જે ઉત્તર પ્રદેશે ભાજપને મોટો આઘાત આપ્યો....હવે ત્યાં સજ્જડ 'હાર' અંગે ચોંકાવનારી વાત સામે આવી

Lok Sabha Election Result: છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપી સર આંખો પર બેસાડનારા યુપીમાં આ વખતે એવું તે શું થયું જબરદસ્ત ઝટકો મળ્યો. ભાજપ બહુમતથી છેટે રહી ગયો. જાણો એવું તે શું થયું? 

જે ઉત્તર પ્રદેશે ભાજપને મોટો આઘાત આપ્યો....હવે ત્યાં સજ્જડ 'હાર' અંગે ચોંકાવનારી વાત સામે આવી

ઉત્તર પ્રદેશ દેશના રાજકારણમાં એક મોટી ભૂમિકા ભજવે છે. જે આ વખતની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર સાબિત થઈ ગયું. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપી સર આંખો પર બેસાડનારા યુપીમાં આ વખતે એવું તે શું થયું જબરદસ્ત ઝટકો મળ્યો. ભાજપ બહુમતથી છેટે રહી ગયો. યુપીમાં આ વખતે માત્ર બેઠકો ઘટી એવું નથી, વોટશેર પણ ઘડામ થયો. 2019ની ચૂંટમીમાં ભાજપને યુપીમાંથી 49.6 ટકા મત મળ્યા હતા જે આવખતે ગગડીને 41.4 ટકા થઈ ગયા. યોગી આદિત્યનાથનું ગોરખપુર અને પીએમ મોદીનું વારાણસી પણ ભાજપને વધુ મત આપવામાં સફળ રહ્યું નહી. 

યુપીમાં ઘટ્યું મતદાન
યુપીમાં આ વખતે અનેક લોકો મત આપવા માટે ઘરની બહાર નીકળ્યા જ નહીં. અનેક સીટો પર હજારથી લઈને 2.2 લાખ સુધી ઓછા મત પડ્યા. વોટરોની સંખ્યામાં વધારો થતાં મતદાન ઓછું થયું. રાજનાથ સિંહના ક્ષેત્ર લખનઉ અને ફૈઝાબાદ સીટ ઉપર પણ મતદાન ઘટ્યું. આ ઉપરાંત અમેઠી તથા રાયબરેલીમાં પણ મતદાન ઓછું થયું. જે લોકસભા સીટો પર આ વખતે મતદાન વધુ થયું તેમાં ગૌતમબુદ્ધ નગર, બરેલી, અને કૌશાંબી સામેલ છે. આ સીટો ઉપર પણ ભાજપનો વોટશેર ગત ચૂંટણી કરતા ઘટી ગયો. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ યુપીમાં 2019માં 8.6 કરોડ મતમાંથી ભાપને 4.3 કરોડ મત મળ્યા હતા. આ વખતે 8.8 કરોડ મતમાંથી 3.6 કરોડ જ મળ્યા. જેનું એક કારણ એ પણ છે કે ભાજપ આ વખતે ત્રણ લોકસભા સીટો પર ચૂંટણી લડ્યો નહતો જેના પર ગત વખતે તે ચૂંટણી લડ્યો હતો. જેમાં બિજનૌર, બાગપત અને ઘોસી સીટો સામેલ છે. પરંતુ જો ફક્ત 75 સીટની વાત કરીએ તો પણ ભાજપને આ વખતે 50 લાખ મત ઓછા મળ્યા. એવરેજ જોઈએ તો દરેક સીટ પર લગભગ 67 હજાર મતનું નુકસાન થયું. 

મથુરા, અલીગઢ, મુઝફ્ફરનગર, ફતેહપુર સિક્રી જેવી 12 સીટો પર  ભાજપના એક લાખથી વધુ મત ઘટ્યા. આ ઉપરાંત 36 બેઠકો પર 50 હજારથી વધુ મત ઘટ્યા. જેમાં અમેઠી, રાયબરેલી, અલાહાબાદ, ગાઝિયાબાદ, મૈનપુરી અને વારાણસી સામેલ છે. વારાણસીમાં આ વખતે પ્રધાનનંત્રી મોદીને જ 60 હજાર મત ઓછા મળ્યા. ગત વખતે 75માંથી આ સીટો બીએસપી જીતી હતી. જ્યારે આ વખતે સપા અને કોંગ્રેસે બાજી મારી. નગીના સીટ પરથી ચંદ્રશેખર જીત્યા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news