રામવિલાસ પાસવાનના નાના ભાઈ અને સમસ્તીપુરના સાંસદ રામચંદ્ર પાસવાનનું નિધન 

એલજેપી સાંસદ અને રામવિલાસ પાસવાનના ભાઈ રામચંદ્ર પાસવાનનું નિધન થયું છે. તેમણે દિલ્હીના રામમનોહર લોહિયા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

રામવિલાસ પાસવાનના નાના ભાઈ અને સમસ્તીપુરના સાંસદ રામચંદ્ર પાસવાનનું નિધન 

પટણા: એલજેપી સાંસદ અને રામવિલાસ પાસવાનના ભાઈ રામચંદ્ર પાસવાનનું નિધન થયું છે. તેમણે દિલ્હીના રામમનોહર લોહિયા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. છેલ્લા કેટલાય સમયથી તેમની સ્થિતિ નાજુક હતી. રવિવાર બપોરના તેમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. 

ચિરાગ પાસવાને પણ રામચંદ્ર પાસવાનના નિધન અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. કહેવાય છે કે રામચંદ્ર પાસવાને દિલ્હી સ્થિત ઘરે રાતના છાતીના દુ:ખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રામવિલાસ પાસવાન પણ તેમના હાલ પૂછવા ગયા હતાં. 

જુઓ LIVE TV

રામચંદ્ર પાસવાન એલજેપી  પ્રમુખ રામવિલાસ પાસવાનના નાના ભાઈ હતા. તેઓ સમસ્તીપુરથી સાંસદ પણ હતાં. લોકસભા ચૂંટણી 2019માં સમસ્તીપુરથી તેઓ બીજીવાર જીત્યા હતાં. 

57 વર્ષના રામચંદ્ર પાસવાન પહેલીવાર 1999માં રોસરાથી સાંસદ બન્યા હતાં. ત્યારબાદ બીજીવાર પણ તેઓ 2004માં રોસરાથી જ સાંસદ બન્યાં. જ્યારે 2014 અને 2019માં સમસ્તીપુરથી રામચંદ્ર પાસવાન સાંસદ બન્યાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news