અમેઠીમાં પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રાનાં જોડાયા ઇરાની, અર્થીને કાંધ આપી
યુપીના અમેઠીમાં શનિવાર રાત્રે બરોલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની અસામાજિક તત્વોએ ગોળી મારીને હત્યા કરી દીધી
Trending Photos
નવી દિલ્હી : અમેઠીમાં શનિવાર અને રવિવારની દરમ્યાની રાત ભાજપ કાર્યકર્તા અને સાંસદ સ્મૃતિ ઇરાનીનાં નજીકનાં પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની હત્યા કરી દેવામાં આવી છે. ગુંડા તત્વોએ સુરેન્દ્ર સિંહની ગોળી મારીને હત્યા કરી છે. અમેઠીથી નવા ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઇરાની ત્યાંના બરોલિયા ગામ જઇને સુરેન્દ્ર સિંહના પરિવારને મળ્યા હતા. તેઓ સુરેન્દ્ર સિંહની અંતિમ યાત્રામાં પણ જોડાયા. તેમણે આ દરમિયાન અરથીને કંધો પણ આપ્યો હતો.
#WATCH BJP MP from Amethi, Smriti Irani lends a shoulder to mortal remains of Surendra Singh, ex-village head of Barauli, Amethi, who was shot dead last night. pic.twitter.com/jQWV9s2ZwY
— ANI (@ANI) May 26, 2019
કર્ણાટક સરકાર પર છવાયા સંકટના વાદળો, પૂર્વ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા કોંગ્રેસના બે મોટા નેતા
અમેઠીમાં સ્મૃતિ ઇરાનીનાં નજીકનાં પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહનાં શબનું પોસ્ટમોર્ટમ લખનઉ મેડિકલ કોલેજમાં થયું. 3 ડોક્ટર્સની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરાવવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો શબ લઇને અમેઠી રવાના થઇ ગયા. યુપીના અમેઠીમાં શનિવારે રાત્રે થયેલી ઘટનામાં જામો વિસ્તારમાં બરોલિયા ગામના પૂર્વ પ્રધાનની અસામાજિક તત્વોએ ગોળી મારીને હત્યા કરી દીધી.
કોંગ્રેસ માટે 'હાનિકારક' છે રાહુલ ગાંધી, તેમ છતાં શા માટે છે જરૂરી, સમજો સંપૂર્ણ રાજનીતિ
સુરેન્દ્ર સિંહ ઘરની બહાર આરામ ફરમાવી રહ્યા હતા ત્યાર અજાણ્યા તત્વોએ તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ત્યાર બાદ બદમાશ ફરાર થઇ ગયા. ઘાયલ સુરેન્દ્ર સિંહ લખનઉના ટ્રામા સેંટર સારવાર માટે લેવામાં આવી રહ્યા હતા, રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. પોલીસે આ મુદ્દે તપાસ કરી રહેલા પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહ અમેઠીએ નવા ચૂંટાયેલા ભાજપ સાંસદ સ્મૃતિ ઇરાનીનાં નજીકના વ્યક્તિ ગણાતા હતા.
પોતાના નવજાત શિશુનું નામ 'નરેન્દ્ર મોદી' રાખવાની જીદ પર અડી મુસ્લિમ મહિલા, જાણો પછી શું થયું
અમેઠીમાં પોલીસ અધિક્ષકના અનુસાર સુરેન્દ્ર સિંહ મોડી રાત્રે 3 વાગ્યે ગોળી મારી દેવામાં આવી. કેટલાક શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઇને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ ચાલી રહી છે. જુની રાજનીતિક અદાવતના કારણે સુરેન્દ્રની હત્યા થવાની આશંકા છે.
ઘર ફૂટે ઘર જાયઃ રાહુલ ગાંધીએ જણાવ્યું કોંગ્રેસના કારમા પરાજયનું મોટું કારણ
સુરેન્દ્ર સિંહનાં પિતરાઇએ જણાવ્યું કે, અમે ગામમાં રહીએ છીએ. રાત્રે મારા પુત્ર પર ફોન આવ્યો કે પ્રધાન બાબુને કોઇએ મારી દીધા. પછી અમે લોકો ત્યાંથી આવ્યા ત્યારે બે ચાર લોકો ઘટના સ્થળ પર હાજર હતા. જો કે ગોળી કોણે મારી તે અંગે કોઇને માહિતી નહોતી. પરંતુ હત્યા રાજનીતિક કિન્નાખોરીના કારણે જ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે