બેંગ્લુરૂમાં કોંગ્રેસ ધારાસભ્યના ઘર બહાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
ઘટના બાદ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી અને સ્નીફર ડોગની સેવા લેવાઇ રહી છે, પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ બે ફોરેન્સિક વિશેષજ્ઞ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે
Trending Photos
બેંગ્લુરૂ : બેંગ્લુરૂમાં રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય મુનીરત્નાના ઘરની બહાર મોટી દુર્ઘટના થઇ હતી. મુનીરત્નાનાં ઘર સામે રવિવારે સવારે એક વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનાં મોતની પૃષ્ટી થઇ છે. શરૂઆતી તપાસ રિપોર્ટના અનુસાર આ વિસ્ફોટ કેમિકલ દ્વારા કરવામાં આવ્યો. વિસ્ફોટમાં રાસાયણીક તત્વોનાં ઉપયોગની વાત સામે આવી રહી છે.
પોલીસને ઘટના સ્થળ પરથી લીલા રંગની બેગ મળી
કોંગ્રેસ ધારાસભ્યનાં ઘર નજીક વિસ્ફોટની મહિતી મળતા જ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે તપાસ ચાલુ કરી દીધી છે. પોલીસને શંકા છેકે કેટલાક લોકો જાણી બુઝીને આ બધુ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યા બાદ બેંગ્લુરૂના પોલીસ કમિશ્નર ટી. સુનીલ કુમારે જણાવ્યું કે, જ્યાં વિસ્ફોટ થયો ત્યાં એક ખાડો બની ગયો. એક વ્યક્તિનું મોત થઇ ગયું. ઘટના સ્થળ પર લીલા રંગની એક પ્લાસ્ટીકની બેગ મલી આવી છે અને તપાસ હજી ચાલી રહી છે.
મહા EXIT POLL 2019: ZEE NEWS પર આજે સાંજે 5 વાગ્યાથી જુઓ 'poll of polls'
ઘટના સ્થળ પર પહોંચેલા બે ફોરેન્સિક નિષ્ણાંતો
ઘટના બાદ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે અને સ્નીફર ડોગની સેવા લેવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ બે ફોરેન્સીક વિશેષજ્ઞ ઘટના સ્થળ પર પહોંચ્યા અને કેટલાક સામગ્રી એકત્ર હતી. તેમણે જણાવ્યું કે, જ્યા સુધી ફોરેન્સિક નિષ્ણાંતો પોતાનાં અહેવાલો જમા નથી કરાવી દેતા ત્યા સુધી કોઇ પરિણામો પર પહોંચવામાં ઉતાવળ થશે. મુનીરત્નએ કહ્યું કે, પોલીસ તપાસ પુરી થતા સુધી કોઇ પણ પરિણામ સુધી પહોંચવું ખોટું છે કારણ કે તેના કારણે અફવાઓનું પ્રમાણ વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે