કાશ્મીરની સ્થિતી અંગે કોંગ્રેસ,NC અને પીડીપી જવાબદાર છે: વડાપ્રધાન મોદી

જમ્મુ અને કાશ્મીરનાં અખનુરમાં એર સ્ટ્રાઇકનાં બહાને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે

કાશ્મીરની સ્થિતી અંગે કોંગ્રેસ,NC અને પીડીપી જવાબદાર છે: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019માં પોતાનાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુરૂવારે તેઓ ત્રીજી ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે જમ્મુ અને કાશ્મીરનાં અખનુર પહોંચ્યા હતા. તેમણે અહીં પણ એર સ્ટ્રાઇકનાં બહાને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે તમે 11 એપ્રીલે કમળનું બટન દબાવશો ત્યારે આતંકવાદીઓ વચ્ચે ભાગદોડ મચી જશે. સીમા પર પણ ખલબલી મચી જશે. 

કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, મને તે ખ્યાલ નથી આવી રહ્યો કે શું સરદાર પટેલનું કોંગ્રેસ છે. શું આ જ કોંગ્રેસ સુભાષચંદ્ર બોઝનું કોંગ્રેસ છે. જ્યારે સમગ્ર દેશ બાલકોટ બાદ એક સુરમાં બોલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસનાં નેતાઓ અલગ જ વાણી ઉચ્ચારી રહ્યા છે. અહીં જમ્મુ કાશ્મીરમાં રાજ કરનારા પણ એવી વાતો કરી રહ્યા છે, જે દેશનાં હિતમાં નથી. 

કોંગ્રેસ નેતાઓ એર સ્ટ્રાઇકનાં વિરોધમાં બોલી રહ્યા છે, અણઘડ નિવેદનો આપનારા નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસ હાથ મિલાવ્યો છે. તેમના માટે સત્તા જરૂરી છે. પરિવાર જરૂરી છે. તેના માટે દેશનું માન સન્માન જરૂરી નથી. હું પરેશાન છું કે કોંગ્રેસને શું થઇ ગયું છે. 

વડાપ્રધાને કહ્યું કે, કાશ્મીરની આ પરિસ્થિતી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જવાબદાર છે. તેમની પાસે મોટા અને આકરા નિર્ણયો લેવાની હિમ્મત નથી. હું તમને જણાવવા માંગીશ કે તેઓ ગમે તેટલી શક્તિ લગાવે આ ચોકીદાર તેમની સામે મજબુતીથી ઉભો છે. તેમના બદઇરાદાઓને ક્યારે પણ પુરા નહી થવા દેવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news