લોકસભા ચૂંટણી 2019: આજે બીજા તબક્કામાં 12 રાજ્યની 95 સીટ માટે યોજાશે મતદાન

ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે 

લોકસભા ચૂંટણી 2019: આજે બીજા તબક્કામાં 12 રાજ્યની 95 સીટ માટે યોજાશે મતદાન

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલ, ગુરૂવારના રોજ યોજાવાનું છે. દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાશે. 

12 રાજ્યમાં 95 લોકસભા સીટ પર 1 લાખ 81 હજાર મતદાન મથક પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કામાં કુલ 1629 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેનું ભાગ્ય 15 કરોડ 79 લાખ 34 હજાર મતદારો નક્કી કરશે.

આ તબક્કામાં AIADMK સામે સૌથી વધુ 35 અને ભાજપ સામે 26 બેઠકો બચાવવાનો પડકાર છે. આ તબક્કામાં કોંગ્રેસની 11, શિવસેનાની 4, BJDની 3, RJD અને JD-Sની બે-બે, સીપીએમ, જેડીયુ, તૃણમુલ કોંગ્રેસ, એનસીપી, નેશનલ કોન્ફરન્સ, એઆઈયુડીએફ, પીએમકે અને AINRCની 1-1 સીટ દાવ પર છે.

દેશમાં લોકસભા ચૂંટણી 2019 માટે પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ, 2019ના રોજ યોજાયું હતું. પ્રથમ તબક્કામાં 14 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે બીજા તબક્કામાં 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાના કુલ મતદારોમાં 8.02 કરોડ પુરુષ મતદાર, 7.76 કરોડ મહિલા મતદાર અને 11,136 ત્રીજી જાતિના મતદાર છે. 

બીજા તબક્કાના મતદાનની રાજ્યવાર માહિતી 

તમિલનાડુ-39
કુલ 39 સીટ, 38 સીટ પર યોજાશે મતદાન. વેલ્લોર સીટનું મતદાન ચૂંટણી પંચ દ્વારા મંગળવારે રદ્દ કરાયું છે. 
કુલ મતદારઃ 5.98 કરોડ

ઉત્તરપ્રદેશ-8
ફતેહપુર સિકરી, આગરા, મથુરા, હાથરસ, અલીગઢ, બુલંદશહર, અમરોહા, નગીના
કુલ મતદારઃ1.40 કરોડ

મહારાષ્ટ્ર-10
બુલઢાણા, અકોલા, અમરાવતી, હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર
કુલ મતદારઃ 1.85 કરોડ

કર્ણાટક-14
કોલાર, ચિકબલપુર, બેંગલુરુ-દક્ષિણ, બેંગલુરુ મધ્ય, બેંગલુરુ ઉત્તર, બેંગલુરુ ગ્રામ્ય, ચમરાજનગર, મૈસુર, માંડ્યા, તુમકુર, ચિત્રદુર્ગ, દક્ષિણ કન્નડ, હાસન, ઉડ્ડપી, ચિકમંગલૂર.
કુલ મતદારઃ 2.63 કરોડ

છત્તીસગઢ-3
રાજનાદગાંવ, મહાસમુંદ, કાંકેર

પશ્ચિમ બંગાળ-3
રાયગંજ, દાર્જિલિંગ, જલપાઈગુડી

બિહાર-5
બાંકા, ભાગલપુર, પૂર્ણઇયા, કટિહાર, કિશનગંજ

ઓડિશા-5
બરગઢ, અસ્કા, કંધમાલ, બાલાગીર, સુંદરગઢ

જમ્મુ-કાશ્મીર-2
ઉધમપુર, શ્રીનગર 

આસામ-5
કરીમગંજ, સિલચર, મંગલદોઈ, નાઓગોંગ,સ્વાયત્ત જિલ્લો

મણિપુર-1
ઈનર મિણપુર

પુડુચેરી-1

બીજા તબક્કાના જાણીતા ચહેરા
હેમામાલિની(મથુરા), રાજ બબ્બર (ફતેહપુર સિકરી), ફારુક અબ્દુલ્લા(શ્રીનગર), પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા (તુમકુર), વિરપ્પા મોઈલી(ચિકબલપુર), તારીક અનવર(કટિહાર), કનિમોઝી કરૂણાનિધી(થુતુકુડી), એ. રાજા (નિલગીરી), કિર્તી ચિદમ્બરમ(સિવાગંગા). 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news