Viral: લીંબુની ગેરહાજરીમાં લસણે સંભાળી સત્તા, તસવીર જોઇ આવશે મજા

ગત થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર લીંબુના ભાવને લઇને રસપ્રદ મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. લીંબુના ભાવ ભલે ગરમીમાં લોકો હાલત ખરાબ કરી રહ્યા હોય, પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ જોક્સ શેર કરવામાં જોરશોરથી ભાગ લઇ રહ્યા છે.

Viral: લીંબુની ગેરહાજરીમાં લસણે સંભાળી સત્તા, તસવીર જોઇ આવશે મજા

Garlic with Chilli to avoid Evil Eye: એપ્રિલનો મહિનો ચાલી રહ્યો છે અને દેશમાં ગરમી ખૂબ ઝડપથી પડવા લાગી છે. ગરમીમાં લોકોના ઘરમાં એક વસ્તુ જે સૌથી ઉપયોગમાં લેવામાં આવે છે, તે છે લીંબુ. જોકે દેશમાં લીંબૂના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મોંઘા હોવાના લીધે આ સામાન્ય લોકોની પહોંચથી ઘણા દૂર છે.  

રસપ્રદ તસવીરો થઇ વાયરલ
ગત થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર લીંબુના ભાવને લઇને રસપ્રદ મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. લીંબુના ભાવ ભલે ગરમીમાં લોકો હાલત ખરાબ કરી રહ્યા હોય, પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ જોક્સ શેર કરવામાં જોરશોરથી ભાગ લઇ રહ્યા છે. સોશિયલ મીડીયા પર હાલમાં એક તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીરને જોતાં હસીને હસીને તમને પેટમાં દુખાવો થઇ જશે. ફોટામાં તમે મરચાં સાથે લસણ લટકેલું જોઇ શકો છો. 

જોકે લીંબુના બદલે ફોટામાં લસણ લટકાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે બુરી નજરને દૂર કરવા માટે લોકો પોતાની દુકાનો અને મકાનોમાં લીંબુની સાથે મરચાં લટકાવે છે. માનવામાં આવે છે કે તેનાથી દુકાન અને મકાન પર લોકોની કાળી નજર પડતી નથી. જોકે વાયરલ થઇ રહેલા ફોટામાં લીંબુની જગ્યાએ લસણ જોઇ લોકો મજા લઇ રહ્યા છે. 

IPS અધિકારીએ શેર કરી તસવીર
આ મેજદાર તસવીરને IPS અધિકારી રૂપિન શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર  એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેમણે મજેદાર કેપ્શન પણ લખી છે. પોતાની કેપ્શનમાં તેમણે લખ્યું 'વધતી જતી મોંઘવારીને જોતાં લીંબુની ગેરહાજરીમાં લસણે સત્તા સંભાળી છે. લસણે આજે કાર્યભાર ગ્રહણ કર્યો. IPS અધિકારીની આ પોસ્ટ લોકોને જોરદાર પસંદ આવી રહી છે. આ ઉપરાંત લોકો પોસ્ટ પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news