લોકડાઉન 4.0 માં બનશે પાંચ ઝોન, જાણો કયા બફર અને કંટેનમેન્ટ ઝોન એટલે શું?
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મોદી સરકારે દેશ વ્યાપી લોકડાઉનમાં વધારો કર્યો છે. આ વખતે કોરોના વાયરસ મુદ્દે સમગ્ર દેશમાં 5 ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન ઉપરાંત બફર ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી કોરોના વાયરસના મુદ્દે દેશમાં માત્ર ત્રણ ઝોન જ બનાવાયેલા હતા. જેમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો જ સમાવેશ થતો હતો. બફર ઝોન મુદ્દે નિયમો અંગે સ્પષ્ટતા નથી. જો કે કંટેનમેન્ટ ઝોન મુદ્દે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન બિલ્કુલ સ્પષ્ટ છે. કંટેનમેન્ટ ઝોનમાં માત્ર જીવન જરૂરી વસ્તુઓ જ મળશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપરાંત ઘરે ઘરે જઇને સ્વાસ્થય તપાસ કરવામાં આવશે.
રેડ ઝોન, ગ્રીન જોન અને ઓરેન્જ ઝોનનો નિર્ણય રાજ્ય સરકાર કરશે. જ્યારે કંટેનમેન્ટ ઝોન અને બફર ઝોનનો નિર્ણય જિલ્લા તંત્ર કરશે. કંટેનમેન્ટ અને બફર ઝોનમાં ગૃહ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા દિશા નિર્દેશનું પાલન કરવું પડશે. બીજી તરફ ગ્રીન ઝોનમાં તે જિલ્લાઓ આવશે. જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નહી હોય. જ્યારે રેડ ઝોનમાં તે વિસ્તાર આવશે જ્યાં કોરોના વાયરસનાં કેસ બે ગણી ઝડપથી વધી રહ્યા છે.
લોકડાઉન 4માં સરકાર જરૂરી સતર્કતા સાથે ફરી એકવાર અર્થતંત્રને પાટે ચડાવવા પર પણ ધ્યાન આપી રહી છે. રવિવારે ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇન્સમાં તેની માહિતી આપવામાં આવી. તેના અનુસાર લોકડાઉન 4 દરમિયાન મેટ્રો અને પ્લેનનું સંચાલનની પરવાનગી નથી આપવામાં આવી. જેથી હવે 31 મે સુધી મેટ્રો ચલાવવા અને સ્થાનિક તથા વિદેશી યાત્રી ઉડ્યન પર સંપુર્ણ પ્રતિબંધ રહેશે. જો કે સ્થાનિક મેડિકલ સેવાઓ, સ્થાનિક એર એમ્બ્યુલન્સ અને સુરક્ષા વ્યવસ્થા માટે ઉડ્યનની પરવાનગી હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે