ભાજપનો સંકલ્પ પત્ર : દેશની સુરક્ષા અને J&Kની કલમ 35A તથા 370 પર મોટા વાયદા
ભાજપનો સંકલ્પ પત્ર: લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો. જેમાં ભાજપે જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપતી બંધારણની કલમ 35એ અંગે મોટી જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો. જેમાં ભાજપે જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપતી બંધારણની કલમ 35એ અંગે મોટી જાહેરાત કરી છે. ભાજપે સંકલ્પ પત્રમાં વાયદો કર્યો છે કે જો ફરીથી સત્તામાં આવશે તો આર્ટિકલ 35એ ખતમ કરવામાં આવશે.
ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે અમે કલમ 35એને ખતમ કરવા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. અમારું માનવું છે કે કલમ 35એ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસી રહીશો અને મહિલાઓ માટે ભેદભાવપૂર્ણ છે. આ કલમ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં વિધ્ન નાખે છે. રાજ્યના તમામ રહીશો માટે એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અમે તમામ પગલાં લઈશું. અમે કાશ્મીરી પંડિતોની સુરક્ષિત વાપસી માટે પણ તમામ પ્રયત્નો કરીશું.
લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો. આ ઘોષણા પત્ર (#BJPManifesto)ને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ચૂંટણી ઘોષણા પત્ર જારી કરતા પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી. ભાજપ અધ્યક્ષે સંકલ્પ પત્ર જારી કરતા અગાઉ મોદી સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્ર દેશની તમામ અપેક્ષાઓને 2019ના સંકલ્પ પત્રમાં રજુ કરાઈ છે. અમિત શાહે કહ્યું કે આ સંકલ્પ પત્ર 6 કરોડ લોકોની સાથે ચર્ચા કરીને બનાવવામાં આવ્યું છે.
સંકલ્પ પત્ર બહાર પાડ્યા બાદ રાજનાથ સિંહે તેના વિશે માહિતી આપી. ત્યારબાદ અન્ય નેતાઓ અરુણ જેટલી અને સુષમા સ્વરાજે પણ સંબોધન કર્યું. અરુણ જેટલીએ કહ્યું કે અમારો હેતુ દેશને વિશ્વસ્તરની સુવિધાઓ આપવાનો છે. આ બાજુ સુષમા સ્વરાજે પણ કહ્યું કે અમારા ઘોષણા પત્ર અને અન્ય પાર્ટીઓના શીર્ષકમાં અંતર સમજો. તેમણે કહ્યું કે અમારી પાર્ટી સંકલ્પ પત્ર લઈને આવી છે. સુષમા સ્વરાજે કહ્યું કે ભારતનું પ્રભુત્વ અને ભારતની પ્રતિષ્ઠા પીએમ મોદીના નેતૃત્વમાં વધી છે. ભારતની ઉપલબ્ધિઓથી આખી દુનિયા હેરાન છે
જુઓ LIVE TV
આ સંકલ્પ પત્રમાં રાષ્ટ્રવાદ પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે. કહેવાયું છે કે ઘૂસણખોરી રોકવા માટે પૂરતા પ્રયત્નો કરાશે. સિટિઝનશીપ એમેડમેન્ટ બિલને સંસદના બંને સદનોમાંથી પાસ કરાવવાનો અને લાગુ કરાવવાનો પણ વાયદો કરાયો છે. દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન ન કરવાનું સંકલ્પ પત્રમાં ઉલ્લેખાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે