Lalu Yadav જેલમાંથી સરકાર પાડવાનું રચી રહ્યા છે ષડયંત્ર, સુશીલ મોદીએ બહાર પાડ્યો ઓડિયો

બિહારના ભૂતપૂર્વ ડે.સીએમ અને ભાજપના નેતા સુશીલ મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર જેલમાંથી ફોન કરીને બિહારની સરકાર પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

Lalu Yadav જેલમાંથી સરકાર પાડવાનું રચી રહ્યા છે ષડયંત્ર, સુશીલ મોદીએ બહાર પાડ્યો ઓડિયો

પટણા: બિહાર (Bihar)ના ભૂતપૂર્વ ડે.સીએમ અને ભાજપના નેતા સુશીલ મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર જેલમાંથી ફોન કરીને બિહારની સરકાર પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે એક ઓડિયો ક્લિપ પણ બહાર  પાડી છે. જેમાં લાલુ પ્રસાદ યાદવ, ભાજપ ધારાસભ્ય લલન પાસવાન સાથે વાત કરતા મંત્રી પદની ઓફર કરી. 

સુશીલ મોદીએ ઓડિયો ક્લિપ શેર કરીને ટ્વિટર પર લખ્યું કે, 'લાલુ યાદવે દેખાડી પોતાની અસલિયત. લાલુ યાદવ દ્વારા NDAના ધારાસભ્યને બિહાર વિધાનસભા અધ્યક્ષ માટે થનારી ચૂંટણીમાં મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવાના માટે લાલચ આપતા..' ઓડિયો ક્લિપમાં લાલુ યાદવે ધારાસભ્યનું પૂરેપૂરું નામ નથી લીધુ અને તેમને પાસવાનજી કહીને સંબોધન કર્યું છે. જો કે કહેવાય છે કે તેમણે ભાજપના ધારાસભ્ય લલન પાસવાનને ફોન કર્યો હતો. 

શું છે ઓડિયો ક્લિપમાં
ઓડિયો ક્લિપમાં સૌથી પહેલા લાલુ યાદવના પીએનો અવાજ આવે છે. જે વિધાયક સાથે વાત કરવા માટે કહે છે. તેમણે કહ્યું કે વિધાયકજીને ફોન આપો, સાહેબ વાત કરશે, માનનીય લાલુ પ્રસાદ યાદવ. આગળ લાલુ યાદવના પીએએ કહ્યું કે તેઓ રાંચીથી વાત કરે છે. 

લાલુ યાદવ-ધારાસભ્ય વચ્ચે શું થઈ વાત
લાલુ યાદવ- પાસવાનજી અભિનંદન.
વિધાયક- જી પ્રણામ. ચરણ સ્પર્શ.
લાલુ- અમે લોકો તમને આગળ વધારીશું. કાલે સ્પીકરની ચૂંટણીમાં અમારો સાથ આપો. અમે સરકાર પાડી દઈશું અને તમને મંત્રી બનાવીશું.
વિધાયક- હું પાર્ટીમાં છું સર.
લાલુ- પાર્ટીમાં છો તો એબ્સન્ટ થઈ જાઓ. કહી દો કે કોરોના થઈ ગયો હતો. સ્પીકર ફરીથી અમારા થશે તો બધુ જોઈ લઈશું. 
વિધાયક- તમારા ધ્યાનમાં હશે જ ચહેરો, અમે વાત કરીશું. 

लालू प्रसाद यादव द्वारा NDA के विधायक को बिहार विधान सभा अध्यक्ष के लिए होने वाले चुनाव में महागठबंधन के पक्ष में मतदान करने हेतु प्रलोभन देते हुए। pic.twitter.com/LS9968q7pl

— Sushil Kumar Modi (@SushilModi) November 25, 2020

Zee News ઓડિયોની પુષ્ટિ કરતું નથી
ઓડિયો ક્લિપમાં એક અવાજ લાલુ પ્રસાદ યાદવનો અને બીજો અવાજ ભાજપના ધારાસભ્ય લલન પાસવાનનો હોવાનું કહેવાય છે. જો કે Zee News આ ઓડિયોનું પુષ્ટિ કરતું નથી. 

નેચર અને સિગ્નેચર બદલી શકાય નહી- રામસૂરત રાય
બિહાર સરકારના મંત્રી રામસૂરત રાયે લાલુ યાદવનો ઓડિયો વાયરલ થયા બાદ કહ્યું કે નેચર અને સિગ્નેચર કોઈ બદલી શકે નહી. લાલુ યાદવ એ જ કરે છે જે પહેલા કરતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news