લોકસભા ચૂંટણી 2019: ક્રિકેટની પીચ પર કંઈક આ રીતે ઉર્મિલાએ કર્યો પ્રચાર
અભિનયના ક્ષેત્રમાંથી નેતાગીરીમાં કૂદકો મારનારી અભિનેત્રી ઉર્મિલા માંતોડકર એક અલગ અંદાજમાં જ પ્રચાર કરી રહી છે. ઉર્મિલા રવિવારે નોર્થ મુંબઈના કાંદીવલીમાં પ્રચાર કરવા પહોંચી હતી
Trending Photos
મુંબઈઃ નોર્થ મુંબઈ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી રહેલી અભિનેત્રી ઉર્મિલા માંતોડકર જોરદાર પ્રચાર કરી રહી છે. અભિનયના ક્ષેત્રમાંથી નેતાગીરીમાં કૂદકો મારનારી અભિનેત્રી ઉર્મિલા માંતોડકર એક અલગ અંદાજમાં જ પ્રચાર કરી રહી છે. ઉર્મિલા રવિવારે નોર્થ મુંબઈના કાંદીવલીમાં પ્રચાર કરવા પહોંચી હતી.
કાંદીવલીમાં સહ્યાદ્રીનગરમાં કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. ઉર્મિલા યુવાનો વચ્ચે પહોંચી ગઈ અને બેટ લઈને બેટિંગ કરવા લાગી. તેણે યુવાનો સાથે ક્રિકેટ રમવાનો આનંદ લીધો. આ અગાઉ ઉર્મિલા બોરિવલીમાં પ્રચાર કરવા માટે રીક્ષામાં પહોંચી હતી. આટલું જ નહીં અહીં તેણે ઝુંપડપટ્ટીના બાળકો સાથે ગીત ગાયું હતું. બોરીવલી નેશનલ પાર્કમાં મોર્નિંગ વોક કરતા સમયે પણ ઉર્મિલા ચર્ચામાં રહી હતી.
નોર્થ મુંબઈમાં કોંગ્રેસની ઉર્મિલાનો સામનો ભાજપના ગોપાલ શેટ્ટી સાથે છે. ઉર્મિલાએ પોતાની 68.28 કરોડની સંપત્તિ જાહેર કરી છે અને તેની સામે કોઈ અપરાધિક રેકોર્ડ નોંધાયો નથી. ચૂંટણી પંચમાં દાખલ કરેલી એફિડેવીટ મુજબ 2013-14માં માંતોડકરની આવક રૂ.1.27 કરોડ હતી, જે 2017-18માં બમણા કરતાં પણ વધીને રૂ.2.85 કરોડ થઈ ગઈ હતી.
ઉર્મિલાના પતિ એમ.એ. મીરની જંગમ મિલકત રૂ.32,35,752.53 છે અને સ્થિર સંપત્તિ રૂ.30,00,000 છે. આ રીતે તેમની કુલ સંપત્તી લગભગ રૂ.62.35 લાખ છે. ઉર્મિલા માંતોડકરે આ ઉપરાંત રૂ.32 લાખની લોન પણ લીધેલી છે. તેની સંપત્તીઓમાં બેન્કમાં જમા રકમ, રોકડ, ગાડીઓ, જમીન અને સંપત્તિમાં રોકાણનો સમાવેશ થાય છે.
મુંબઈની છ લોકસભા બેઠક પર ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે