Maharashtra Jharkhand Assembly Election Voting Live: મહારાષ્ટ્રમાં મતદાન વચ્ચે આરોપો અને ખુલાસાઓનો ખેલ, ધીમા મતદાને નેતાઓનું ટેન્શન વધાર્યું
મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો દિવસ છે. રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉધ્ધવ ઠાકરે, ડેપ્યુટી સીએમ અજીત પવાર, દેવેન્દ્ર ફડણવીસની પ્રતિષ્ઠા દાવ પર છે. બીજી બાજુ ઝારખંડમાં પણ આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અહીં મુકાબલો સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે છે. જાણો પળેપળની અપડેટ...
Trending Photos
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે
મુકેશ અંબાણીએ પરિવાર સાથે કર્યું મતદાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતાએ મુંબઈમાં મતદાન કર્યું.
#WATCH रिलायंस इंडस्ट्रीज के चेयरमैन मुकेश अंबानी, उनके बेटे अनंत अंबानी और रिलायंस जियो इन्फोकॉम लिमिटेड के चेयरमैन आकाश अंबानी और उनकी पत्नी श्लोका मेहता ने महाराष्ट्र विधानसभा चुनाव के लिए मतदान किया।#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/viUkgzFKLG
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાન
ઝારખંડમાં બપોરે એક વાગ્યા સુધીમાં 47.92% મતદાન નોંધાયુ છે જ્યારે મહારાષ્ટ્રમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 32.18% મતદાન નોંધાયુ છે. ઓછું મતદાન જોવા મળતા નેતાઓ ચિંતાતૂર છે.
झारखंड विधानसभा चुनाव 2024 के दूसरे और अंतिम चरण में दोपहर 1 बजे तक 47.92% मतदान दर्ज़ किया गया।
महाराष्ट्र विधानसभा चुनाव 2024 में दोपहर 1 बजे तक 32.18% मतदान दर्ज़ किया गया। pic.twitter.com/Hz9pn9QZN1
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
હેમા માલિનીની અપીલ- આવો અને મતદાન કરો
ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ સાથે મુંબઈમાં મતદાન કર્યું. હેમા માલિનીએ કહ્યું કે હું હાલ મતદાન કરીને આવી છું. બધાને મારું નિવેદન છે કે તમે બધા મતદાન કરવા માટે આવો. દેશના ભવિષ્ય માટે આ તમારી જવાબદારી છે. જરૂર આવો અને મતદાન કરો.
11 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન
ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 31.37% મતદાન નોંધાયુ જ્યારે મહારાષ્ટ્રમાં ફક્ત 18.14% મતદાન નોંધાયું છે જેણે નેતાઓની ચિંતા વધારી છે.
झारखंड चुनाव 2024 के दूसरे और अंतिम चरण में सुबह 11 बजे तक 31.37% मतदान हुआ
महाराष्ट्र चुनाव 2024 में सुबह 11 बजे तक 18.14% मतदान हुआ। pic.twitter.com/0CeGDHwb8O
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
ઓછું મતદાન સારી વાત નથી- રામદાસ આઠવલે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, જેટલું મતદાન થવું જોઈએ એ રીતે મતદાન થઈ રહ્યું નથી. રાજ્યોમાં ઓછું મતદાન થઈ રહ્યું છે જે સારી વાત નથી. ઓછામાં ઓછું 80થી 90 ટકા મતદાન થવું જોઈએ. બધા મતદારોને મારો આગ્રહ છે કે 5 વર્ષમાં એકવાર ચૂંટણી આવે છે તો તમારા આખા પરિવાર સાથે મતદાન કરવું જોઈએ. હું ચૂંટણી પંચને આગ્રહ કરવા માંગુ છું કે 1000 લોકોના બૂથમાં ઘણી લાંબી લાઈનો લાગે છે, તેને 500 મતદારોનું બૂથ બનાવવું જોઈએ. સુપ્રીયા સુલે અને નાના પટોલે પર જે આરોપો ભાજપે લગાવ્યા છે તેની તપાસ થવી જોઈએ. જનતા અમારી સાથે છે તો ડરવાની શું વાત છે. મહાયુતિની સરકાર બનશે અને મહાવિકાસ આઘાડીને અહીં ખુબ મોટો ઝટકો લાગવાનો છે.
#WATCH बांद्रा, मुंबई: केंद्रीय मंत्री रामदास अठावले ने कहा, "जितना मतदान होना चाहिए उस तरह से मतदान नहीं हो पा रहा है... राज्यों में मतदान कम हो रहा है जो अच्छी बात नहीं है... कम से कम 80 से 90 प्रतिशत तक मतदान होना चाहिए। सभी मतदाताओं से मेरा आग्रह है कि 5 साल में एक बार चुनाव… pic.twitter.com/F7x5UpZ0Qb
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
નીતિન ગડકરીએ કર્યું મતદાન
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીએ નાગપુરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકતંત્રમાં મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર છે. આપણે કોઈ પણ સ્થિતિમાં મતદાન કરવું જોઈએ. વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રને મજબૂત કરો.
#WATCH नागपुर: केंद्रीय मंत्री और भाजपा नेता नितिन गडकरी ने महाराष्ट्र विधानसभा चुनाव पर कहा, "लोकतंत्र में मतदान करना हमारा मूलभूत अधिकार है। हमको वोट किसी भी स्थिति में करना चाहिए। ज्यादा से ज्यादा संख्या में मतदान करें और लोकतंत्र को मजबूत करें।" pic.twitter.com/vAPwImC3FL
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
ઝારખંડમાં રોટી-માટી અને બેટી સંકટમાં- શિવરાજ સિંહ ચૌહાણ
કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ ચૂંટણી પ્રભારી શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પર કહ્યું કે ઝારખંડમાં વિધાનસભાની આ ચૂંટણી ઝારખંડ બચાવવાની ચૂંટણી બની ગઈ છે. ઝારખંડમાં રોટી-માટી અને બેટી સંકટમાં છે. નૌજવાનો સાથે રોજગારના નામ પર JMM અને કોંગ્રેસની સરકારે ઠગાઈ કરી છે. માતા, બહેન અને બેટીની ઈજ્જત અને સન્માન સુરક્ષિત નથી. સંસાધનો પર ઘૂસણખોરો કબજો કરતા જાય છે. કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ભયંકર છે. આથી નારાજ થઈને જનતા એનડીએ અને ભાજપના ઉમેદવારોને મત આપી રહી છે. મારી બધાને અપીલ છે કે મત જરૂર આપો. ભાજપ અને એનડીએની સરકાર ઝારખંડની તસવીર બદલી નાખશે અને જનતાની તકદીર પણ બદલાશે.
#WATCH रांची: केंद्रीय मंत्री और झारखंड चुनाव प्रभारी शिवराज सिंह चौहान ने #JharkhandElection2024 पर कहा, "झारखंड में विधानसभा का ये चुनाव झारखंड बचाने का चुनाव बन गया है। झारखंड में 'रोटी-माटी और बेटी' संकट में है। नौजवानों को रोजगार के नाम पर JMM और कांग्रेस की सरकार ने ठगा है।… pic.twitter.com/sS1ZeHiZJQ
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં કર્યું મતદાન
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મે મારા પરિવાર સાથે મતદાન કર્યું છે. હું મહારાષ્ટ્રના આપણા તમામ ભાઈ બહેનોને ખાસ કરીને આપણી લાડકી બહેનોને એ અપીલ કરું છું કે મોટા પાયે મતદાન કરો. કરાણ કે મતદાન ફક્ત આપણો અધિકાર નહીં પરંતુ આપણું કર્તવ્ય પણ છે. લોકતંત્રમાં આપણે સરકાર ચૂંટીએ છીએ અને જેને આપણે ચૂંટીએ છીએ તેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. જો આપણે સરકાર પાસે અપેક્ષા કરીએ તો મતદાન કરવું પણ ખુબ જરૂરી છે.
#WATCH नागपुर: महाराष्ट्र के उपमुख्यमंत्री और नागपुर दक्षिण-पश्चिम से भाजपा उम्मीदवार देवेंद्र फडणवीस ने कहा, "लोकतंत्र का सबसे बड़ा उत्सव चल रहा है। महाराष्ट्र में मैंने अपने परिवार के साथ मतदान किया है। मैं महाराष्ट्र के अपने सभी भाई-बहनों खासकर हमारी लाडकी बहनों से ये अपील… https://t.co/Asb7mt5Ebl pic.twitter.com/wk2EN7U4WZ
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
એકવાર ફરીથી ભારત-મહારાષ્ટ્રનું ભાગ્ય નક્કી કરવાનો દિવસ-પિયુષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આજે લોકસભા ચૂંટણીના 6 મહિના બાદ ફરીથી એકવાર ભારત અને મહારાષ્ટ્રનું ભાગ્ય નક્કી કરવાનો દિવસ આવી ગયો છે. આજે સવારથી જ હું જોઈ રહ્યો હતો કે લોકો કઈ રીતે ઉત્તર મુંબઈમાં મતદાન કરી રહ્યા છે અને મને ખુશી છે કે લોકો ભારે સંખ્યામાં બહાર આવ્યા છે અને મતદાન કરી રહ્યા છે. હું આશા રાખુ છું કે આ વખતે 60% થી વધુ મતદાન થશે. આ મત માત્ર મત નથી. આપણા આવનારા 5 વર્ષના ભવિષ્યના તમે શિલ્પકાર બનવાના છો. હું બધાને અપીલ કરું છું કે તમે મતદાન જરૂર કરો.
#WATCH मुंबई: केंद्रीय मंत्री पीयूष गोयल ने कहा, "आज लोकसभा चुनाव के 6 महीने बाद फिर एक बार भारत और महाराष्ट्र का भाग्य तय करने का दिन आ गया है। आज सुबह से ही मैं देख रहा था कि लोग किस प्रकार से उत्तर मुंबई में मतदान कर रहे हैं और मुझे खुशी है कि लोग भारी संख्या में बाहर आए हैं… https://t.co/yyCoBhzxww pic.twitter.com/yGJsQe8BgL
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાએ કર્યું મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે થયેલા મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાએ કહ્યું કે, દરેકમને મત આપવાનો અધિકાર છે. લોકોએ બહાર નીકળીને પોતાના મતાધિકારનો ઉપયોગ ક રવો જોઈએ. આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. તમે એક મોટો બદલાવ લાવી શકો છો.
સવારે 9 વાગ્યા સુધી કેટલું મતદાન
ઝારખંડમાં બીજા તબક્કાના મતદાનમાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.71% મતદાન નોંધાયુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધીમાં 6.61% મતદાન નોંધાયું.
झारखंड चुनाव 2024 के दूसरे और अंतिम चरण में सुबह 9 बजे तक 12.71% मतदान हुआ।
महाराष्ट्र चुनाव 2024 में सुबह 9 बजे तक 6.61% मतदान हुआ। pic.twitter.com/UJLz5LEe0m
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
શરદ પવારનું મોટું નિવેદન
એનસીપી-એસસીપી પ્રમુખ શરદ પવારે બારામતીમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે કહ્યું કે મને પૂરો ભરોસો છે કે મહારાષ્ટ્રના લોકો શાંતિપૂર્ણ રીતે મોટી સંખ્યામાં મતદાન કરશે. 23 નવેમ્બર બાદ એ દેશની સામે આવી જશે કે રાજ્યમાં સરકાર બનાવવાની જવાબદારી કોને સોંપાશે. સુપ્રીયા સુલે પર લાગેલા આરોપો પર તેમણે કહ્યું કે જે વ્યક્તિએ આરોપ લગાવ્યા છે તે અનેક મહિનાઓ સુધી જેલમાં હતો, આવા લોકોને સામે લાવીને ખોટા આરોપો લગાવવા, એ ફક્ત ભાજપ જ કરી શકે છે.
#WATCH बारामती: वोट डालने के बाद एनसीपी-एससीपी प्रमुख शरद पवार ने कहा, "मुझे पूरा भरोसा है कि महाराष्ट्र के लोग शांतिपूर्ण तरीके से बड़ी संख्या में मतदान करेंगे। 23 नवंबर के बाद यह देश के सामने आ जाएगा कि राज्य में सरकार बनाने की जिम्मेदारी किसे दी जाएगी।"
सुप्रिया सुले पर लगे… pic.twitter.com/42tortGK1r
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
બિટકોઈન મામલે સુપ્રીયાની સફાઈ
NCP SP નેતા સુપ્રીયા સુલેએ પોતાના પરિવાર સાથે રિમાન્ડ હોમ પોલિંગ બુથ પર મતદાન કર્યું. મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં તેમણે બિટકોઈન સંલગ્ન વિવાદ પર સ્પષ્ટતા કરી. સુપ્રીયા સુલેએ કહ્યું કે મીડિયામાં ચાલી રહેલી ઓડિયો ક્લિપમાં તેમનો અવાજ નથી અને તેને ચેક કરાવવામાં આવે. સુપ્રીયાએ કહ્યું કે તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના પ્રવક્તાએ પીસી કરી, મને અનેક લોકોએ ફોન કર્યો. મે સુધાંશુ ત્રિવેદી વિરુદ્ધ ક્રિમિનલ માનહાનિની નોટિસ આપી છે. અત્રે જણાવવાનું કે ભાજપે સુપ્રીયા સુલે અને નાના પટોલે પર બિટકોઈન ટ્રાન્ઝેક્શનનો આરોપ લગાવ્યો હતો.
#WATCH बारामती, पुणे: NCP-SCP सांसद सुप्रिया सुले ने कहा, "मैंने सुधांशु त्रिवेदी के सभी 5 सवालों का जवाब दिया है....ये झूठ कोई फैला रहा है। मैंने साइबर क्राइम को इसकी शिकायत की है...सुधांशु त्रिवेदी जहां चाहे मैं उनसे उनकी पसंद की जगह पर, उसकी पसंद के समय, उनकी पसंद के मंच पर… pic.twitter.com/Hr0UYZ7VSg
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
શરદ પવારની પાર્ટીના ઉમેદવારનો આરોપ
એનસીપી (શરદ પવાર)ના કર્જત-જામખેડના ઉમેદવાર રોહિત પવારે આરોપ લગાવ્યો કે એક પોલીંગ બુથ પર ઈવીએમમાં તેમના નામની સામે કાળું નિશાન લગાવવામાં આવ્યું છે. તેમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. રોહિત પવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ચૂંટણી પંચના અધિકારીઓને આ કાળું નિશાન હટાવવાની માંગણી કરી. અત્રે જણાવવાનું કે શરદ પવાર રોહિત પવારના દાદા છે.
सकाळी माझ्या मतदारसंघातील नान्नज आणि झिक्रीसह विविध बुथला भेट दिली असता तेथील परिस्थिती काय होती, याचा हा आढावा.. काही #EVM मशीनवर माझ्या विरोधकांच्या आणि माझ्या नावाच्या डमी उमेदवारांच्या नावापुढं काळा डाग लावल्याचंही निदर्शनास आलं असून हा रडीचा डाव आहे. हा काळा डाग हटवण्याची… pic.twitter.com/BDpL7WDhm3
— Rohit Pawar (@RRPSpeaks) November 20, 2024
ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે કર્યું મતદાન
ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર તથા ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તરે મુંબઈના બાંદ્રામાં એક મતદાન મથક પર મતદાન કર્યું.
#WATCH | फिल्म निर्माता और अभिनेता फरहान अख्तर मुंबई के बांद्रा में एक मतदान केंद्र पर #MaharashtraAssemblyElections2024 के लिए अपना वोट डाला। pic.twitter.com/1kh9En1j0L
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
સચિન તેંડુલકરે મુંબઈમાં કર્યું મતદાન
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે પત્ની અંજલી અને પુત્રી સારા સાથે મુંબઈમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે કહ્યું કે હું ઘણા સમયથી ECI (ચૂંટણી પંચ)નો ચહેરો રહ્યો છું. હું જે સંદેશ આપુ છું તે છે મત આપવાનો. આ આપણી જવાબદારી છે. હું બધાને આગ્રહ કરું છું કે તેઓ બહાર નીકળીને મતદાન કરે.
#WATCH | मुंबई: वोट डालने के बाद पूर्व भारतीय क्रिकेटर सचिन तेंदुलकर ने कहा, "मैं काफी समय से ECI (भारत के चुनाव आयोग) का चेहरा रहा हूं। मैं जो संदेश दे रहा हूँ, वह है वोट देना। यह हमारी ज़िम्मेदारी है। मैं सभी से आग्रह करता हूँ कि वे बाहर आकर वोट करें।"… https://t.co/GrqP9XyxXw pic.twitter.com/s0jrgk3Z3z
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
અભિનેતા અક્ષયકુમારે મતદાન કર્યું
બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે પણ આજે મુંબઈમાં મતદાન કર્યું. અક્ષયકુમારે કહ્યું કે મતદાન કેન્દ્ર પર ખુબ સારી વ્યવસ્થા કરી છે. સફાઈ રાખેલી છે, વરિષ્ઠ નાગરિકો માટે ખુબ સારી વ્યવસ્થા છે.
#WATCH मुंबई: अभिनेता अक्षय कुमार ने महाराष्ट्र विधानसभा चुनाव 2024 के लिए मतदान किया।
उन्होंने कहा, "मतदान केंद्र पर बहुत अच्छा इंतजाम किया है। सफाई रखी हुई है, वरिष्ठ नागरिकों के लिए बहुत अच्छी व्यवस्था की है।" pic.twitter.com/cLrjEHKnfk
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
અભિનેતા રાજકુમાર રાવે કર્યું મતદાન
બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે મુંબઈમાં એક મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે મતદાન ખુબ જરૂરી છે. મહારાષ્ટ્રમાં તમામ લોકો જાઓ અને મતદાન કરો.
#WATCH मुंबई: अभिनेता राजकुमार राव #MaharashtraAssemblyElections2024 के लिए अपना वोट डालने मुंबई के एक मतदान केंद्र पर पहुंचे।
उन्होंने कहा, "मतदान बहुत जरूरी है। महाराष्ट्र में सभी लोग जाएं और मतदान करें..." pic.twitter.com/3BHvTvqYxe
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
ઝારખંડમાં ભાજપની સરકાર બનશે- ભાજપ નેતા
ધનબાદથી ભાજપના ઉમેદવાર રાજ સિન્હાએ કહ્યું કે હાલમાં મતદાન સમયે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને જે રીતે જનતા મત આપવા માટે ઉમટી રહી છે તેનાથી હું નિશ્ચિતપણે કહી શકું કે ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
અજીત પવારે કર્યું મતદાન
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને બારામતી વિધાનસભા સીટથી NCP ઉમેદવાર અજીત પવારે મતદાન કર્યું. તેમણે કહ્યું કે મહાયુતિની સરકાર બનશે.
#WATCH बारामती: महाराष्ट्र के उपमुख्यमंत्री और बारामती विधानसभा क्षेत्र से NCP उम्मीदवार अजित पवार ने #MaharashtraElection2024 के लिए मतदान किया।
उन्होंने कहा "महायुति यहां सरकार बनाने जा रही है..." pic.twitter.com/PqTwzA1oGv
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
મોહન ભાગવતે કર્યું મતદાન
સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં સવાર સવારમાં મતદાન કર્યું. નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયની પાછળ ભાઉસાહેબ દફતરી સ્કૂલમાં મોહન ભાગવતે મતદાન કર્યું. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે પણ અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે પ્રજાતંત્રમાં મતદાન નાગરિકોનું કર્તવ્ય છ. દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. આથી હું બાકી બધુ કામ પછી કરું છું. હું ઉત્તરાચંલમાં હતો અને એક દિવસનો કાર્યક્રમ ઘટાડીને અહીં મત આપવા આવ્યો છું. મતદારોએ મતદાન કરવું જોઈએ.
#WATCH | Nagpur, Maharashtra: RSS Chief Mohan Bhagwat says, "In a democracy, voting is a citizen's duty. Every citizen should perform this duty. I was in Uttaranchal, but I came here last night to cast my vote. Everyone should vote..."#MaharashtraAssemblyElections2024 https://t.co/TPje6eCYg2 pic.twitter.com/U6ePRamY7f
— ANI (@ANI) November 20, 2024
ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન
જ્યારે ઝારખંડમાં આજે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જ્યાં 38 વિધાનસભા બેઠકો માટે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ર હ્યા છે. મતદાન સવારે સાત વાગે શરૂ થયું છે.