Lakhimpur Kheri: SC નો સવાલ- લખીમપુર મામલે કેટલી ધરપકડ થઈ? યુપી સરકાર કાલે આપશે જવાબ

લખીમપુર ખીરી હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. કોર્ટે યુપી સરકારને એક દિવસનો સમય આપ્યો છે અને શુક્રવારે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે.

Lakhimpur Kheri: SC નો સવાલ- લખીમપુર મામલે કેટલી ધરપકડ થઈ? યુપી સરકાર કાલે આપશે જવાબ

નવી દિલ્હી: લખીમપુર ખીરી હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. કોર્ટે યુપી સરકારને એક દિવસનો સમય આપ્યો છે અને શુક્રવારે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે. આ રિપોર્ટમાં મૃતકોની જાણકારી, FIR ની જાણકારી, કોની ધરપકડ થઈ, તપાસ આયોગ વગેરે અંગે તમામ ડિટેલ આપવાની છે. 

કોર્ટે સરકારને એ પણ આદેશ આપ્યો છે કે મૃતક ખેડૂત લવપ્રીત સિંહના માતાની સારવાર માટે દરેક શક્ય મદદ કરવામાં  આવે. પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાને ઊંડો આઘાત લાગ્યો હતો અને ત્યારથી તેઓ બીમાર છે. કોર્ટમાં યુપી સરકાર તરફથી હાજર રહેલા ગરિમા પ્રસાદે કહ્યું કે સરકારે એફઆઈઆર દાખલ કરી લીધી છે. આ ઉપરાંત હાઈકોર્ટના રિટાયર્ડ જજના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવી છે. 

સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે હાઈકોર્ટમાં આ મામલે કેટલી અરજીઓ દાખલ થઈ છે તેની વિગતો અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરો. આ ઉપરાંત કેટલી એફઆઈઆર, કેટલી ધરપકડ, કેટલા આરોપીઓ...વેગેર બધું જણાવો. કોર્ટે યુપી સરકારને કહ્યું કે ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત આઠ લોકોની હત્યા કરી દેવાઈ. અમે જાણવા માંગીએ છીએ કે આરોપી કોણ છે અને તમે તેમની ધરપકડ  કરી છે કે નહીં? આ મામલે આજની સુનાવણી પૂરી થઈ ગઈ છે. કાલે ફરીથી થશે. 

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પૂછ્યો સવાલ
પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધીએ લખીમપુર ખીરી હિંસા અંગે પોતાની જ સરકારને સવાલ પૂછ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વીડિયો બિલકુલ સ્પષ્ટ છે. હત્યા દ્વારા પ્રદર્શનકારીઓને ચૂપ કરાવી શકાય નહીં. અહંકાર અને ક્રુરતાની સોચ ખેડૂતોના મગજમાં આવે તે પહેલા તેમને ન્યાય મળવો જોઈએ. 

તપાસ માટે આયોગની રચના
લખીમપુર ખીરી હિંસાની તપાસ માટે એક સદસ્ય આયોગની રચના કરાઈ છે. અલાહાબાદ હાઈકોર્ટના રિટાયર્ડ જજ પ્રદીપકુમાર શ્રીવાસ્તવ આયોગના પ્રમુખ હશે. આ તપાસ આયોગનું મુખ્યાલય લખીમપુર જ રહેશે. આ સાથે જ આયોગે 2 મહિનાની અંદર પોતાની તપાસ પૂરી કરવાની રહેશે. લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા  ભાજપના કાર્યકરોને પણ 45 લાખ રૂપિયાના ચેક અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news