લોકસભા ચૂંટણી : 6 વાગ્યા સુધીમાં 59.25% મતદાન, પ.બંગાળમાં બંપર વોટિંગ
આ તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થશે. કુલ 961 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થવાનો છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ચોથા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. નવ રાજ્યોની 71 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થશે. કુલ 961 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થવાનો છે. વોટિંગ શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોને જંગી મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે લોકસભા ચૂંટણીના વધુ એક તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. હું આશા રાખું છું કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે અને ગત ત્રણ તબક્કાના મતદાનનો રેકોર્ડ તોડશે. મારી યુવા મતદારોને ખાસ અપીલ છે કે તેઓ પોલિંગ બૂથ જાય અને મતદાન કરે.
છ વાગ્યા સુધીમાં 59.25 ટકા મતદાન નોંધાયું
રાજ્ય | સરેરાશ મતદાન |
બિહાર | 53.67 % |
જમ્મુ - કાશ્મીર | 9.79 % |
મધ્યપ્રદેશ | 65.86 % |
ઓરિસ્સા | 64.05 % |
રાજસ્થાન | 62.93 % |
ઉત્તરપ્રદેશ | 53.12% |
પશ્ચિમ બંગાળ | 76.47 % |
ઝારખંડ | 63.76 % |
મહારાષ્ટ્ર | 51.28 % |
પાંચ વાગ્યા સુધીમાં 52.58 ટકા મતદાન નોંધાયું
રાજ્ય | સરેરાશ મતદાન |
બિહાર | 51.97 % |
જમ્મુ - કાશ્મીર | 9.98 % |
મધ્યપ્રદેશ | 59.24 % |
ઓરિસ્સા | 54.66 % |
રાજસ્થાન | 55.65 % |
ઉત્તરપ્રદેશ | 47.93 % |
પશ્ચિમ બંગાળ | 58.56 % |
ઝારખંડ | 57.13 % |
બપોરે 3 વાગ્યા સુધીમાં 47 ટકા મતદાન
બપોરે 3 વાગ્યા સુધીમાં 72 બેઠકો માટે સરેરાશ 47 ટકા મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન થયું છે. બિહારમાં 44.07 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 8.42 ટકા, મધ્ય પ્રદેશમાં 52.40 ટકા, મહારાષ્ટ્રમાં 37.46 ટકા, ઓડિશામાં 46.11 ટકા, રાજસ્થાનમાં 50.81 ટકા, ઉત્તર પ્રદેશમાં 42.93 ટકા, પશ્ચિમ બંગાળમાં 65.29 ટકા અને ઝારખંડમાં 56.37 ટકા મતદાન નોંધાયું છે.
અમિતાભ બચ્ચને સહપરિવાર કર્યું મતદાન
અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જૂહુના મતદાન મથકે જઈને મતદાન કર્યું.
ફિલ્મી હસ્તીઓમાં મતદાનને લઈને ખુબ ઉત્સાહ
આજે મુંબઈમાં ફિલ્મી હસ્તીઓ ખુબ ઉત્સાહિત થઈને મતદાન કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન અને વહુ એશ્વર્યા બચ્ચન સાથે જૂહુમાં મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું. સલમાન ખાને બાંદ્રા પોલિંગ બૂથ જઈને મત આપ્યો. ગીતકાર ગુલઝારે પણ મુંબઈમાં મતદાન કર્યું.
આ ઉપરાંત ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ, અભિનેતા અજય દેવગણ, કાજોલ, આર માધવાને પણ મુંબઈમાં વોટિંગ કર્યું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પુત્ર આદિત્ય ઠાકરે અને પત્ની રશ્મિ ઠાકરે સાથે મુંબઈના ગાંધીનગર વિસ્તારમાં મતદાન કર્યું.
બપોરે 1 વાગ્યા સુધીમાં 37.58 ટકા મતદાન
બપોરે એક વાગ્યા સુધીમાં 72 બેઠકો માટે સરેરાશ 37.58 ટકા મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન થયું છે. બિહારમાં 37.71 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 6.66 ટકા, મધ્ય પ્રદેશમાં 42.67 ટકા, મહારાષ્ટ્રમાં 27.37 ટકા, ઓડિશામાં 35.62 ટકા, રાજસ્થાનમાં 43.61 ટકા, ઉત્તર પ્રદેશમાં 34 ટકા, પશ્ચિમ બંગાળમાં 51.79 ટકા અને ઝારખંડમાં 44.90 ટકા મતદાન નોંધાયું છે.
(હેમા માલિની એ પુત્રી એશા દેઓલ સાથે અને કરિના કપૂરે પણ કર્યું મતદાન)
સવારે 12 વાગ્યા સુધીમાં 9 રાજ્યોમાં સરેરાશ 23.90 ટકા મતદાન
સવારે 12 વાગ્યા સુધીમાં કુલ 23. 90 ટકા મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન થયું છે. બિહારમાં 18.26 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 3.74ટ કા, મધ્ય પ્રદેશમાં 28.67 ટકા, મહારાષ્ટ્રમાં 17.37 ટકા, ઓડિશામાં 19.67 ટકા, રાજસ્થાનમાં 29.36 ટકા, ઉત્તર પ્રદેશમાં 21.18 ટકા, પશ્ચિમ બંગાળમાં 35.10 ટકા અને ઝારખંડમાં 29.21ટકા મતદાન નોંધાયું છે.
જાવેદ અખ્તર અને શબાના આઝમીએ કર્યું મતદાન
બોલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેત્રી શબાના આઝમીએ મુંબઈમાં મતદાન કર્યું.
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કર્યું મતદાન
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. તેમણે દક્ષિણ મુંબઈના કફ પરેડ સ્થિત પોલિંગ બૂથ પર મત આપ્યો. મતદાન કર્યાં બાદ તેમણે કહ્યું કે દેશ સામે ડેવલપમેન્ટ, અને સુરક્ષા, મોટા મુદ્દા છે. દેશના યુવાઓએ આગળ આવીને મતદાન કરવું જોઈએ. દેશના યુથ જાણે છે કે તેમને શું જોઈએ છે. તેમનું વિઝન ક્લિયર છે અને મને લાગે છે કે તે જ મુદ્દાઓના આધારે યુવાઓએ મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે દેશના યુવાઓ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.35 ટકા મતદાન
સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 23. 35 ટકા મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન થયું છે. બિહારમાં 18.26 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 3.74ટ કા, મધ્ય પ્રદેશમાં 26.32 ટકા, મહારાષ્ટ્રમાં 16.28 ટકા, ઓડિશામાં 19.61 ટકા, રાજસ્થાનમાં 28.97 ટકા, ઉત્તર પ્રદેશમાં 21.18 ટકા, પશ્ચિમ બંગાળમાં 34.60 ટકા અને ઝારખંડમાં 29.21ટકા મતદાન નોંધાયું છે.
10 વાગ્યા સુધીમાં સરેરાશ 10.43 ટકા મતદાન
સવારે 10 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં હિંસા હોવા છતાં સૌથી વધુ મતદાન નોંધાયુ છે. સવારે 10 વાગ્યા સુધીમાં બિહારમાં 10.76 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 1.30 ટકા, મધ્ય પ્રદેશમાં 11.39ટકા, મહારાષ્ટ્રમાં 6.39 ટકા, ઓડિશામાં 8.34 ટકા, રાજસ્થાનમાં 12.27 ટકા, ઉત્તર પ્રદેશમાં 9.87 ટકા, પશ્ચિમ બંગાળમાં 16.89 ટકા, અને ઝારખંડમાં 12 ટકા મતદાન નોંધાયુ છે.
(આમિર ખાન અને પત્ની કિરણ રાવ, પ્રિયંકા ચોપરા અને માધુરી દીક્ષિતે કર્યું મતદાન)
ઝી ન્યૂઝની ગાડી ઉપર પણ હુમલો
આસનસોલમાં હિંસા ભડકી ઉઠતા સ્થિતિ તંગ બની છે. આ દરમિયાન ઝી ન્યૂઝની ગાડી ઉપર પણ હુમલો થયો છે.
આસનસોલમાં હિંસા ભડકી
પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન હિંસા ભડકી છે. આસનસોલના જેમુઆમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ છે. બંને તરફથી લાઠી ઉછળી છે. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) તહેનાત કરવામાં આવી રહી છે. આસનસોલમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર ઉપર પણ હુમલો થયો છે. ઉપદ્રવીઓએ તેમની કારના કાચ તોડી નાખ્યા છે. સુપ્રિયોએ કહ્યું કે, પ્રશાસન યોગ્ય રીતે મતદાન કરાવી શકતુ નથી. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગિય દ્વારા ટીએમસી પર ગુંડાઓનો સાથ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દોઢ કલાકે ચાલુ થયું મતદાન
યુપીના કન્નૌજમાં દોઢ કલાક બાદ 6 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. અહીં બૂથ સંખ્યા 110, 141, 444, 35, 160, 161 પર ઈવીએમમાં ખરાબીના કારણે મતદાન અટકી પડ્યું હતું. જેને લઈને સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
મુંબઈ નોર્થથી કોંગ્રેસના ઉમેદવાર અને અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકરે પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બાંદ્રા ખાતે મતદાન કર્યું. તેમનો મુકાબલો ભાજપના શક્તિશાળી નેતા ગણાતા ગોપાલ શેટ્ટી સામે છે.
પૂનમ મહાજન, આરબીઆઈના ગવર્નરે આપ્યો મત
પશ્ચિમ બંગાળના આસાનસોલમાં બૂથ સંખ્યા 222 અને 226 પર લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઉન્નાવથી ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજે પણ મતદાન કર્યું. લોકપ્રિય ગાયક શંકર મહાદેવને વાશીના ગોલ્ડક્રેસ્ટ સ્કૂલમાં પત્ની સાથે મતદાન કર્યું. પૂનમ મહાજને વરલીમાં મતદાન કર્યું. તેઓ મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠકથી ભાજપના ઉમેદવાર છે. પૂનમ મહાજન ભાજપના દિગ્ગજ દિવંગત નેતા પ્રમોદ મહાજનના પુત્રી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પણ મુંબઈમાં મત આપ્યો.
વોટિંગ શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોને જંગી મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે લોકસભા ચૂંટણીના વધુ એક તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. હું આશા રાખું છું કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે અને ગત ત્રણ તબક્કાના મતદાનનો રેકોર્ડ તોડશે. મારી યુવા મતદારોને ખાસ અપીલ છે કે તેઓ પોલિંગ બૂથ જાય અને મતદાન કરે.
Another phase of the General Elections begins today. I hope those voting today do so in large numbers and break the voting records of the previous three phases.
A special appeal to young voters to head to the polling booth and exercise their franchise.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 29, 2019
અનિલ અંબાણી અને ગિરિરાજ સિંહ, વસુંધરા રાજે, રેખાએ આપ્યો મત
ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા રવિકિશને મુંબઈના ગોરેગાંવમાં મતદાન કર્યું. જ્યારે અભિનેત્રી રેખાએ બાન્દ્રામાં મતદાન કર્યું. બિહારના બેગુસરાયથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે લખીસરાય જિલ્લાના બરાહિયાના પોલિંગ બૂથ નંબર 33 પર મતદાન કર્યું. બેગુસરાયમાં તેમનો મુકાબલો સીપીઆઈના ઉમેદવાર કનૈયાકુમાર સામે છે. ઊદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઈમાં મતદાન કર્યું. જ્યારે ભાજપના નેતા વસુંધરા રાજેએ પણ ઝાલાવાડમાં મતાધિકારનો ઉપયોગ કર્યો.
યુપીના કન્નૌજમાં બે બૂથો પર હજુ મતદાન શરૂ થઈ શક્યું નથી. છિબરામઉની બૂથ સંખ્યા 160, 161 પર હજુ મતદાન શરૂ થયું નથી. ઈવીએમમાં ટેક્નિકલ ખામીના કારણે મતદાન રોકાયેલું છે. કન્નૌજમાં સપા નેતાઓને નજરબંધ કરવાની ફરિયાદ કરવા સમાજવાદી પાર્ટી ચૂંટણી પંચ પાસે જશે. પોલીસ પ્રશાસને રવિવાર રાતથી જ સપાના અનેક નેતાઓને નજરકેદ કર્યા છે. સપાએ ભાજપ પર પોલીસ પ્રશાસનના દુરઉપયોગનો આરોપ લગાવ્યો છે.
નવ રાજ્યોની 71 બેઠકો પર મતદાન
જે નવ રાજ્યોની 71 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. ભાજપ અને તેના સહયોગી પક્ષો માટે આ તબક્કો ખુબ જ મહત્વનો છે. કારણ કે 2014ની લોકસભા ચૂંટણીમાં આ 71 બેઠકોમાંથી 56 બેઠકો પર તેમને જીત મળી હતી. બાકીની 16 બેઠકોમાંથી બે પર કોંગ્રેસને જીત મળી હતી. જ્યારે બીજી તૃણમૂલ કોંગ્રેસ (6) અને બીજેડી (6) જેવી વિપક્ષી પાર્ટીઓને ફાળે ગઈ હતી.
આજે મહારાષ્ટ્રની 17, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની 13-13, પશ્ચિમ બંગાળની આઠ, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6-6, બિહારની 5 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ બેઠક માટે પણ આજે મતદાન થશે. અનંતનાગ બેઠક માટે ત્રણ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
જુઓ LIVE TV
2014માં 54માંથી 52 બેઠકો ભાજપે જીતી હતી
રાજસ્થાન અને મધ્ય પ્રદેશની કુલ 54 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. વર્ષ 2014માં આ બે રાજ્યોમાંની કુલ 54 બેઠકોમાંથી ભાજપને 52 બેઠકો મળી હતી. ગત વર્ષે બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને કોંગ્રેસે સત્તા વાપસી કરી પોતાની સ્થિતિ મજબુત કરી છે. લોકસભા ચૂંટણીના પહેલા ત્રણ તબક્કાના મતદાનમાં 302 સીટોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. જ્યારે અંતિમ ત્રણ તબક્કામાં 162 બેઠકો માટે મતદાન થશે.
ચોથા તબક્કાના મતદાનમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહ, સુભાષ ભામરે, એસ એસ આહલુવાલિયા, અને બાબુલ સુપ્રિયો તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી તથા કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ તથા અધીર રંજન ચૌધરી સહિત 961 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. આ તબક્કામાં લગભગ 12.79 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
કનૈયાકુમારથી લઈને ઉર્મિલા માર્તોંડકર તથા ડિમ્પલ યાદવના ભાવિનો થશે ફેસલો
ડાબેરી પક્ષથી ચૂંટણી લડી રહેલા કનૈયાકુમાર, ભાજપના બૈજયંતા પાંડા, કોંગ્રેસના ઉર્મિલા માર્તોંડકર, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના શતાબ્દી રોય, અને કોંગ્રેસના મિલિંદ દેવડા સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ ચોથા તબક્કાના મતદાન બાદ નક્કી થશે. ચૂંટણી પંચે 1.40 લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ચોથા તબક્કાની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્રની તમામ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ જશે. રાજ્યમાં વિપક્ષી કોંગ્રેસને ઉત્તર મહારાષ્ટ્ર અને મુંબઈમાં ગુમાવેલુ જન સમર્થન ફરીથી પાછું મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી રહી છે. કોંગ્રેસની સહયોગી પાર્ટી એનસીપીને પણ થાણે જિલ્લા તથા પશ્ચિમ મહારાષ્ટ્રમાં ફરીથી વાપસીનો ઈન્તેજાર છે. ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની જે 17 બેઠકો પર મતદાન થશે તે તમામ ભાજપે જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે