Latest News Live Update: મહેસુલ વિભાગનો મહત્વનો નિર્ણય: દસક્રોઈ તાલુકાના 5 ગામ ઘાટલોડિયામાં સમાયા
દસકોઈ તાલુકાના પાંચ ગામ અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Trending Photos
7:53 PM: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. દસકોઈ તાલુકાના પાંચ ગામ અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. લીલાપુર, લપકામણ, ખોડીયાર, બોપલ અને ઘુમા ગામના લોકોને મહેસુલી કામ માટે ૩૫ કિ.મી.દુર પૂર્વ પ્રાંત ઓફીસ વસ્ત્રાલ જવું પડતું હતું. હવે આ ગામના લોકોના મહેસુલી કામ પશ્વિમ પ્રાંત ઓફીસથી થશે.
7:13 PM: Sonam Kapoor Son First Photo Out: સોનમ કપૂરે 20 ઓગસ્ટ 2022 ના રોજ એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારથી સોનમ હોસ્પિટલમાં જ હતી, અને આજે એટલે કે 26 ઓગસ્ટ 2022 ના રોજ દિવસ બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હોસ્પિટલમાંથી નિકળતા સોનમની તસવીર સામે આવી છે પરંતુ પાપા આનંદ આહૂજા ખોળામાં પોતાના પુત્રને લઇને જોવા મળે છે અને સોનમ-આનંદના પુત્રની પહેલી તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. નાના અનિલ કપૂરે પણ પોતાની ખુશી મીડિયા સમક્ષ જાહેર કરી છે.
સોનમ કપૂરને ડિલીવરીના છ દિવસ બાદ હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવી છે. ત્યાં સુધી સોનમની તસવીર સામે આવીન અથી તો બીજી તરફ આનંદ આહૂજાને પોતાના પુત્ર સાથે કેપ્ચર કરવમાં આવ્યો છે. આનંદ આહૂજા સાથે તેમના પુત્રને જોઇ શકાય છે. જેણે કપડાંમાં લપેટીને ખોળામાં લીધેલો છે. આનંદના ફોટામાં તેમના પુત્રનો ચહેરો જોવા મળી રહ્યો નથી.
PM Modi ની લોકપ્રિયતાની લિસ્ટમાં ટોપ પર, દિગ્ગજ નેતાઓ થયા ફેલ
6:41 PM: Morning Consult Survey: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં યથાવત છે. મોર્નિંગ કંસલ્ટ સર્વે પ્રમાણે 75 ટકાના અપ્રૂવલ રેટિંગની સાથે પીએમ મોદી એકવાર ફરી ગ્લોબલ રેટિંગમાં ટોપ પર છે. પીએમ મોદી બાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મૈનુઅલ લોપેઝ ઓબ્રેડોર અને ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રૈગી 63 ટકા અને 54 ટકા રેટિંગની સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે.
જો બાઇડેન પાંચમાં સ્થાને
દુનિયાના 22 નેતાઓની યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન 41 ટકા રેટિંગની સાથે પાંચમાં સ્થાને છે. બાઇડેન બાદ કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રૂડો (39 ટકા) અને જાપાની પ્રધાનમંત્રી કિશિદા (38 ટકા) છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો....
J-K: ગુલાબ નબી આઝાદના સમર્થનમાં રાજીનામાની વણઝાર, 6 પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
6:15 PM: વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે શુક્રવારે કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આઝાદે રાજીનામામાં કોંગ્રેસ હાઇકમાન્ડ પર પ્રહાર કર્યા છે અને જમ્મૂ કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. હવે આઝાદના સમર્થનમાં જમ્મૂ કાશ્મીરના ઘણા મોટા નેતા રાજીનામા આપી રહ્યા છે. અત્યાર સુધી 6 પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ તમામ નેતાઓએ આઝાદનું ખુલીને સમર્થન કર્યું છે.
આજે જે 6 પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, તેમાં જીએમ સરૂરી, હાજી અબ્દુલ રાશિદ,અ અમીન ભટ, ગુલઝાર, અહમદ વાની, ચૌધરી મોહમંદ અકરમ અને આરએમ ચિબનું નામ સામેલ છે. આ તમામ નેતા કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે આરએસ ચિબ અને જીએમ સરૂરી જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસ સરકારના સમયમાં મંત્રી પણ રહ્યા છે.
