક્લૂના આધારે પોલીસે ત્રણેય છોકરાઓને છોડીને મૃતક છોકરીના કાકા તીરથ અહિરવાર પર ભત્રીજીની હત્યાનો આરોપ લગાવીને ધરપકડ કરી લીધી. 

પોલીસે  ખુલાસામાં દાવો કર્યો હતો કે આરોપી કાકાને ભત્રીજીના ચરિત્ર પર શંકા હતી આથી તેમણે ભત્રીજીનું ગળું દાબીને હત્યા કરી નાખી અને ત્યારબાદ મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો. પરંતુ મૃતક તરુણીના પરિજનોને આ વાત કઈ પચી નહીં અને ત્યારબાદ બમીઠા પોલીસ મથક ઈન્ચાર્જ પંકજ શર્મા પાસે તેઓ ગયા. તે વખતે પીડિતના પરિજનોને પંડોખર સરકારનો આ વીડિયો દેખાડવામાં આવ્યો જે આ હત્યાકાંડમાં ત્રણેય યુવકો ઉપરાંત કોઈ ચોથાને હત્યા માટે ક્લૂ આપી રહ્યો હતો. આ વીડિયોના આધારે જ પીડિત પરિવારને પોલીસની કહેલી વાત પચી નહીં અને એસપીને આ મામલે આવેદન આપીને પોલીસની આ હરકત પર ફરિયાદ કરી. 

આ સમગ્ર મામલાને એસપીએ ગંભીરતાથી લીધો અને પોલીસ મથક ઈન્ચાર્જ પંકજ શર્માને લાઈન અટેચ કરી દીધા તથા એએસઆઈ અનિલ શર્માને સસ્પેન્ડ કરી દીધા. આ મામલે ખજૂરાહો એસડીઓપીને તપાસના આદેશ પણ અપાયા છે. તમને પણ જાણીને નવાઈ લાગશે કે પોલીસ પોતાની રીતે તપાસ કરવાની જગ્યાએ આમ સાધુ સંતના દરબારમાં કઈ રીતે પહોંચી જાય? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news