BJP Meeting: BJPમાં થઈ શકે છે મોટા ફેરફારો, રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાશે? આમના તો કપાશે પત્તાં
Lok Sabha Elections 2024: આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપ પક્ષ સંગઠન સ્તરે મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. આ સંદર્ભે ભાજપની સતત બેઠકો ચાલી રહી છે. એવી ચર્ચા પણ છે કે ભાજપ કેટલાક રાજ્યોના પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવી સંભાવના છે. આ સિવાય ભાજપ સંગઠન અને સરકારમાં પણ મોટાપાયે ફેરફાર કરવાના મૂડમાં છે.
Trending Photos
Lok Sabha Elections 2024: એક તરફ તમામ વિરોધ પક્ષોના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ પણ જીતની હેટ્રિકની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપે હવે મેગા પ્લાન પર કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત બુધવારે (7 જૂન) બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી નેતાઓ સાથે 'ટિફિન મીટિંગ' કરી હતી. આ દરમિયાન તમામ લોકોએ સાથે બેસીને ભોજન કર્યું અને પછી ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો હતો.
2024ની ચૂંટણીની તૈયારી માટે ભાજપ મેદાનમાં ઉતર્યું છે. આ એપિસોડમાં ઉત્તર પ્રદેશની તમામ 80 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 2019ની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 64, બસપાને 10, કોંગ્રેસને 5 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. આ વખતે ચૂંટણીની રણનીતિ ઘડવા માટે જોરદાર બેઠકો ચાલી રહી છે. અગાઉ સોમવારે (5 જૂન) રાત્રે 3 કલાક અને મંગળવારે (6 જૂન) દિવસ દરમિયાન 5 કલાક માટે ભાજપ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી.
કેટલાક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલાશે
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ હાજર હતા. ભાજપના સૂત્રોનું માનીએ તો આગામી આઠ-દસ દિવસમાં મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલવામાં આવશે. યુપી અને રાજસ્થાનના પ્રભારી બદલવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કેટલાક રાષ્ટ્રીય મહાસચિવોને પણ રવાના કરી શકાય તેમ છે. આ સિવાય સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે અને રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા સ્તરે પણ ફેરફારની શક્યતા છે. એમપીમાં પ્રદેશ પ્રમુખ વીડી શર્માનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે જોકે, તેમના અને સીએમ શિવરાજ વચ્ચે સારા સંબંધો ન હોવાથી એમપીમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જામતો નથી. એક સમયે ભાજપનું મજબૂત ગણાતું સંગઠન હવે વેરવિખેરની સ્થિતિમાં છે. ભાજપ એનડીએમાં પણ વિસ્તરણ કરી શકે છે. 2018માં એનડીએમાંથી નીકળી ગયેલાં તેલુંગુ દેશમના નેતા એન ચંન્દ્રાબાબુ નાયડું સાથે પણ અમિત શાહે મીટિંગો કરી હતી. ભાજપ ટીડીપી સાથે હાથ મિલાવે છે કે નહીં એતો આગામી સમય જ બતાવશે પણ ભાજપને આંધ્રના સીએમ જગન મોહન રેડ્ડી સાથે પણ સુમેળભર્યા સંબંધો છે.
મોટા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે
કેન્દ્ર સરકારમાં સામેલ બે મોટા ચહેરાઓને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે, જ્યારે દેશના બે મોટા રાજ્યોના નાયબ મુખ્યમંત્રીઓને બે ચૂંટણીવાળા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા બે નેતાઓને કેન્દ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારીઓ આપવામાં આવી શકે છે. આ વર્ષે ઓક્ટોબરમાં રાજસ્થાનની સાથે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે લોકસભાની ચૂંટણી આવતા વર્ષે માર્ચ મહિનામાં યોજાઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ તો હવે માત્ર 3 મહિના જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવાના મૂડમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે