Baghambari Math માં મહંત નરેન્દ્ર ગિરિને અપાઈ ભૂ-સમાધિ, સાધુ સંતોની ભારે ભીડ ઉમટી

પ્રયાગરાજના બાઘંબરી મઠમાં આજે પૂરેપૂરા વિધિ વિધાનથી ભૂ-સમાધિ આપવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં અલગ અલગ મઠના લોકો, અખાડાના સંત હાજર રહ્યા.

Baghambari Math માં મહંત નરેન્દ્ર ગિરિને અપાઈ ભૂ-સમાધિ, સાધુ સંતોની ભારે ભીડ ઉમટી

પ્રયાગરાજ:  મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ દેહનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ તેમના મૃતદેહને ભૂ-સમાધિ સ્થળે લઈ જવામાં આવ્યો અને પ્રયાગરાજના બાઘંબરી મઠમાં આજે પૂરેપૂરા વિધિ વિધાનથી ભૂ-સમાધિ આપવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં અલગ અલગ મઠના લોકો, અખાડાના સંત હાજર રહ્યા.  અત્રે જણાવવાનું કે 8 વાગે જ મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ જઈને પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવાયું હતું. લગભગ દોઢ કલાકની અંદર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનું હતું પરંતુ તેમાં થોડો વિલંબ થયો.

પ્રયાગરાજના સંગમ તટ પર સ્વામી નરેન્દ્ર ગિરિને અંતિમ સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ત્યારબાદ બાઘંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરિને ભૂ-સમાધિ અપાઈ. મહંત નરેન્દ્ર ગિરિની અંતિમ યાત્રા દરમિયાન સંતો અને ભક્તોનો સૈલાબ ઉમટી પડ્યો. લોકોએ ઠેર ઠેર ફૂલમાળા ચડાવીને શ્રદ્ધાંજલિ આપી. 

પોસ્ટમોર્ટમમાં આ કારણ આવ્યું સામે
મહંત નરેન્દ્ર ગિરિના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી ગણાવવામાં આવ્યું છે.આ બાજુ નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે તેમને પણ શંકા છે કે મહંત નરેન્દ્ર ગિરિ આત્મહત્યા કરી શકે નહીં. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. મને યુપી સરકાર અને પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે. 

મહંત નરેન્દ્ર ગિરિ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે ત્રીજા આરોપી આદ્યા તિવારીના પુત્ર સંદીપ તિવારીની ધરપકડ કરી છે. આ અગાઉ આનંદ ગિરિ અને આદ્યા તિવારીની ધરપકડ થઈ હતી. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરાશે. આ કેસમાં તેમના ચારેય સુરક્ષાકર્મીઓની પણ SIT એ પૂછપરછ કરી છે. મળતી માહિતી મુજબ આ તમામ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. 

નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશનંદ ગિરિ મહારાજ રહેશે હાજર
મઠ પરિસરમાં મહંત નરેન્દ્ર ગિરિના અનુયાયીઓ તેમને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે જ તમામ અખાડાના પ્રતિનિધિઓ પણ શ્રદ્ધાંજલિ આપશે. બપોરે લગભગ 3 વાગે પાર્થિક દેહ ભૂ સમાધિ માટે મઠ પરિસરના પાછળના ભાગમાં લઈ જવાશે. મઠ પરિસરમાં મહંત નરેન્દ્ર ગિરિના ગુરુની બાજુમાં તેમને સમાધિ અપાશે. અખાડાના પંચ પરમેશ્વર ભૂ સમાધિની પ્રક્રિયામાં હાજર રહેશે. ભૂ સમાધિના સમયે નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરિ મહારાજ હાજર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news