લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સામે માયાવતીના પ્રહાર, કહ્યું- માત્ર દેખાડો અને છેતરપિંડી

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સામે માયાવતીએ આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ કહ્યું કે, આ ચૂંટણી ઢંઢેરો વાયદાઓનો માત્ર દેખાડો અને છેતરપીંડી વધારે લાગે છે. કોંગ્રેસની સતત વાયદા વિરૂદ્ધનું પરિણામ છે કે તેના વાયદાઓ પ્રતિ જનતાને વિશ્વાસ નથી.

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સામે માયાવતીના પ્રહાર, કહ્યું- માત્ર દેખાડો અને છેતરપિંડી

લખનઉ: બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા લોકસભા ચૂંટણી 2019 ચૂંટણી ઢંઢેરાને વાયદાનો દેખાડો અને છેતરપિંડીવાળો ગણાવ્યો છે. માયાવતીએ કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ નિવેદન આપ્યું અને ભાજપના નેતાઓ પર જાતીવાદી અને અનિયંત્રિત નિવેદનનો આરોપ લગાવ્યો છે. બસપા નેતાએ બુધવારે તેમના ટ્વિટમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ઘોષણા પત્ર પૂર્વ તેમના વાયદાઓ જે દેખાવો અને છેતરપીંડી વધારે લાગે છે. કોંગ્રેસની સતત વાયદા વિરૂદ્ધનું પરિણામ છે કે તેના વાયદાઓ પ્રતિ જનતાને વિશ્વાસ નથી. આમ તો આ મામલે કોંગ્રેસ અને ભાજપમાં કોઇ વધારે ફર્ક નથી.

તેમણે તેમના બીજા ટ્વિટમાં કહ્યું કે, ભાજપના નેતા બસાપ-સપા-આરએલડીના હાથે હારના ડરથી એટલા ભયભિત છે કે તેઓ મદ્દાની જગ્યાએ ગઠબંધન અને તેના મુખ્ય નેતાઓની સામે જાતિવાદી તથા અનિયંત્રિત નિવેદન કરી રહ્યાં છે. તેમની ઉશ્કેરણીમાં આવવાનું નથી અને ચૂંટણીમાં સારૂ રિઝલ્ટ દેખાડી તેમને મૂહતોડ જવાબ આપવાનો છે.

એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યું કે, ‘ભાજપનું કહેવું અને કરવું સામાન્ય જનતાના વિચાર, સમજ અને તેમની માગથી એકદમ અલગ હોવાનું પરિણામ છે કે પીએમ શ્રી મોદી 5 વર્ષોના લેખા-જોખા દેખાડવાના વાયદા નિભાવવાની જગ્યાએ માત્ર બંદૂક-તોપ, ગોળી-ગોળા, ચીન-પાકિસ્તાન વગેર વાતો કરી તેમની જવાબદારીથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અંત: નો મોર મોદી સરકારનો શોર છે.’
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news