કોંગ્રેસે મોડી રાતે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી, રાઠોડને ટક્કર આપશે કૃષ્ણા પૂનિયા

કોંગ્રેસે સોમવારે મોડી રાતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતની 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. જેમાં પ્રમુખ નામ આંતરરાષ્ટ્રીય પદક વિજેતા તથા કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારા કૃષ્ણા પૂનિયાનું છે.

કોંગ્રેસે મોડી રાતે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી, રાઠોડને ટક્કર આપશે કૃષ્ણા પૂનિયા

નવી દિલ્હી: કોંગ્રેસે સોમવારે મોડી રાતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતની 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. જેમાં પ્રમુખ નામ આંતરરાષ્ટ્રીય પદક વિજેતા તથા કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારા કૃષ્ણા પૂનિયાનું છે. કોંગ્રેસે તેમને કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સામે જયપુર ગ્રામીણથી મેદાનમાં ઉતાર્યા છે. 

પાર્ટી તરફથી બહાર પાડવામાં આવેલી સૂચિ મુજબ રાજસ્થાનમાં છ, મહારાષ્ટ્રમાં 2 અને ગુજરાતની એક બેઠક માટે કોંગ્રેસે મોડી  રાતે ઉમેદવારોના નામ જાહેર કર્યાં. ગુજરાતની મહેસાણા બેઠક પરથી પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસ તરફથી એ. જે. પટેલ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. 

આ ઉમેદવારોમાં પ્રમુખ નામ કૃષ્ણા પૂનિયાનું છે. જે જયપુર ગ્રામીણથી ઓલિમ્પિક પદક વિજેતા રાઠોડને ટક્કર આપશે. ચક્કા ફેંક ખેલાડી કૃષ્ણાએ કોમનવેલ્થ ગેમ્સ 2010માં સ્વર્ણ પદક જીત્યો હતો. જ્યારે રાઠોડે 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં રજત પદક જીત્યો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્રની રાવેર બેઠક પરથી ડો, ઉલ્લાસ પાટીલ, પૂણે બેઠક પરથી મોહન જોશી, રાજસ્થાનની ગંગાનગર (એસસી) બેઠક પરથી ભરતરામ મેઘવાલ ચૂંટણી લડશે.

— ANI (@ANI) April 1, 2019

રાજસ્થાનની અજમેર બેઠક પરથી રીજ્જુ ઝૂનઝૂનવાલાને, રાજસમન્દ માટે દેવકીનંદન ગુર્જર, ભીલવાડાથી રામપાલ શર્મા અને ઝાલાવાડ-બારનની બેઠક માટે પ્રમોદ શર્માને કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.     

કૃષ્ણા પૂનિયા હાલ ધારાસભ્ય પણ છે. આ અગાઉ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ તથા અન્ય  કેટલાક રાજ્યો માટે 315 ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. જેમાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news