પંડિત નહેરુના આ નિર્ણયને અમિત શાહે ગણાવ્યો 'કેન્સર'-કહ્યું-અત્યાર સુધી ભારત ભોગવે છે

એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જૈશ એ મોહમ્મદના સંસ્થાપક અઝહર મસૂદને ગત એનડીએ સરકાર દ્વારા છોડી મૂકવામાં આવ્યો હોવાની વાત સતત રટી રહ્યાં છે ત્યાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ પ્રકારની સંવેદનહીન ટિપ્પણી કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષે પોતાની પાર્ટી અને તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુ દ્વારા ચીન અને કાશ્મીર પર કરેલી અનેક ભૂલો અંગે વિચારવું જોઈએ જે દેશ માટે અત્યારે કેન્સર બની ગઈ છે.

પંડિત નહેરુના આ નિર્ણયને અમિત શાહે ગણાવ્યો 'કેન્સર'-કહ્યું-અત્યાર સુધી ભારત ભોગવે છે

નવી દિલ્હી: જ્યાં એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જૈશ એ મોહમ્મદના સંસ્થાપક અઝહર મસૂદને ગત એનડીએ સરકાર દ્વારા છોડી મૂકવામાં આવ્યો હોવાની વાત સતત રટી રહ્યાં છે ત્યાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ પ્રકારની સંવેદનહીન ટિપ્પણી કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષે પોતાની પાર્ટી અને તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુ દ્વારા ચીન અને કાશ્મીર પર કરેલી અનેક ભૂલો અંગે વિચારવું જોઈએ જે દેશ માટે અત્યારે કેન્સર બની ગઈ છે. શાહની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રાહુલ ગાંધીએ ગાંધીનગરમાં એક રેલીમાં પૂછ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એ કેમ નથી જણાવતા કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી પૂર્વની એનડીએ સરકારે પુલવામા હુમલા માટે જવાબદાર અઝહરને છોડી મૂક્યો હતો. 

શાહે કહ્યું કે આ પ્રકારના સવાલો ઊભા કરીને કોંગ્રેસ અધ્યક્ષ માત્ર સંવેદનહીનતા નો પરિચય નથી આપતા પરંતુ પોતાની ખુદની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સમજ ઉપર પણ સવાલ ઊભા કરી નાખે છે. શાહે શુક્રવારે એક બ્લોગમાં લખ્યું કે આ ચર્ચા ન તો મસૂદ અઝહરના છૂટકારાથી શરૂ થાય છે અને તો સમાપ્ત થાય છે. સૂચિ લાંબી છે, અને જો તેના પર ચર્ચા થઈ તો કોંગ્રેસ દોષિત પાર્ટી તરીકે જોવા મળશે. 

શાહે કહ્યું કે કંધાર વિમાન અપહરણ મામલાથી (જેના કારણે સરકારે 170 મુસાફરોના બદલે અઝહરને છોડી મૂકવો પડ્યો હતો) 10 વર્ષ અગાઉ કોંગ્રેસ સરકારે તત્કાલિન ગૃહમંત્રી મુફ્તી મહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના છૂટકારા માટે 10 આતંકીઓને છોડી મૂક્યા હતાં. 

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

તેમણે કહ્યું કે અઝહરના છૂટકારાનો નિર્ણય વાજપેયીજીએ સર્વપક્ષીય બેઠક બોલાવીને સર્વસંમતિથી લીધો હતો. પરંતુ યુપીએ સરકારે 2010માં પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા મટે એક સદભાવના તરીકે 25 આતંકીઓને એકતરફી રીતે છોડી મૂક્યા હતાં. 

નહેરુએ કરી હતી ભૂલ
જવાહરલાલ નહેરુ દ્વારા મુખ્યમંત્રીઓને લખાયેલા પત્રથી જાણવા મળે છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતાનો વિષય જ્યારે આવ્યો ત્યારે પંડિત નહેરુએ પહેલા ચીનની નીતિ પર ચાલતા આ તક ચીનના હાથમાં આપી દીધી. આ ઘટનાનો ઉલ્લેખ કોંગ્રેસના પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે પોતાના પુસ્તકમાં પણ કર્યો છે. આજે તે જ ચીન પોતાના એ અધિકારનો ઉપયોગ કરીને વારંવાર આતંકી મસૂદને બચાવવાનું કામ કરે છે. આ સાથે જ કાશ્મીરની સમસ્યાને સંયુક્ત રાષ્ટ્ર  સંઘના મંચ પર લઈ જવાની ચૂક પણ નહેરુએ કરી હતી. આતંકવાદ પર અસંવેદનશીલ ટિપ્પણી કરતા પહેલા રાહુલ ગાંધીએ પોતાની પાર્ટી અને નહેરુની આ બે ભૂલ પર એકવાર વિચારવા જેવું હતું. આ બંને ભૂલ દેશ માટે નાસૂર બની ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news