તીસ હજારી તાંડવ: છૂટા હાથે મારામારીમાં 30થી વધુ વકીલ-પોલીસકર્મી ઘાયલ, સોમવાર સુધી કોર્ટ બંધ, SITની રચના

તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)માં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20થી વધુ પોલીસકર્મીઓ જેમાં એક એડિશનલ ડીસીપી, બે એસએચઓ ઉપરાંત આઠ વકીલ ઘાયલ થયા. ઝઘડા દરમિયાન એક વકીલને પોલીસ દ્વારા થયેલા હવાઈ ફાયરિંગની ગોળી પણ વાગી છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ જેલ વાન અને પોલીસ જિપ્સી સહિત 20થી વધુ વાહનોમાં આગચંપી કરી  હતી. આ મામલે તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચની એક એસઆઈટીની રચના કરી છે. 

તીસ હજારી તાંડવ: છૂટા હાથે મારામારીમાં 30થી વધુ વકીલ-પોલીસકર્મી ઘાયલ, સોમવાર સુધી કોર્ટ બંધ, SITની રચના

નવી દિલ્હી: તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)માં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20થી વધુ પોલીસકર્મીઓ જેમાં એક એડિશનલ ડીસીપી, બે એસએચઓ ઉપરાંત આઠ વકીલ ઘાયલ થયા. ઝઘડા દરમિયાન એક વકીલને પોલીસ દ્વારા થયેલા હવાઈ ફાયરિંગની ગોળી પણ વાગી છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ જેલ વાન અને પોલીસ જિપ્સી સહિત 20થી વધુ વાહનોમાં આગચંપી કરી  હતી. આ મામલે તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચની એક એસઆઈટીની રચના કરી છે. 

આ બધા વચ્ચે શનિવારના આ ચોંકાવનારા ઘટનાક્રમ પર દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ એસ.એન.ઢિંગરાએ આઈએએનએસ સાથે વાતચીતમાં 17 ફેબ્રુઆરી 1988ના રોજ તત્કાલિન ડીસીપી કિરણ બેદી અને વકીલો વચ્ચે થયેલી તીસ હજારી કોર્ટની બબાલને યાદ કરી હતી. શનિવારે મોડી સાંજે દિલ્હી દિલ્હી પોલીસથી ગુસ્સે ભરાયેલા વકીલોએ સોમવાર સુધી દિલ્હીની તમામ કોર્ટોમાં કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. 

— ANI Digital (@ani_digital) November 2, 2019

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ ઢિંગરાએ કહ્યું હતું કે આ ઘટનાએ 31 વર્ષ પહેલાની કડવી યાદો તાજી કરી છે. તે વખતે ઢિંગરા તીસ હજારી કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ હતાં. તેમણે કહ્યું કે ભારતમાં મોટાભાગના વકીલો માને છે કે જાણે તેઓ જ કાયદો, જજ અને કોર્ટ છે. મોટા ભાગના વકીલો એવું વિચારે છે જાણે કાયદો વકીલોથી ચાલે છે, કોર્ટ-જજ કે બંધારણથી નહીં. જ્યારે હકીકતમાં એવું કશું નથી. બધાથી મળીને જ દેશ અને કાયદો ચાલે છે. 

શનિવારના કાંડ મામલે પોલીસનું કહેવું છે કે વકીલો લોકઅપની અંદર જઈને મારપીટ કરવા લાગ્યા હતાં. તેમણે પોલીસની ગાડીઓ અને બાઈકોને આગચંપી કરી.  ત્યારબાદ કેદીઓએ દમ ઘૂટવાની ફરિયાદ કરી. માનવસાંકળ બનાવીને કેદીઓને સુરક્ષિત રીતે તિહાડ શિફ્ટ કરાયા હતાં. કેદીઓને લાવનાર  લઈ જનારી થર્ડ બટાલિયન સાથે ચર્ચા વિવાદ અને ત્યારબાદ બબાલ થઈ હતી. પોલીસે બચાવમાં હવાઈ ફાયરિંગ કર્યું જેનાથી વકીલ ઘાયલ થઆ પરંતુ આ બધુ સાઈન્ટિફિક તપાસ બાદ ક્લિયર થશે. 

જુઓ LIVE TV

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. પોલીસના ફાયરિંગ બાદ વકીલ ભડકી ગયા હતાં અને તેમણે પોલીસની ગાડીઓમાં તોડફોડ  કરી હતી. વકીલોએ પોલીસના કેટલાક અધિકારીઓની પીટાઈ પણ કરી હીત. રિપોર્ટ મુજબ વકીલોએ અનેક ગાડીઓમાં આગ લગાવી. તેમણે કડકડડૂમા કોર્ટમાં જઈને પણ બાબલ કરી અને પોલીસ બેરિકોર્ડમાં આગ લગાવી હતી. યેન કેન પ્રકારે પોલીસે મામલો શાંત કર્યો. 

મોડી રાતે ઉત્તર દિલ્હીના એડિશનલ પોલીસ કમિશનર હરેન્દ્ર સિંહે કહ્યું કે પોલીસે વિપરિત સંજોગોમાં પણ ધીરજ અને સમજદારીથી કામ લીધુ. અમને ઘટનાસ્થળે હાજર કેદીઓ, પોલીસ અને વકીલોને સુરક્ષિત બચાવવાની ચિંતા હતી. મોટાભાગે અમે અમારા પ્રયત્નોમાં સફળ પણ રહ્યાં. 

આ બાજુ મોડી રાતે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરે પણ આ સમગ્ર મામલે અધિકૃત નિવેદન જારી કરતા કહ્યું કે ઝઘડાનું મૂળ કોર્ટના લોકઅપમાં તહેનાત દિલ્હી પોલીસની ત્રીજી વાહિનીના સંતરી અને વકીલ વચ્ચે કાર પાર્કિંગને લઈને થયેલો વિવાદ ગણાવવામાં આવ્યો. દિલ્હી પોલીસ પ્રવક્તા અનિલ મિત્તલના જણાવ્યાં મુજબ કેટલાક વકીલ લોકઅપ સામે કાર ઊભી રાખતા હતાં. સંતરીએ કહ્યું કે અહીંથી કેદી અને તેમના વાહનને લાવવા લઈ જવામાં મુશ્કેલી પડશે. આ વાત પર વકીલો ભેગા થઈ ગયાં. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કેવી રીતે વકીલો જબરદસ્તીથી લોકઅપમાં જ ઘૂસી ગયાં. સમજાવવા છતાં વકીલ પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ અને ગેરવર્તણૂંક કરતા રહ્યાં. વકીલોએ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી. હાલાત બેકાબુ થતા જોઈને લોકઅપમાં બંધ વિચારાધીન કેદીઓની સુરક્ષામાં પોલીસે હવામાં ગોળી ચલાવવી પડી.

નિવેદન મુજબ આ ઝઘડામાં 20 પોલીસકર્મીઓ સહિત એક એડિશનલ ડીસીપી અને બે એસએચઓ ઘાયલ થયાં જ્યારે 8 વકીલો ઈજાગ્રસ્ત થયા છે. 12 અંગત મોટર સાઈકલો, દિલ્હી પોલીસની એક ક્વિક રિએક્શન ટીમની જિપ્સી, 8 જેલવાહનોને ક્ષતિ પહોંચી છે. આ તમામ વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. ધૂમાડા અને આગચંપીના કારણે લોકઅપમાં બંધ કેદીઓનો દમ ઘૂટવા લાગ્યો હતો. તેમને માનવ સાંકળ બનાવીને સુરક્ષિત તિહાડ જેલ મોકલવામાં આવ્યાં. બંને પક્ષો તરફથી ફરિયાદ મળી છે. તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટી બનાવવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news