Lok Sabha Elections: માત્ર સુરત જ નહીં આ જગ્યાએ પણ વિપક્ષના ઉમેદવારોના ફોર્મ કરવામાં આવ્યા રદ્દ, જાણો વિગત

2024 Lok Sabha Elections: લોકસભા ચૂંટણીના બીજા ફેઝનું મતદાન 26 એપ્રિલે થવાનું છે. તે પહેલા કોંગ્રેસ, એસપી, બીએસપીને મોટો ઝટકો લાગ્યો છે. અલગ-અલગ જગ્યા પર ત્રણેય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. આખરે ચૂંટણીમાં ઉમેદવારનું ફોર્મ રદ્દ કેમ થાય છે, જાણો દરેક વાત.

Lok Sabha Elections: માત્ર સુરત જ નહીં આ જગ્યાએ પણ વિપક્ષના ઉમેદવારોના ફોર્મ કરવામાં આવ્યા રદ્દ, જાણો વિગત

નવી દિલ્હીઃ 2021ના ચૂંટણી જંગમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. તેને લઈને દરેક પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. તો આ ચૂંટણીમાં ઘણી સીટો એવી રહી જ્યાં ઉમેદવારોના ઉમેદવારી પત્રમાં કોઈ ભૂલ હોવાને કારણે રદ્દ કરી દેવામાં આવ્યા. આ યાદીમાં કોંગ્રેસ, બીએસપી અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારો સામેલ છે. સૌથી નવી ઘટના ગુજરાતની સુરત લોકસભા સીટની છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવી છે. આ પહેલા અન્ય નેતાઓ સાથે પણ આમ બન્યું છે. મધ્ય પ્રદેશોના ખજુરાહોમાં સપા ઉમેદવારની ઉમેદવારી રદ્દ થઈ. તો ઉત્તર પ્રદેશની આંવલા અને બરેલી લોકસભા સીટથી બીએસપી ઉમેદવારોની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવી છે.

કઈ રીતે રદ્દ થાય છે ઉમેદવારી?
ચૂંટણી તારીખોની જાહેરાત કરવાની સાથે ચૂંટણી પંચ ઉમેદવારીની તારીખથી લઈને નામ પરત લેવાની તારીખ સુધીનો કાર્યક્રમ જાહેર કરે છે. જ્યારે ઉમેદવારી શરૂ થાય છે તો અલગ-અલગ પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર ફોર્મ ભરે છે. કોઈપણ નાગરિક ઉમેદવારી નોંધાવી શકે છે, તે માટે તેનું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. ઉમેદવારી દરમિયાન ઉમેદવારને ફોર્મ આપવામાં આવે છે, જેમાં દરેક જરૂરી જાણકારીઓ આપવાની હોય છે. જો ફોર્મ ભરવા સમયે કોઈ ખોટી જાણકારી આપવામાં આવી કે પછી ફોર્મ ખોટું કે અધુરૂ ભરવામાં આવ્યું તો ઉમેદવારી રદ્દ થઈ શકે છે. ઉમેદવારી પ્રક્રિયા સહિત ચૂંટણી કાર્યક્રમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીની ભૂમિકા મહત્વની હોય છે.

સુરતમાં કેમ રદ્દ થયું કોંગ્રે ઉમેદવારનું ઉમેદવારી પત્ર
ગુજરાતમાં સુરતમાં મતદાન પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ્દ કરી દીધુ છે. ભાજપ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી કે કુંભાણી અને તેના ડમી ઉમેદવારના ફોર્મમાં જે પ્રસ્તાવકોએ સહી કરી છે તે સહી તેની નથી. ત્યારબાદ વિવાદ વધ્યો અને ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારને પોતાનો પક્ષ રાખવાની તક આપી હતી. 21 એપ્રિલે 11 કલાકે કોંગ્રેસનો પક્ષ સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટર/ચૂંટણી અધિકારીએ બંનેના ફોર્મ રદ્દ કર્યા. કોંગ્રેસે તે માટે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેણે ભાજપ પર સામ, દામ, દંડથી ઉમેદવારી રદ્દ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ તરફથી આ નિર્ણયને હાઈકોર્ડમાં પડકારવામાં આવી શકે છે.

બરેલીમાં બીએસપી ઉમેદવારનું ફોર્મ રદ્દ
આ લિસ્ટમાં માયાવતીની પાર્ટી બીએસપીના બે ઉમેદવાર પણ સામેલ છે. યુપીના બરેલી અને આંવલા લોકસભા સીટ પર બીએસપી ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે. બરેલી લોકસભા સીટથી બીએસપીએ છોટેલાલ ગંગવારને ટિકિટ આપી હતી, પરંતુ તેમનું ફોર્મ રદ્દ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી રવીન્દ્ર કુમારે જણાવ્યું કે બરેલી લોકસભા સીટથી 28 ઉમેદવારોએ 42 ફોર્મ ભર્યા હતા. શનિવારે ઉમેદવારી પત્રોની તપાસ થઈ. તપાસ દરમિયાન 14 ઉમેદવારોના ફોર્મને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે બરેલીથી બસપા ઉમેદવાર છોટેલાલ ગંગવારે બે ઉમેદવારી પત્રો ભર્યા હતા- એક 16 એપ્રિલ અને એક 18 એપ્રિલ. બસપા ઉમેદવારના ફોર્મમાં કેટલીક કોલમ ખાલી હતી. આ કારણે તેમનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.

આંવલામાં પણ બીએસપી ઉમેદવારનું ફોર્મ રદ્દ
તો આંવલા સીટથી ચૂંટણી લડનાર સત્યવીર સિંહનું ફોર્મ પણ રદ્દ કરવામાં આવ્યું છે. સત્યવીર પોતાને બીએસપીના ઉમેદવાર ગણાવી રહ્યાં હતા, પરંતુ પાર્ટી સુપ્રીમો માવાયતીએ સિંબલ આબિદ અલીને આપી દીધો. આરોપ છે કે સત્યવીર નકલી લેટર લગાવી પોતાની દાવેદારી વ્યક્ત કરી રહ્યો હતો. માવાયતીના નિર્ણયથી સત્યવીર સિંહને ઝટકો લાગ્યો છે. રિટર્નિંગ ઓફિસરે તેનું ફોર્મ રદ્દ કરી દીધુ છે.

ખજુરાહોમાં સપાના ઉમેદવારનું ફોર્મ રદ્દ
આ પહેલા સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારનું ફોર્મ પણ નકારી દેવામાં આવ્યું છે. આ મામલો મધ્યપ્રદેશની ખજુરાહો સીટનો છે. સમાજવાદી પાર્ટીએ મીરા યાદવને ટિકિટ આપી હતી. પરંતુ તેમનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું છે. સપા ઉમેદવારનું ફોર્મ રદ્દ થવા પર અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે આ ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ. 

શિવમોગ્ગામાં આપ ઉમેદવારનું ફોર્મ રદ્દ
કર્ણાટકના શિવમોગ્ગા લોકસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. આપ ઉમેદવાર સુભાન ખાનનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું કે સુભાન ખાને પાર્ટીનું બી-ફોર્મ જમા ન કર્યું. પરંતુ તેમને એક અપક્ષ ઉમેદવારના રૂપમાં માનવાની કોઈ તક નહોતી કારણ કે તેમાં  માત્ર બે પ્રસ્તાવકોનો ઉલ્લેખ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news