કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'શિકારા' જોઈને રોઈ પડ્યા લાલ કૃષ્ણ અડવાણી


કાશ્મીરી પંડિતોના દુખને જોઈને અડવાણી પોતાના આંસુ ન રોકી શક્યા. ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ આ ભાવુક ક્ષણનો વીડિઓ ટ્વીટર પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
 

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'શિકારા' જોઈને રોઈ પડ્યા લાલ કૃષ્ણ અડવાણી

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોની ઘાટીમાંથી હકાલપટ્ટી પર બનેલી ફિલ્મ 'શિકારા' જોઈને ભારતના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રોઈ પડ્યા હતા. દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીએ પુત્રી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતોના દુખને જોઈને અડવાણી પોતાના આસું રોકી ન શક્યા. ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ આ ભાવુક ક્ષણનો વીડિઓ ટ્વીટર પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

વિધુ વિનોદ ચોપડાએ ફિલ્મ્સ તરફથી ટ્વીટમાં લખ્યું, 'શિકારાના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શ્રી. એલ.કેઅડવાણી. અમે તમારા આશીર્વાદ અને હાજરી માટે આભારી છીએ.' વીડિયોમાં લખવામાં આવ્યું છે કે અડવાણી શિકારા જોયા બાદ પોતાના આંસુઓને રોકી ન શક્યા. વીડિઓમાં ચોપડા અડવાણીને સંભાળતી જોવા મળી રહી છે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. 

ફિલ્મ ''શિકારા' 1990માં કાશ્મીરી પંડિતોના ઘાટીમાંથી પલાયન પર આધારિત છે. ખાસ વાત છે કે આ ફિલ્મમાં 4000થી વધુ કાશ્મીરી પંડિત શર્ણાર્થીઓએ અભિનય કર્યો છે અને 1990ની હકાલપટ્ટીના દ્રષ્યને ફરી જીવીત કરવાનો પ્રયત્ન કર્યો છે. એક નેતા તરીકે લાલ કૃષ્ણ અડવાણીએ કાશ્મીરી પંડિતોના દુખને નજીકથી જોયું છે. 

— Vidhu Vinod Chopra Films (@VVCFilms) February 7, 2020

કોર્ટનો પ્રતિબંધ લગાવવાથી ઇનકાર
આ પહેલા શુક્રવારે જમ્મૂ અને કાશ્મીર હાઈકોર્ટે ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરજી અરજીને નકારી હતી. જસ્ટિસ એ એમ મગરે અને ડી એસ ઠાકુરની પીઠે ફિલ્મની રિલીઝથી કાયદો અને વ્યવસ્થામાં કોઈ વિઘ્ન ન આવવાની વાત કહીને જનહિત અરજીને નકારી દીધી હતી. ત્રણ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ગાખલ કરવામાં આવેલી આ અરજીમાં ફિલ્મ તથ્યો પર આધારિત ન હોવા અને સાંપ્રદાયિક હોવાના આધાર પર ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. અરજીકર્તાઓનો દાવો છે કે આ ફિલ્મમાં 1990માં ઘાટીથી કાશ્મીરી પંડિતોના પલાયન માટે આખી કાશ્મીરી વસ્તીને દોષી ઠેરવવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news