ટુ ચાઈલ્ડ પોલીસીનું સમર્થન કરતા વસીમ રિઝવીએ કહ્યું-'જાનવરોની જેમ બાળકો પેદા ન કરાય'
આરએસએસ (RSS) ચીફ મોહન ભાગવત (Mohan Bhagwat) ના જનસંખ્યા નિયંત્રણવાળા નિવેદન પર શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી ( Wasim Rizvi) એ પ્રતિક્રિયા આપી છે. રીઝવીએ સોમવારે કહ્યું કે 'જાનવરોની જમ વધુ બાળકો પેદા કરવા એ સમાજ અને હિન્દુસ્તાનની વધતી વસ્તી માટે ખરાબ વસ્તુ છે.'
Trending Photos
લખનઉ: આરએસએસ (RSS) ચીફ મોહન ભાગવત (Mohan Bhagwat) ના જનસંખ્યા નિયંત્રણવાળા નિવેદન પર શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી ( Wasim Rizvi) એ પ્રતિક્રિયા આપી છે. રીઝવીએ સોમવારે કહ્યું કે 'જાનવરોની જમ વધુ બાળકો પેદા કરવા એ સમાજ અને હિન્દુસ્તાનની વધતી વસ્તી માટે ખરાબ વસ્તુ છે.' તેમણે કહ્યું કે 'વધુ બાળકોનો બોજ પરિવાર માટે ખતરનાક છે. તેમણે કહ્યું કે દેશમાં ટુ ચાઈલ્ડ પોલીસી જલદી લાગુ થવી જોઈએ.'
રિઝવીએ લખનઉમાં કહ્યું કે 'કેટલાક લોકોનું માનવું છે કે બાળકો પેદા થવા એક કુદરતી છે અને તેને રોકવું જોઈએ નહીં. પરંતુ આપણે એ સમજીએ છીએ કે જાનવરોની જેમ વધુ બાળકો પેદા કરવા એ સમાજ અને હિન્દુસ્તાનની વધતી જનસંખ્યા માટે પણ ખરાબ છે.' તેમણે કહ્યું કે 'જો તમારે બે બાળકો હોય તો તમે તેમને સારી તાલિમ આપી શકો છો. તેમને સારું શિક્ષણ આપીને તેમનું ભવિષ્ય સવારી શકો છો.'
જુઓ LIVE TV
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષે કહ્યું કે વધુ બાળકોનો બોજ તમારા પરિવાર માટે પણ નુકસાનકારક બની શકે છે. વધતી જનસંખ્યા દેશ માટે પણ જોખમ છે. તેમણે ટુ ચાઈલ્ડ પોલીસી પર સમર્થન વ્યક્ત કરતા કહ્યું કે જો બે બાળકોને લઈને કાયદો બને છે અને તેનાથી વસ્તી નિયંત્રિત થાય છે તો આપણે એ સમજીએ છીએ કે તે હિન્દુસ્તાન માટે વધુ સારું છે.
તેમણે કહ્યું કે વધતી જનસંખ્યાને જોતા આ કાયદો જેટલો જલદી આવે તેટલું સારું છે. હિન્દુસ્તાને આ કાયદો જલદી લાગુ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે