ગુજરાતમાં દારૂબંધી છતા ''ચોકીદાર'' ને ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પુજા

ગુજરાતના નર્મદા જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે જ્યાં આજની તારીખે પણ દારૂ ચડાવવો પડે છે

ગુજરાતમાં દારૂબંધી છતા ''ચોકીદાર'' ને ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પુજા

અમદાવાદ : ચોકીદાર શબ્દ એવો છે જે હાલમાં ટીવીમાં ખુબ સાંભળવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી પોતાની જાતને ચોકીદાર ગણાવી રહ્યા છે અને પોતાનાં નામની આગળ ચોકીદાર શબ્દને પણ જોડ્યો છે. ભાજપનાં અનેક દિગ્ગજ રાજનેતા પણ સોશિયલ મીડિયા પર ચોકીદાર બની ચુક્યા છે. પરંતુ ગુજરાતનાં નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના આદિવાસી ગામ દેવ મોગરામાં સદીઓથી ચોકીદારની પુજા કરવામાં આવી રહી છે. આ ગામનાં નાગરિક દેવદારવનિયા ચોકીદારની પુજા કરે છે. તેમના અનુસાર તેઓ વર્ષોથી આ ગામની સુરક્ષા કરી રહ્યા છે. 

ગામના નિવાસી માનસિંહ વસાવાએ કહ્યું કે, ચૂંટણી થવાની છે તેવામાં અમે હાલનાં દિવસોમાં વડાપ્રધાન મોદીનાં ચોકીદાર શબ્દ અંગે લાંબા સમયથી સાંભળી રહ્યા છીએ. લોકો આજકાલ પોતાનાં નામની આગળ ચોકીદાર લગાવીને ગર્વ અનુભવી રહ્યા છે પરંતુ અમે ઘણા લાંબા સમયથી ચોકીદારની પુજાકરી રહ્યા છીએ.

યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યો પ્રહાર
 સ્થાનિક લોકોના અનુસાર એક વાર પંડોરી માતા નારાજ થઇને ઘર છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ રાજા પાંડદેવે તેમને શોધવાનું ચાલુ કર્યું. તેમણે દેવ મોગરા ગામમાં તેમનો ઘોટો અટકાવી દીધો. માનસિંહે કહ્યું કે, આ સ્થાન લોકો માટે પુજનીય સ્થળ બની ગયું અને ત્યાર બાદ અહીં પંડોરી માતાનું એક મંદિર બનાવવામાં આવ્યું. મંદિરથી થોડા અંતરે દેવદારવનિયા ચોકીદારનો મદિર પણ બનાવવામાં આવ્યું છે. 

સ્થાનિક લોકોની માન્યતા છે કે દેવદરવનિયા ચોકીદાર માતા અને અમારી રક્ષા કરે છે. જે ભક્ત પંડોરિ માતાની પુજા કરવા માટે આવે છે તે તેમણે પહેલા ચોકીદારના મંદિરે જવુ પડે છે. આખુ વર્ષ મહારાષ્ટર્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા રહે છે. દિવાળી અને નવરાત્રી દરમિયાન અહી મેળો ભરાય છે. સૌથી રસપ્રદ બાબત છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ ભક્તો તેને દેશી દારૂ પ્રસાદ તરીકે ચડાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news