5:55 PM: મહારાષ્ટ્રમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે માટે પડકારનો પહાડ છે. સત્તામાંથી દૂર થયા બાદ તેમની પાર્ટીમાં પણ ફૂટ પડી છે. ઘણા સાંસદ-ધારાસભ્ય સીએમ એકનાથ શિંદેના પક્ષમાં થયા છે. અત્યારે પાર્ટીના અસ્તિત્વને બચાવવાની લડાઇ ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં સંભાજી બ્રિગેડ સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. આ એક મહારાષ્ટ્રનું વિવાદિત સંગઠન છે જે પહેલાં ઘણીવાર હિંસક પ્રદર્શનમાં ભાગ લઇ ચૂક્યું છે.
5:35 PM: કોરોનાકાળમાં નોકરીઓ અને કંપનીઓ બચાવવામાં વર્ક ફ્રોમ હોમ (Work From Home) એ મોટો રોલ ભજવ્યો હતો. લોકડાઉન (Lockdown) જેવી હાલતમાં જ્યારે લોકો ઘરેથી નિકળી શકતા ન હતા ત્યારે વર્ક ફ્રોમ હોમના લીધે કામ કરતા રહ્યા જેથી તેમની નોકરીઓ બચી રહી અને કંપનીઓના કામકાજ પર અસર થઇ. આ સુવિધાનો સૌથી વધુ ફાયદો આઇટી સેક્ટરના લાખો કર્મચારીઓને મળ્યા. આઇટી કંપનીઓએ તેના સહારે ગ્રોથને પ્રભાવિત થવા ન દીધો. એટલું જ નહી આઇટી કંપનીઓ વર્ક ફ્રોમ હોમને ખતમ કરી રહી છે. ટીએસએ તો પોતાના કર્મચારીઓને ઓફિસ પરત આપવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. એપલ પણ વર્ક ફ્રોમ હોમને ખતમ કરી રહી છે. પરંતુ આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની એક સલાહથી આ કંપનીઓએ પોતાની રણનીતિ બદલવાનો વિચાર કરવો પડી શકે છે. જોકે મોદી આ સલાહ બાદ દેશમાં હવે નોકરી કરવાની રીત એકદમ બદલાઇ જશે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો....
5:15 PM: યૂએઇની પાયલોટ આઇશા અલ મંસૂરી સંયુક્ત અરબ અમીરાતના એવિએશન ઇતિહાસમાં કોમર્શિયલ કેપ્ટન બનનાર પ્રથમ મહિલા બની ગઇ છે. 33 વર્ષની યૂએઇની મૂળ નિવાસી આઇશાએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2007 માં મશહૂર એતિહાદ એરલાઇન્સ સાથે કોમર્શિયલ પાયલોટ કરી હતી. ત્યારથી તે એતિહાદ સાથે જ જોડાયેલી છે.
એતિહાદમાં ટ્રેનિંગ બાદ આઇશા સુપરજંબો પેસેન્જર એરક્રાફ્ટ Airbus A380 ને ઉડાનાર યૂએઇની પહેલી મહિલા પાયલોટ બની અને ઇતિહાસ બનાવ્યો. ત્યારબાદ ફરી એકવાર આઇશાએ કેપ્ટન રેંક પર પ્રમોશન મેળવી ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ખાસ વાત એ છે કે આઇશાને કેપ્ટન પદ પર પ્રમોશન અમીરાતી મહિલા દિવસના થોડા દિવસો પહેલાં થયું છે. જે ખૂબ સકારાત્મક ગણવામાં આવે છે.
4:54 PM: ચાર વર્ષ માટે સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી કેન્દ્ર સરકારની 'અગ્નિપથ' યોજનાને લઇને નેપાળમાં પણ વિવાદ શરૂ થઇ ગયો છે. નેપાળમાં વિપક્ષી પાર્ટીઓ અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહી છે. જેવી ચિંતા ભારતમાં હતી, એવી જ સ્થિતા ત્યાંથી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે ચાર વર્ષ બાદ આ યુવા શું કરશે?
અગ્નિપથ યોજના અંતગર્ત જ નેપાળી યુવાનોને પણ સેનામાં ભરતી કરવાના છે. આઝાદી બાદ યૂકે, નેપાળ અને ભારતમાં થયેલા એક કરાર અંતગર્ત નેપાળી ગોરખાઓને ભારતીય બ્રિટિશ સેનામાં ભરતી કરવામાં આવે છે. નેપાળી યુવાનોની ભરતી માટે સેના ભરતી રેલી કરવાની હતી, પરંતુ નેપાળ સરકાર તરફથી જોઇ જવાબ ન આવ્યા બાદ આ રેલીને રદ કરી દેવામાં આવ્યો હતો.
આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે લાંબા સમયથી ગોરખા સૈનિકોને ભારતીય સેનામાં ભરતી કરવામાં આવી રહી છે અને અગ્નિપથ યોજના અંતગર્ત ગોરખા સૈનિકોને ભરતી કરવામાં આવશે.
4:34 PM: AAP Government Confidence Motion: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સોમવારે 29 ઓગસ્ટના રોજ વિશ્વાસ પ્રસ્તાવ લાવશે. દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર એક દિવસ માટે વધારી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં શુક્રવારે વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપનું રાજકારણ વચ્ચે વિશેષ સત્રને એક દિવસ માટે વધારવાનો નિર્ણય કર્યો છે.
4:15 PM: Flood in Pakistan: પડોશી દેશ પાકિસ્તાન આ પૂરના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. તેને જોતાં પાકિસ્તાન સરકારે 'રાષ્ટ્રીય ઇમરજન્સી' જાહેર કરી દીધી છે અને પૂર પ્રભાવિત લોકોના પુનર્વાસમાં મદદ માટે ડોનેશન માંગ્યું છે. સમા ટીવીની રિપોર્ટરના અનુસાર પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પોતાની યૂનાઇટેડ કિંગડમની યાત્રા રદ કરી દીધી છે અને તે કતર પરત આવીને પૂર રાહત ગતિવિધિઓની સમીક્ષા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
ગુરૂવારે જાહેર કરવામાં આવેલા નિએદનમાં સૂચના અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગજેબે દેશમાં પૂરની સ્થિતિને રાષ્ટ્રીય ઇમરજન્સી ગણાવી છે. મંત્રીએ કહ્યું કે બલૂચિસ્તાન અને સિંધમાં પૂરથી તબાહી માટે રાષ્ટ્રીય ભાવનાની જરૂર છે. પાકિસ્તાન સરકારે દેશમાં વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધી 343 બાળકો સહિત 937 લોકોના મોત અને ઓછામાં ઓછા 3 કરોડ લોકો બેઘર થઇ ચૂક્યા છે.
3: 50 PM: આજે સવારે તેજી સાથે ખુલેલા બજાર આખો દિવસ તેજીમાં રહ્યા બાદ હવે પોઝિટિવ નોટ સાથે બંધ થયા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 59.15 પોઈન્ટના વધારા સાથે 58833.87ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 36.40ના વધારા સાથે 17558.90 ના સ્તરે બંધ થયા છે.
અમેરિકી બજારમાંથી મળેલી જબરદસ્ત તેજીના પરિણામો બાદ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે આજે ભારતીય શેરબજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 445.29 પોઈન્ટના વધારા સાથે 59220.01ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 130.30 પોઈન્ટના વધારા સાથે 17652.80ના સ્તરે ખુલ્યો. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો....
Sonali Phogat Cremation: ભાજપના નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટ આજે પંચતત્વોમાં વિલીન થઇ ગયા છે. ઋષિ નગર સ્થિત સ્મશાન ઘાટમાં તેમની પુત્રી યોશધરાએ તેમને મુખાગ્નિ આપ્યો હતો. માતાની મોત બાદ યશોધરા તેમની અર્થીને કાંધ આપી હતી. મુખાગ્નિ આપતી વખતે યશોધરા ધ્રૂસકે ને ધ્રૂસકે રહી પડી ત્યારબાદ ત્યાં હાજર લોકોની આંખો છલકાઇ ગઇ હતી. સોનાલી ફોગાટના દાહ સંસ્કારમાં ડો કમલ ગુપ્તા સહિતના પૂર્વ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇ પહોંચ્યા હતા.
Haryana | A large number of people join the last rites of BJP leader and content creator Sonali Phogat, in Hisar pic.twitter.com/1bDplXVesW
— ANI (@ANI) August 26, 2022
2:57 PM: Cobra Trailer Out: ક્રિકેટના ફીલ્ડ પર ધમાલ મચાવનાર ઇરફાન પઠાણ (Irfan khan) હવે એક્ટિંગની દુનિયામાં પોતાની ઇનિંગ રમવા માટે તૈયાર છે. ઇરફાન અજ્ય જ્ઞાનમુથુ દ્રારા નિર્દેશિત તમિલ ફિલ્મ કોબરા (Cobra) થી સિનેમાથી શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં ક્રિકેટર એક પોલીસ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મ 31 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રિલિઝ થશે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો....
