કુંભ 2019: અખાડાઓમાં ભુલ કરવાની મળે છે આકરી સજા, હોય છે અનોખા નિયમ
નિયમ કાનુન તોડનારા સાધુઓની સજાઓ પણ અનોખી હોય છે. નાના-મોટા નિયમો તોડનારા સાધુઓને કોતવાલ પોતાનાં સ્તર પર જ સજા આપે છે
Trending Photos
પ્રયાગરાજ : ભુલ કોઇ પણ કરે કાયદો તેમને છોડતો નથી પછી તે સંત મહાત્મા જ કેમ ન હોય. પરંતુ અખાડાઓમાં સજાનું અલગ પ્રાવધાન છે. અખાડામાં સજા આપવા માટે પણ પોલીસ ઇન્સપેક્ટર જેવા જ સાધુઓ હોય છે. ધર્મ ધ્વજા લાગવાની સાથે જ અખાડાઓમાં પ્રધાનની નિયુક્તિ થાય છે. જે દંડનો પ્રાવધાન રાખે છે. પ્રધાન અખાડાઓની સંભાળ કરે છે સાથે સાથે જ મહંતોની સારસંભાળ પણ કરે છે.
નિયમ કાયદા તોડનારા સાધુઓની સજાઓ પણ અનોખી હોય છે. નાના- મોટા નિયમ તોડનારા સાધુઓને પોતાનાં સ્તર પર સજા ફટકારે છે. તેમાં ગંગામાં 108 ડુબકી લગાવવાથી, ગુરુ કુટિયા અથવા રસોડામાં કામ કરવા જેવી સજાઓ હોય છે. પરંતુ જો કોઇ સાધુની ગંભીર ફરિયાદ આવે તો તેની સજાનો નિર્ણય પંચાયતી વ્યવસ્થા હેઠળ થાય છે. તેની સજાનો નિર્ણય કરવા માટે પંચ પણ રાખવામાં આવે છે.
અન્ય અખાડાઓમાં બે સાધુઓ હોય છે. શાહી સ્નાન સમયે ઘણી વખત વધારાનાં સાધુઓને પણ આવી જ જવાબદારી સોંપવામાં આવે છે. દરેક અખાડાનો પ્રયાસ રહે છે કે પ્રત્યેક મઢીમાં તેમને પ્રતિનિધિત્વ મળે. તેના માટે પ્રત્યેક અખાડામાં તેમનાં કાર્યકાળ અલગ અળગ હોય છે. શ્રીનિરંજની અખાડાનાં દંડી સાધુઓનો કાર્યકાળ 11-21 દિવસનો હોય છે. જ્યારે મહાનિર્વાણ અખાડામાં એક સપ્તાહ માટે બનાવવામાં આવે છે. જુના અખાડાનો કાર્યાળ તેમાં સૌથી વધારે હોય છે.
દંડી સાધુઓની જવાબદારી ત્યારે સૌથી વધારે સૌથી વધારે વધી જાય છે જ્યારે અખાડા છાવણીથી બહાર નિકળે છે, પેશવાઇ યાત્રા અને ખાસ રીતે શાહી સ્નાન સમયે આ દંડીઓ પર જ શાહી સન્નાનનાં સમયે આ કોતવાલો પર જ હોય છે. ઉગ્રથી ઉગ્ર નાગા સન્યાસી પણ કોતવાલની સામે અનુશાસનહિનતા નથી કરતા અને સમગ્ર યાત્રા દરમિયા તે કોતવાલ જ નાગાઓને નિયંત્રિત કરતા રહે છે. અખાડા પોતાની સંખ્યાની દ્રષ્ટીએ કોતવાલ ફરજંદ કરે છે. જુના મહાનિર્વાણી અને નિરંજની અખાડા સૌથી મોટા અખાડા છે, એટલા માટે અહીં એક સમયે ચાર કોતવાલ હંમેશા ફરજંદ કરવામાં આવે છે.
દશનામી સન્યાસી અખાડાઓનો પરિવાર હજારો હજાર સાધુ સન્યાસીઓમાં ફેલાયેલ હોય છે. તેમાં અનુશાસન જાળવી રાખવા અખાડા પોતાની પોલીસ ચોકી પણ હોય છે. તેના મુખ્ય સાધુને તેઓ કોતવાલ કહે છે. જેના હાથમાં હંમેશા ચાંદીનો એક દંડ રહે છે. કોતવાલી અખાડાનાં ગુરુ કુટિયાની નજીક જ રાખવામાં આવે છે. જેની આસપાસ કોતવાલ હાજર રહે છે. તેઓ સમગ્ર છાવણી પર નજર રાખે છે. આ કોતવાલ અખાડાનાં પ્રત્યે મઢીઓ અને દાવાઓનાં જાણકાર હોય ચે. જેથી હજારો સાધુઓમાં તે માત્ર પહેરવેશ જોઇને જ અસલી નકલી સાધુઓની ઓળખ કરી શકે છે.
દરેક અખાડાની અંદર પોતાની અલગ દુનિયા હોય છે. તેમની પરંપરા અને નિયમ કાયદાઓ પણ અલગ હોય છે. તેમનું કોઇ ઉલ્લંઘન ન કરી શકે એટલા માટે તેના પર નજર રાખવા કોતવાલી (સાધુઓની સાધુઓ દ્વારા સંચાલીત નિયંત્રણ ચોકી) બનાવાય છે અને તેની કમાન કોતવાલ સંભાળે છે. કુંભમાં અખાડાઓની સુરક્ષા વ્યવસ્થા આ કોતવાલનાં હાથમાં જ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે