ખુબ જ રાહતની વાત! ભારતમાં ખતરનાક Lambda variant નો એક પણ કેસ નોંધાયો નથી

કોરોના વાયરસના C.37 સ્ટ્રેન જેને લંબડા વેરિઅન્ટ (Lambda variant) પણ કહેવામાં આવી રહ્યો છે, વિદેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ જો કે રાહતની વાત એ છે કે આ વેરિઅન્ટનો ભારતમાં કોઈ કેસ જોવા મળ્યો નથી. 
ખુબ જ રાહતની વાત! ભારતમાં ખતરનાક Lambda variant નો એક પણ કેસ નોંધાયો નથી

નવી દિલ્હી: કોરોના વાયરસના C.37 સ્ટ્રેન જેને લંબડા વેરિઅન્ટ (Lambda variant) પણ કહેવામાં આવી રહ્યો છે, વિદેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ જો કે રાહતની વાત એ છે કે આ વેરિઅન્ટનો ભારતમાં કોઈ કેસ જોવા મળ્યો નથી. 

દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં લગભગ 80 ટકા સંક્રમણના કેસ આ સ્ટ્રેનના છે. કોરોનાનો આ વેરિઅન્ટ છેલ્લા એક મહિનામાં 27થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. 

વૈજ્ઞાનિકોને આ વાતની ચિંતા
વૈજ્ઞાનિકોને એ વાતની ચિંતા છે કે કોવિડ-19નો આ સ્ટ્રેન બની શકે કે રસીકરણને લઈને ઈમ્યુન હોય અને તેના પર રસીની કોઈ અસર ન થાય. આ સ્ટ્રેન પેરુમાં તબાહી મચાવી રહ્યો છે અને કેસ ઝડપથી વધી રહ્યા છે. 

ભારતની વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ હજુ સુધી આ વેરિઅન્ટનો કોઈ કેસ ભારતમાં જોવા મળ્યો નથી. C.37 સ્ટ્રેન જેને લંબડા વેરિઅન્ટ (Lambda variant) નામ અપાયું છે. તેનો સૌથી પહેલો કેસ ડિસેમ્બર 2020માં પેરુમાં જોવા મળ્યો હતો. ત્યારે કોરોનાના કુલ કેસમાં આ વેરિઅન્ટના કેસની સંખ્યા 1 ટકા જેટલી હતી. 

80 ટકા નવા કેસ આ વેરિઅન્ટના
ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ હવે પેરુમાં 80 ટકા નવા કેસ હવે આ નવા વેરિઅન્ટના સામે આવી રહ્યા છે. આ વેરિઅન્ટ 27થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. 

સેન્ટિયાગોની યુનિવર્સિટી ઓફ ચિલીએ લાંબડા સ્ટ્રેનના પ્રભાવને તે વર્કર્સ પર જોયો જેમને ચીનની કોરોના રસી કોરોનાવેકના બે ડોઝ અપાઈ ચૂક્યા હતા. આ રિસર્ચના પરિણામો મુજબ લાંબડા વેરિઅન્ટ ગામા અને આલ્ફાથી વધુ સંક્રામક છે અને તેના પર રસી લીધા બાદ બનેલી એન્ટીબોડીની પણ કોઈ અસર થતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news