Video: કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ- 'તલવારથી મારા કાર્યકરોની હત્યા કરાઈ'

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 ખેડૂત, 3 ભાજપના કાર્યકર, 1 ભાજપના નેતાનો ડ્રાઈવર અને પત્રકાર સામેલ છે. આ મામલે રાજ્યમાં રાજકારણ ખુબ ગરમાયુ છે.

Video: કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ- 'તલવારથી મારા કાર્યકરોની હત્યા કરાઈ'

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 ખેડૂત, 3 ભાજપના કાર્યકર, 1 ભાજપના નેતાનો ડ્રાઈવર અને પત્રકાર સામેલ છે. આ મામલે રાજ્યમાં રાજકારણ ખુબ ગરમાયુ છે. યોગી આદિત્યનાથે આજે એક મોટી બેઠક બોલાવી. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ આ મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર મોટો આરોપ લગાવ્યો છે. 

કેન્દ્રીય મંત્રીનો રાકેશ ટિકૈત પર આરોપ
લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય નેતા અજય મિશ્રાએ પોતાનો પક્ષ રજુ  કર્યો અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાકેશ ટિકૈત દેશમાં અસ્થિરતા ફેલાવવા માંગે્ છે. આ સાથે જ તેમણે કહ્યું કે લખીમપુરમાં મારા કાર્યકરો પર તલવાર અને લાઠીથી હુમલો કરાયો. કદાચ મારો પુત્ર ઘટનાસ્થળે હોત તો તેનો પણ જીવ ગયો હોત. 

તેમણે કહ્યું કે હું ઘટનાસ્થળે નહતો કે મારો પુત્ર પણ નહતો. આવી ધડ માથા વગરની માગણી યોગ્ય નથી. મામલાની તપાસ થવી જોઈએ. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ખેડૂતોના વેષમાં કેટલાક ઉપદ્રવીઓ છૂપાયેલા હતા. જેમણે ગાડી પર પથ્થર માર્યા અને ગાડીને બાળી મૂકી. અમારા કાર્યકરોની હત્યા થઈ છે. જે વીડિયો છે તેમાં સ્પષ્ટ છે કે ગાડી પર મારી રહ્યા છે. અમારા કાર્યકરોને 50-50 લાખનું વળતર આપવામાં  આવે. 

તેમણે વધુમાં કહ્યું કે સવારે 11 વાગે મારો પુત્ર તે કાર્યક્રમમાં હાજર હતો. તેમનું ષડયંત્ર એ જ હતું કે કદાચ મારો પુત્ર તે ગાડીમાં હશે અને એ જ વિચારીને તેમણે હુમલો કર્યો હશે. જો મારો પુત્ર તે ગાડીમાં હોત તો કદાચ તેનો પણ જીવ ગયો હોત. 
 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/yMiirkIkBR

— Zee News (@ZeeNews) October 4, 2021

કોંગ્રેસનો આરોપ
આ મામલે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે જે પ્રકારે યુપીમાં આજકાલ ઘમાસાણ ચાલી રહ્યું છે અને ભાજપની સરકાર કામ કરી રહી છે તેનાથી જનતામાં આક્રોશ છે. આ સમગ્ર ઘટના એક દિવસ પહેલા ધમકી આપીને અંજામ અપાયો છે. તેમણે કહ્યું કે અમારા નેતા પ્રિયંકા ગાંધી સાથે પોલીસનું વર્તન સારું નથી. સાંસદ દીપેન્દ્ર હુડાની સાથે પોલીસે ધક્કામુક્કી કરી છે. પ્રિયંકાજીને અજાણી જગ્યાએ અટકાયતમાં રાખવામાં આવ્યા છે. અમારા બે મુખ્યમંત્રીઓને પણ ત્યાં જવા દેવામાં આવતા નથી. 

તેમણે કહ્યું કે પ્રિયંકાજીને તત્કાળ છોડવામાં આવે અને તેમને લખીમપુરના પીડિત પરિવારને મળવા દેવામાં આવે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને તરત જ પદ પરથી હટાવવામાં આવે અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે છે. આ સરકાર ખેડૂત વિરોધી છે. કોંગ્રેસ પાર્ટી આવતી કાલે દેશભરમાં દેશવ્યાપી આંદોલન કરશે. 

અજય મિશ્રાના ઘરની સુરક્ષા વધારી
લખીમપુરની ઘટના બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દિલ્હી નિવાસસ્થાનની સુરક્ષા વધારવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીનું દિલ્હીમાં નર્મદા એપાર્ટમેન્ટમાં સરકારી આવાસ છે. જ્યાં સીઆરપીએફને તૈનાત કરાઈ. આ સાથે જ દિલ્હી પોલીસના જવાનોને પણ તૈનાત કરાયા છે. નર્મદા એપાર્ટમેન્ટની બહાર પીસીઆર વેનની પણ તૈનાતી કરાઈ છે. 

લખીમપુર ખીરી ઘટના પર ઉમર અબ્દુલ્લાનું ટ્વીટ
લખીમપુર ખીરી હિંસા પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી છે અને યુપીને નવું જમ્મુ કાશ્મીર ગણાવ્યું છે. તેમણે લખ્યું કે યુપી નવું જમ્મુ કાશ્મીર છે. 

— Omar Abdullah (@OmarAbdullah) October 4, 2021

યોગી આદિત્યનાથની બેઠક
આ સમગ્ર મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી બેઠક બોલાવી છે. 5 કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાન પર થઈ રહેલી બેઠકમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય, ડેપ્યુટી સીએમ ડો.દિનેશ શર્મા, સંસદીય કાર્ય મંત્રી સુરેશ ખન્ના, અને સ્વતંત્ર દેવ સિંહ ઉપરાંત યુપી સરકારના ટોચના અધિકારીઓ સામેલ છે. સીએમ યોગી આદિત્યનાથ લખીમપુરની ઘટના સહિત સમગ્ર મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. સીએમએ સમગ્ર મામલે રિપોર્ટ પણ માંગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news