2:45 PM: એરલાઇન કંપની એર ઇન્ડીયા (Air India) એ પોતાના કર્મચારીઓને ખુશખબરી આપી છે. એર ઇન્ડીયા એક સપ્ટેમ્બરથી તમામ કર્મચારીઓને પ્રી-કોવિડની સેલરી ફરીથી શરૂ કરશે. એટલે કે કોવિડ મહામારી આવી તે પહેલાં કર્મચારીઓનો જેટલો પગાર હતો, તેમને એક સપ્ટેમ્બરથી એટલો જ પગાર મળવાનું શરૂ થઇ જશે.
જોકે, કોવિડ મહામારીના લીધે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન વિમાન સેવ્વાઓ બંધ થઇ ગઇ હતી. તેના લીધે કર્મચારીઓના પગારમાં કાપ મુક્યો હતો. મહામારી દરમિયાન પાયલોટના ઉડાન ભથ્થામાં 35નો ઘટાડો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સ્પેશિયલ એલાઉન્સમાં 40 ટકાનો ઘટાડો કર્યો હતો.
2:10: Kartik Aaryan-Kiara Advani: બોલીવુડ સુપરસ્ટાર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડીએ આ વર્ષે બીજી સૌથી મોટી હિટ ફિલ્મ ભૂલ ભુલૈયા (Bhool Bhulaiya 2) આપી છે. આ ફિલ્મમાં કાર્તિ અને કિયારાની જોડી દર્શકોને ખૂબ ગમી હતી. આ દરમિયાન આ બંને કલાકારોએ ફેન્સ માટે મોટી ખુશખબરી આપી છે, કારણ કે કાર્તિક અને કિયારા (Kiara Advani) ની આગામી ફિલ્મ સત્ય પ્રેમ કી કથા (Satya Prem Ki Katha) ની રિલીઝ ડેટની જાહેરાત થઇ ચૂકી છે. આ બંને સ્ટાર્સ ફરી એકવાર મોટા પડદા પર ધમાવશે.
2:00 PM હિસાર: ટિકટોક સ્ટાર અને ભાજપ લીટર સોનાલી ફોગાટના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલાં તેમના પાર્થિવ શરીરને ગોવાથી હરિયાણાના હિસાર લાવવામાં આવ્યા. સોનાલી ફોગાટનું મોત એક કોયડો છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે હાર્ટ એટેકના લીધે નિધન થઇ ગયું છે. પછી કોઇ ધારદાર હથિયાર વડે તેમના શરીરને ઇજા પહોંચાડી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
સોનાલીના મોટા ભાઇ કુલદીપે કહ્યું કે તે ગોવા પોલીસની અત્યાર સુધીની તપાસથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે પોર્ટુગલ કાયદા મુજબ આવા કેસમાં પ્રાથમિકી કેસ દાખલ કરતાં પહેલાં પોસ્ટમોર્ટમની જરૂર હોય છે.
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે ત્યારે રાજકીય નેતાઓના રાજીનામા અને પક્ષપલટુંઓના સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુલાબ નબી આઝાદે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 સપ્ટેમ્બરે ચાર કલાક માટે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી હતી.
કોંગ્રેસે મહત્વના ચૂંટણીલક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. ચૂંટણી માટે કોંગ્રેસે 3 મોટા કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી. જેમાં 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાશે, અને 10 સપ્ટેમ્બરે 4 કલાક માટે ગુજરાત બંધના એલાન કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી 15 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરીશું. 4 સપ્ટેમ્બરે સ્ક્રીનીંગ કમિટીની પ્રદેશ નેતાઓ સાથે પ્રથમ મહત્વની બેઠક સાંજે 6 વાગે મળશે.
સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીને બહુમતી સાથે જીત અપાવવા માટે તૈયારીઓમાં લાગી ગયા છે. જેના ભાગરૂપે આજે સીઆર પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. આ દરમિયાન તેમણે સુરતમાં એક કાર્યક્રમમાં નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર વેઘક પ્રહાર કર્યા હતા.
સીઆર પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ ન આપો. એક ભાઈ આવી ને કહે છે કે અમે ફ્રી માં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે. યુવાનોને રોજગારીની લાલચ આપવાની વાત કરી છે. પરંતુ આ વચન આપ્યા બાદ તે કેવી રીતે પાળશે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે, ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી. એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો. વધુ વાંચવા અહીં ક્લિક કરો.....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે