BJP Delhi List: નવી દિલ્હીથી સુષમા સ્વરાજની પુત્રી બાંસુરીને ટિકિટ, આ સાંસદોના પત્તા કપાયા

Loksabha Election 2024: આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. દિલ્હીમાં પાંચ સીટો પર ઉમેદવાર જાહેર કર્યાં છે. દિલ્હીમાં ભાજપે ચાર વર્તમાન સાંસદોને ટિકિટ આપી નથી. 
 

BJP Delhi List: નવી દિલ્હીથી સુષમા સ્વરાજની પુત્રી બાંસુરીને ટિકિટ, આ સાંસદોના પત્તા કપાયા

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. રાજધાની દિલ્હીની પાંચ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે ચાર સાંસદોની ટિકિટ કાપી છે. મનોજ તિવારી ઉત્તર-પૂર્વી દિલ્હીથી મેદાનમાં હશે. પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પૂત્રી બાંસુરી સ્વરાજને ટિકિટ આપવામાં આવી છે. 

ભાજપના પ્રથમ લિસ્ટમાં દિલ્હીથી જે પાંચ ઉમેદવારોના નામ છે તેમાં- ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારી, નવી દિલ્હી સીટથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમી દિલ્લીથી કમલજીત સહરાવત અને દક્ષિણ દિલ્હી સીટથી રામવીર સિંહ બિધૂડી સામેલ છે. 

બાંસુરીએ પીએમ મોદીનો માન્યો આભાર
બાંસુરી સ્વરાજે લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટી નેતાઓનો આભાર માન્યો છે. તેમણે નારો લગાવ્યો- ફીર એક બાર, મોદી સરકાર. બાંસુરી સ્વરાજે આશા વ્યક્ત કરી કે દેશની જનતા પીએમ મોદીમાં વિશ્વાસ રાખે છે અને તે ફરી ભારે બહુમત સાથે પ્રધાનમંત્રી બનશે. 

— ANI (@ANI) March 2, 2024

કોની ટિકિટ કાપી?
દિલ્હીમાં લોકસભાની સાત સીટો છે અને પાછલી ચૂંટણીમાં ભાજપે સાતેય બેઠક જીતી હતી. નવી દિલ્હી સીટથી મીનાક્ષી લેખી, ચાંદની ચોકથી હર્ષ વર્ધન, દક્ષિણી દિલ્હીથી રમેશ બિધૂડી અને પશ્ચિમી દિલ્હીથી પ્રવેશ વર્મા સાંસદ હતા, જેની ટિકિટ કાપી દેવામાં આવી છે. તેની જગ્યાએ નવા ચહેરા પર દાવ લગાવવામાં આવ્યો છે. જ્યારે ઉત્તર પૂર્વી દિલ્હીથી મનોજ તિવારી સાંસદ છે અને પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં ભાજપે પૂર્વી દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ઉમેદવાર જાહેર કર્યાં નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news