હવે નિશ્ચિંત થઇને મહિલાઓ જઇ રહી છે હજ, મોદી સરકારે હટાવી હતી 'મેહરમ' રોક

નકવીએ કહ્યું કે બે હજારથી વધારે મહિલાઓએ 2019માં મેહરમ વગર હજ જવા માટે આવેદન કર્યું છે. અને આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

હવે નિશ્ચિંત થઇને મહિલાઓ જઇ રહી છે હજ, મોદી સરકારે હટાવી હતી 'મેહરમ' રોક

નવી દિલ્હી: લઘુમતી મામલે મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રવિવારે કહ્યું કે આવનારા વર્ષે મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ મેહરમ (પુરુષ સંબંધિ) વગર હજ યાત્રા પર જઇ શકે છે. નકવીએ હજથી જોડાયેલા સંગઠનોના પ્રતિનિધિઓની સાથે આ બેઠકની અધ્યક્ષતા કરતા કહ્યું કે ભારતીય હજ સમિતિને અત્યાર સુધી 2019ની હજ યાત્રા માટે 2 લાખ 23 હાજર આવેદન મળ્યા છે. તેમને કાર્યલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, તેમાંથી લગભગ 47 ટકા મહિલાઓ છે. હજ આવેદન પ્રક્રિયા સાત નવેમ્બર 2018થી શરૂ થઇ છે અને તેન છેલ્લી તારીખ 12 ડિસેમ્બર છે. નકવીએ કહ્યું કે બે હજારથી વધારે મહિલાઓએ 2019માં મેહરમ વગર હજ જવા માટે આવેદન કર્યું છે. અને આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

તેમણે કહ્યું કે વર્ષ 2018માં પહેલી વખત કેન્દ્રએ મેહરમ વગર હજ જતી મહિલાઓ પર રોક હટાવી હતી અને લગભગ 1300 મહિલાઓ કોઇ પુરૂષ સંબધી વગર હજ યાત્રા પર ગઇ હતી. નકવીએ કહ્યું કે તેમણે લોટરી પ્રણાલીથી છુટ આપવામાં આવી છે અને સૌથી વધારે મહિલા હજ કોઓર્ડિનેટર અને હાજ સહાયકોને ભારતીય મહિલા હજ યાત્રીઓની મદદ માટે તૈનાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત ભારતથી રિકોર્ડ એક લાખ 75 હજાર 25 મુસ્લિમ 2018માં હજ પર આવ્યા હતા અને તે પણ સબ્સિડી વગર. મંત્રીએ કહ્યું કે હજ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવાથી સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી બનાવવામાં મદદ મળી છે. નકવીએ કહ્યું કે હજ 2019 માટે લગભગ 1 લાખ 36 હજાર ઓનલાઇન આવેદન પ્રાપ્ત થયા અને પ્રાઇવેટ ટૂર ઓપરેટરો માટે ઓનલાઇ પોર્ટલનું પણ સંચાલ થઇ રહ્યું છે.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news